Home /News /gujarat /

અમદાવાદ: પત્નીએ પતિનો મોબાઈલ ચેક કરતા ખુલી ગઈ પોલ, થઈ જોવા જેવી

અમદાવાદ: પત્નીએ પતિનો મોબાઈલ ચેક કરતા ખુલી ગઈ પોલ, થઈ જોવા જેવી

પ્રતિકાત્મક તસવીર

Ahmedabad News: સસરાએ પણ સાસુ અને પતિનું ઉપરાણું લઈ લાફો માર્યો હતો જે ઘટનાની જાણ ફરિયાદીના પિતાને  થતા તેમને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો.

અમદાવાદ: અમદાવાદ હોય કે અન્ય કોઈ શહેર પતિ પત્નીના માથાકૂટના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. પરંતુ અમદાવાદમાં એક શિક્ષિત મહિલા સાથે બનેલી ઘટના સામે આવી છે અને એમાં મહિલાએ પતિ સહિત સસરિયાઓ સામે દહેજથી લઈને અન્ય કલમો હેઠળ ગુનો નોંધાવીને કાર્યવાહીની માંગ કરી છે. મહિલાએ શહેરના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં આ ફરિયાદ આપી છે. ફરિયાદીનું કેહવું છે કે, તેના અને તેના પતિ વચ્ચે પ્રેમ હતો અને બન્ને રાજી થઈને લગ્ન કર્યા હતા. લગ્ન કર્યા બાદ તે પોતાની સાસરીમાં ગઈ ત્યારે તેના સાસુએ દહેજની માંગણીઓ ચાલુ કરી દીધી હતી. મહિલાના પરિવાર વિરુદ્ધ ટોન્ટ મારીને પરેશાન કરતી હતી.

આ પણ વાંચો - મોંધવારીનો માર! અમૂલ બાદ સુમુલ ડેરીએ પણ દૂધના ભાવમાં લિટરે બે રુપિયાનો કર્યો વધારો

આ અંગે વિગતવાર વાત કરીએ તો, મહિલા પોતાના પતિ સાથે ફરવા માટે અડમાંન-નિકોબાર જવાની હતી અને જે વાતની જાણ તેમના સાસુને થતા તેમને ફરવાના રૂપિયા તારા પપ્પા પાસેથી લઈને આવવા માટે કહેલ અને જે રૂપિયા ફરિયાદીના પિતાએ આપ્યા હતા. ઘરમાં કામ કરવા માટે અવાર નવાર સાસુ દ્વારા બોલાચાલી કરવામાં આવતું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, સસરાએ પણ સાસુ અને પતિનું ઉપરાણું લઈ લાફો માર્યો હતો જે ઘટનાની જાણ ફરિયાદીના પિતાને  થતા તેમને સમજાવીને મામલો શાંત પાડેલ.

આ પણ વાંચો - અમદાવાદમાં બુટલેગરો બેફામ! 'રોકીભાઈ કો શાહીબાગ દિયા હે', અપાઈ ધમકી

મહત્વનું છે કે, ફરિયાદીના નવા લગ્ન થયા હતા જેથી પરિવાર ન બગડે તે હેતુથી તે બધું સહેન કરતી હોવાનું ફરિયાદમાં લખાવ્યુ છે. ફરિયાદીને પ્રેગ્નન્સી રહેતા સાસરિયાવાળાએ તેમને પિયર મોકલી દીધી હતી અને જેનો તમામ ખર્ચ ફરિયાદીના પિતાએ આપ્યો હતો. આ બધી બબાલ વધી જવાથી ફરિયાદી તેના પતિ અને બાળક સાથે અલગ રહેવા જતા રહ્યા હતા. પરંતુ પતિ કોઈ કામ ધંધો કરતો નહતો અને જેથી ધંધા માટે ફરિયાદીના પિતાએથી 2.5 લાખ રૂપિયા અને 2 તોલા સોનું આપ્યુ હતુ.

ફરિયાદીના પતિ મોડી રાત સુધી મોબાઈલમાં વાત કરતા ફરિયાદીને શંકા થઇ હતી જેથી મોબાઈલ ચેક કરતા તેંમના પતિ અન્ય સ્ત્રી સાથે વાત કરતા હતા. જે ખબર પડી કે, પતિને સ્ત્રી સાથે પ્રેમ સંબંધ છે જેથી આરોપી પતિ કહેવા લાગ્યો કે, હવે હું એ સ્ત્રી સાથે રહીશ અને ઘર છોડીને જતી રહી હતી. હાલ આ મામલે પોલીસે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી શરૂ કરી છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: Husband wife and lover, અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર