અમદાવાદમાં ટીવી સિરિયલ 'સિલસિલા બદલતે રિશ્તો કા' જેવી જ એક વાત સામે આવી છે. બે દંપતી વર્ષોથી મિત્ર હતાં, એક પ્રોફેસર અને બીજા બેન્ક મેનેજર છે. ગઇકાલે અચાનક સેટેલાઇટ પોલીસ સ્ટેશનમાં આવીને પ્રોફેસરની પત્નીએ તેના પતિના આડા સંબંધ મિત્રની પત્ની સાથે છે.
મહિલાએ આજીજી કરતા પોલીસને જણાવ્યું હતું કે, 'મને તેનાથી છૂટકારો અપાવો, મારે તેની સાથે રહેવું નથી. મને છૂટાછેડા અપાવો.' જો કે આ મામલામાં સેટેલાઇટ પોલીસે કોઇ ફરિયાદ નોંધી ન હતી પરંતુ બંન્ને દંપતી વચ્ચે સમાધાન કરાવીને છૂટા પાડ્યા હતાં.
શહેરમાં રહેતા બેન્ક મેનેજર અને પ્રોફેસર વર્ષો જૂના મિત્રો હતા. એટલે તેઓ પોતાના પરિવારની સાથે એકબીજાને ઘરે જતા, ફરવા જતા. બંન્ને સાથેને સાથે જ રહેતા હતાં. થોડા સમય પહેલા બેન્ક મેનેજરની બદલી થઇ ગઇ હતી. ત્યાર બાદ પ્રોફેસરની મેનેજરના ઘરની અવર જવર વધી ગઇ હતી.