અમદાવાદઃ પતિ UP જતો રહેતા પત્નીએ પ્રેમીને ઘરે જ રાખી લીધો, વર્ષો બાદ પતિ આવતા થઈ જોવા જેવી

અમદાવાદઃ પતિ UP જતો રહેતા પત્નીએ પ્રેમીને ઘરે જ રાખી લીધો, વર્ષો બાદ પતિ આવતા થઈ જોવા જેવી
પ્રતિકાત્મક તસવીર

છેલ્લા બે વર્ષથી તે બાપુનગરમાં આવેલા શાસ્ત્રી નગરના છાપરામાં એક પરિણીતા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. બાદમાં તેની સાથે જ રહેતો હતો.

  • Share this:
અમદાવાદ: અત્યાર સુધી પ્રેમ કહાનીના (love story) અનેક કિસ્સા સાંભળવા મળ્યા હશે. પરંતુ શહેરના બાપુનગરમાં (Bapunagar) એવી એક પ્રેમ કહાની સામે આવી જે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. એક યુવક છેલ્લા બે વર્ષથી એક પરિણીતા સાથે રહેતો હતો. આ મહિલાનો પતિ ઉત્તર પ્રદેશ (UP) જતા રહેતા આ યુવક મહિલા સાથે રહેવા લાગ્યો હતો. જોકે અચાનક જ મહિલાનો પતિ યુપીથી આવી જતા તેને ધમકાવી કાઢી મૂક્યો હતો.

બાદમાં મહિલાના પતિ તથા તેના ભાઈઓએ ભેગા મળીને આ યુવકને ઢોરમાર માર્યો હતો. જેના કારણે થઈ આ યુવકે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ફરિયાદ આપતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.અમદાવાદના ઓઢવમાં રહેતો ૩૦ વર્ષીય યુવક ડ્રાઇવિંગનો ધંધો કરે છે. તે લોડીંગ રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે. છેલ્લા બે વર્ષથી તે બાપુનગરમાં આવેલા શાસ્ત્રી નગરના છાપરામાં એક પરિણીતા સાથે પ્રેમસંબંધ બંધાયા હતા. બાદમાં તેની સાથે જ રહેતો હતો. આ મહિલા કે જેના ઘરમાં રહેતો હતો તેનો પતિ છેલ્લા ત્રણેક વર્ષથી યુપી ખાતે રહેવા જતો રહ્યો હતો.

આ પણ વાંચોઃ-હળવદ માળીયા ચોકડી પરની ચેકપોસ્ટમાં મહિલા અને યુવાકનો કામલીલાનો વીડિયો વાયરલ, પોલીસે ચેકપોસ્ટ હટાવી

શુક્રવારે આ યુવક આ મહિલાના ઘરે હાજર હતો તે વખતે મહિલાનો પતિ આવી ગયો હતો અને જણાવ્યું કે "તું અહીંયા શું કરે છે" આટલું જ નહી મહિલાના પતિએ આ યુવક સાથે બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો અને બાદમાં ઘરમાંથી બહાર કાઢી મૂક્યો હતો. અને બાદમાં કહ્યું કે "આજ પછી અહીંયા આવતો નહીં". તેથી આ યુવક ત્યાંથી જતો રહ્યો હતો.

આ પણ વાંચોઃ-કળિયુગી પુત્ર! ઘરની બહાર ખુરશીમાં બેઠી હતી માતા, જમીન વિવાદમાં સાવકા પુત્રએ મારી દીધી ગોળી

આ પણ વાંચોઃ-અમદાવાદઃ સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ફેરફાર, ફટાફટ જાણી લો આજના નવા ભાવ

બાદમાં રાત્રે આઠેક વાગ્યે તે સમોસાની લારી ઉપર નાસ્તો કરતો હતો. તે વખતે આ મહિલાના બે ભાઈ તથા મહિલાનો પતિ ત્યાં આવ્યા હતા અને મહિલાના પતિએ "તું મારી પત્ની સાથે કેમ રહે છે" તેમ કહી તેની સાથે ફરી મારામારી ચાલુ કરી હતી. મહિલાના ભાઈઓએ તેને પકડી હથિયારોથી માર માર્યો હતો.મહિલાના એક ભાઈએ ચપ્પુ કાઢી આ યુવકના માથાના ઉપરના ભાગે પણ મારી દીધું હતું. જેથી યુવક ઈજાગ્રસ્ત થયો હતો અને બાદમાં તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં શરૂ કરાઈ હતી. જ્યાં આ અંગે બાપુનગર પોલીસને જાણ કરાતા બાપુનગર પોલીસે ત્રણ લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:October 03, 2020, 22:14 pm

ટૉપ ન્યૂઝ