Home /News /gujarat /સિંહની જેમ ગરજતો હિન્દુત્વનો શેર, કેમ ગરીબડી ગાય બની ગયો?

સિંહની જેમ ગરજતો હિન્દુત્વનો શેર, કેમ ગરીબડી ગાય બની ગયો?

આમ તો ડો. તોગડિયા કેન્સરના સ્પેશ્યલિસ્ટ છે પણ કેટલાક સમયથી તે ડોક્ટરી નહીં પરંતુ હિંદુત્વની પ્રેક્ટિસ કરે છે...

આમ તો ડો. તોગડિયા કેન્સરના સ્પેશ્યલિસ્ટ છે પણ કેટલાક સમયથી તે ડોક્ટરી નહીં પરંતુ હિંદુત્વની પ્રેક્ટિસ કરે છે...

    સિંહની જેમ ગરજતો હિંદુત્વનો આ શેર અચાનક ગરીબડી ગાય કેમ બની ગયો. કેવી રીતે પીએમ મોદી અને તોગડિયાની દૂરી વધી, જુઓ ખાસ અહેવાલમાં...

    હાથોમાં ધારદાર ત્રિશુલ, માથા પર તિલક, ગરદન પર ભગવો કમછો, સામે લોકોની ભીડ, જે ભાષણ સાંભળી જોઇને જોશમાં જયજયકાર કરે એ શખ્સ એટલે પ્રવિણ તોગડિયા. જે કહેવાય છે કે આગ ઝરતા ભાષણો માટે જાણીતા હતા. આમ તો ડો. તોગડિયા કેન્સરના સ્પેશ્યલિસ્ટ છે પણ કેટલાક સમયથી તે ડોક્ટરી નહીં પરંતુ હિંદુત્વની પ્રેક્ટિસ કરે છે.

    તોગડિયાનો જન્મ 12 ડિસેમ્બર 1956ના રોજ થયો. અમરેલીના ખેડૂત પરિવારને ત્યાં જનમ્યા તોગડિયા. તોગડિયાની માતા દૂધ વેચતા હતા. 14 વરસ મેડિકલની પ્રેક્ટીસ કર્યા બાદ તોગડિયાએ હિંદુત્વની પ્રયોગશાળા એવા ગુજરાતમાં હિંદુત્વ માટે કામ કર્યુ. 80ના દાયકામાં મોદી અને તોગડિયા બંને સંઘમાં હતાં, ત્યારબાદ તોગડિયા વીએચપીમાં અને મોદી ભાજપમાં આવ્યા. તોગડિયા રામ મંદિર આંદોલનમાં ભારે સક્રિય રહ્યાં. 2002ના રમખાણો ભડકાવવામાં તોગડિયાનો હાથ હોવાનો આરોપ. કહેવાય છે કે 2002માં ગુજરાતનો અસલી બોસ તોગડિયા હતા.

    બસ 2002માં જ મોદી અને તોગડિયા વચ્ચે અંતર વધ્યું 2002ના રમખાણો બાદ મોદીએ તોગડિયાના સહયોગી પર જે પગલાં ભર્યા તેના કારણે તોગડિયા નારાજ થયા. 2003માં પણ તોગડિયાને અજમેરમાં ત્રિશુલ દિક્ષા બદલ પોલીસે પકડ્યા હતા.

    બસ ત્યાર બાદ મોદી અને તોગડિયા વચ્ચે સબંધોમાં ખટાશ આવવી શરૂ થઇ. મોદી પીએમ થયાં. ત્યારબાદ આ ખટાશ વધું ખાટી થઇ, અને હાલ આ ફાયરબ્રાંડ નેતા આજે ગરજવાને બદલે રડવા માટે વિવશ થઇ ગયો છે. જે બતાવે છે કે સમય મહાન છે. રાજનીતિમાં એક સમયના જીગરી આજે એક બીજા પર ક્યારે ઘુરકિયા કરતા થઇ જાય તે કહેવું મુશ્કેલ છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Praveen Togadia, VHP, ગુજરાત, નરેન્દ્ર મોદી, ભાજપ

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन