Home /News /gujarat /મોદીની શપથવિધિમાં ગુજરાતનાં કયા કયા મહાનુભાવો આપશે હાજરી?

મોદીની શપથવિધિમાં ગુજરાતનાં કયા કયા મહાનુભાવો આપશે હાજરી?

પીએમ મોદીની ફાઇલ તસવીર

આમંત્રિત મહેમાનોમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી આજે બપોરે જવાનાં છે.

ગીતા મહેતા, દિપીકા ખુમાણ, અમદાવાદ : આજે 30 મેનાં રોજ વડાપ્રધાન સહિત મોદી કેબિનેટની શપથવિધિ ઐતિહાસિક બનવા જઇ રહી છે. આ ભવ્ય સમારોહ માટે કુલ 8 હજાર મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. આઝાદીથી આજ સુધીના ઈતિહાસમાં આમંત્રિત મહેમાનોનો આંકડો સૌથી મોટો છે.

સીએમ અને ડે.સીએમ આપશે હાજરી

આમંત્રિત મહેમાનોમાં ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે નાયબ મુખ્યમંત્રી આજે બપોરે જવાનાં છે. તેમના ઉપરાંત ખાસ મહેમાનોમાં જાણીતા બિલ્ડર પ્રવીણ કોટક, મંત્રી ઇશ્નર પટેલ તથા ઇશ્નર પરમાર, ભરત પંડયા, ગણપત વસાવા અને શંકર ચૌધરી શપથવિધિ માટે રવાના થયા છે.

મળતી માહિતી પ્રમાણે સીએમ રૂપાણી તથા ડે.સીએમ નીતિનભાઈ પટેલ રાજ્ય સરકારના પ્લેન દ્વારા ગુરુવારે બપોરે 1 વાગે નવી દિલ્હી જશે. આ બંને મહાનુભાવો ગુરૂવારે મોડી રાત્રે જ ગાંધીનગર પરત આવશે.

આ પણ વાંચો : 'ઇમરાન ખાનનો ફોન પણ નથી ઉપાડતા મોદી,' મરિયમ શરીફે ખોલી પાક.ની પોલ

સાંજે 7 કલાકથી શરૂ થશે સમારોહ

શપથવિધિ સમારોહ સાંજે સાત વાગ્યાથી સાડા આઠ સુધી  ચાલશે. તે પછી આમંત્રિતો પૈકી ખાસ 40 મહેમાનોને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ તરફથી ભોજન અપાશે. એ માટે પણ ભવ્ય ભોજન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. રાષ્ટ્રપતિ ભવનના પ્રાંગણમાં શપથ કાર્યક્રમ યોજાશે.

આ પણ વાંચો : એક તરફ PM મોદીના શપથ ગ્રહણ, બીજી તરફ મમતાના ધરણા

બિમસ્ટેકનાં સાત દેશનાં વડાઓ રહેશે હાજર

નરેન્દ્ર મોદીની 2014ની શપથવિધિ વખતે સાર્ક દેશોના વડાઓને આમંત્રિત કરાયા હતા.  આ વખતે બે ઓફ બેંગાલ ઈનિશિયેટિવ ફોર મલ્ટિ સેક્ટરલ ટેકનિકલ એન્ડ ઈકોનોમિકલ કો-ઓપરેશન (બિમસ્ટેક) સંગઠનના સાત દેશોના વડાઓને આમંત્રિત કરાયા છે. સાતેય દેશોના વડાઓએ આમંત્રણ સ્વીકારી લીધું છે અને હાજર રહેવા સહમતી આપી દીધી છે. રાષ્ટ્રપતિ ભવનમાં ઉપરાષ્ટ્રપતિ અને બિમ્સટેકના વડાઓ સહિતના મહેમાનો માટે 9 વાગ્યે ભોજન સમારોહ શરૂ થશે. તેમાં રાષ્ટ્રપતિ ભવનની વિશિષ્ટ વાનગી ગણાતી દાલ રાયસિના પણ પિરસવામાં આવશે.
First published:

Tags: Oath taking ceremony, ગાંધીનગર`, ગુજરાત, નરેન્દ્ર મોદી