અમદાવાદ : અમદાવાદમાં (Ahmedabad News) એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. છૂટાછેડા લેવા માટે દબાણ કરતા અને નાની નાની બાબતોમાં શારીરિક અને માનસિક ત્રાસ આપીને હેરાન પરેશાન કરતા સાસરિયાના ત્રાસથી અંતે કંટાળીને પરિણીતાએ ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે.
શહેરના વિરમગામ વિસ્તારમાં રહેતી એક યુવતીના લગ્ન એક વર્ષ પહેલા સાણંદના યુવક સાથે થયા હતા. લગ્નના એકાદ વર્ષ સુધી તેને સારી રીતે રાખેલ હતી. બાદમાં તેના સાસુ અને પતિ નાની નાની બાબતોમાં તેને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જોકે, આ બાબતની જાણ પરિણીતાએ તેના માતા-પિતાને કરતા તારા સાસુ અને પતિએ તેને સાથે મારઝૂડ કરી તેને પિયર મૂકી ગયા હતા. જે અંગે મહિલાએ ભરણપોષણનો દાવો કરતા કોર્ટમાં કેસ ચાલુ છે. આ દરમિયાન સમાજના કેટલાક આગેવાનો દ્વારા સમજાવટ કરતા પરિણીતા બે મહિના માટે તેના સાસરે ગઈ હતી પરંતુ તેના સાસરિયાં કેસ પરત ખેંચવા માટે ત્રાસ આપતા તે પરત પિયર આવી ગઈ હતી.
૨૬મી માર્ચે પરિણીતાના સાસરિયાએ તેને સાણંદ હજારી માતાના મંદિર પાસે બોલાવતા હતા તે ત્યાં પહોંચી હતી. જ્યાં તેના પતિ, સાસુ સસરા અને અન્ય એક વ્યક્તિ આવ્યા હતા. જ્યાં પરિણીતાના પતિએ મોબાઈલમાં તેના બીભત્સ ફોટા બતાવ્યા હતા. અને કહ્યું હતું કે, છૂટાછેડા આપી દે નહિ તો તારા બીભત્સ ફોટો બીજાને બતાવી તને બદનામ કરીશું, પરિણીતાને આ બાબત લાગી આવતા તેણે ઉધઈ મારવાની દવા પી લીધી હતી.
જેથી તેના સાસરિયાં ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે 108 ને જાણ કરતા પરિણીતાને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. અને સમગ્ર ઘટનાની જાણ જ્યારે પોલીસને કરવામાં આવી ત્યારે પોલીસ એ ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.
થોડા દિવસ પહેલા પણ અમદાવાદમાં રહેતી એક પરિણીતાએ તેના જ પતિ અને સાસુ સામે ફરિયાદ નોંધાવી હતી. લગ્ન બાદ થોડા દિવસ યુવતી (married woman) પિયર રહેવા ગઈ અને ત્યાંથી પરત સાસરે રહેવા આવી તો પતિનું વર્તન બદલાઈ ગયું અને અલગ પથારી કરીને સુવા લાગ્યો હતો. આટલું જ નહીં વધુ દહેજ માંગી યુવતીને પતિ તથા સાસુ ત્રાસ પણ આપવા લાગ્યા હતા. પરિણીતાના સસરાનું અવસાન થતાં તેના પગલાં સારા નથી અને મારા પતિને તું ખાઈ ગઈ કહીને સાસુએ ત્રાસ ગુજાર્યો હતો. (આખો કિસ્સો વાંચવા માટે અહીં કરો ક્લિક)