ફરીદ ખાન, વડોદરા : વડોદરા શહેરના રહેવાસી સંજય સાધુ ભારત-બાંગ્લાદેશ સરહદે BSFમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા શહીદ થયા. પશુ તસ્કરોનો પીછો કરી રહેલા સાધુ નાળામાં ખાબક્યા અને શહીદ થઈ ગયા. આજે વડોદરામાં ચોધાર આંસુએ રાષ્ટ્રીય સન્માન સાથે શહીદ સાધુને અંતિમ વિદાય અપાઈ હતી. ચોધાર આંસુએ રડતાં શહીદના પત્ની બોલ્યા હતા કે 'મારી દીકરીઓ પપ્પાની રાહ જુવે છે, એમને હું શું જવાબ આપીશ?
શહીદ સાધુની પત્નીએ ચોધાર આંસુએ રડતાં કહ્યું, 'પતિ સાથે બહુ બધી યાદો જોડાયેલી છે. મને ગર્વ છે કે તેઓ દેશભક્તિ કરતા શહીદ થયા. દુ:ખ એટલું જ છે કે હું મારી દીકરીઓ પપ્પાની રાહ જુએ છે તેમને હું શું જવાબ આપીશ? રવિવારે રાત્રે વીડિયો કૉલ કર્યો હતો. ત્યારે મારી સાથે અને દીકરીઓ સાથે વાત કરી હતી. ત્યારે કહ્યું હતું કે હવે આરામ કરવા જવ છું અને સદા માટે જતાં રહ્યાં”
ગોરવા વિસ્તારમાં રેહતા કોમર્સ સ્નાતક થયેલા અને બીએસએફ માં ઇન્સપેક્ટર તરીકે છેલ્લા 9 વર્ષથી ફરજ બજાવતા 35 વર્ષીય સંજય સાધુ નામના જવાન ભારત બાંગ્લાદેશ સરહદ ખાતે સાઉથ સાલમારા મનકાચરકા જિલ્લા ખાતે પશુ તસ્કરોનો પીછો કરવા જતાં નાળામાં પડી ગયા હતા. જોકે, આ દરમિયાન સાથી જવાનોએ તેમને બચચાવવાનો પણ પ્રયત્ન કર્યો હતો. પરંતુ આ ઘટનામાં તેઓ તા.18 ઓગષ્ટ 2019ના રોજ સાંજે શહીદ થયા હતા. ગઈકાલે મોડી રાત્રે શહીદનો પાર્થિદવ દેહ વડોદરા આવી પહોંચ્યો હતો જ્યારે આજે તેમને અંતિમ વિદાય અપાઈ હતી. રીવાજ મુજબ શહીદના પત્નીએ વધૂની જેમ સોળે શણગાર સજી શહીદ પતિની પૂજા કરી હતી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર