Home /News /gujarat /

જે પક્ષ વલસાડ બેઠક જીતે, તેની બને સરકાર: પરંપરા જળવાઇ

જે પક્ષ વલસાડ બેઠક જીતે, તેની બને સરકાર: પરંપરા જળવાઇ

પ્રતિકાત્મક તસવીર

1997થી આજ સુધીમાં કોંગ્રેસે આ બેઠક પાંચ વખત જીતી છે, ભારતીય જનતા પાર્ટીએ ત્રણ વખત અપક્ષ ઉમેદવારોએ બે વખત જીતી છે.

  દક્ષિણ ગુજરાતમાં આવેલી વલસાડ લોકસભાએ ફરી એક વખત દેશનાં લોકોની નાડ પારખી છે અને રાજકીય માન્યતાને ફરી એક વખત સાચી ઠેરવી છે કે, જે પક્ષ વલસાડ બેઠક જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બને છે.

  ગુજરાતની તમામ 26 લોકસભા બેઠકો પર ભાજપની જીત થઇ છે. વલસાડ લોકસભા બેઠક પર ભાજપનાં ઉમેદવાર કે.સી.પટેલની જીત થઇ છે. સમગ્ર દેશમાં આવેલા પરિણામોએ સ્પષ્ટ કર્યુ કે, કેન્દ્રમાં નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એન.ડી.એ)ની સરકાર બનશે અને મોદી ફરી એક વખત દેશનાં વડાપ્રધાન બનશે.

  રાજકીય પક્ષો માટે વલસાડની બેઠક શુભ મનાય છે અને દરેક પક્ષ આ બેઠક જીતવા માટે પ્રયાસો કરે છે.

  કોંગ્રેસનાં પ્રમુખ રાહુલ ગાંધીએ પણ 2019ની લોકસભાની ચૂંટણીનું રણશીંગુ વલસાડનાં ધરમપૂરથી ફૂંકયુ હતુ પણ એમ લાગે છે કે, કોંગ્રેસને તેમા સફળતા મળી નહીં.

  વલસાડમાં જે પક્ષનાં ઉમેદવાર જીતે તે પક્ષની સરકાર બને એવુ છેલ્લા ત્રણ દાયકાથી બને ચે. આવુ શા માટે બને છે તેનાં કોઇ ચોક્કસ કારણો નથી પણ આ યોગાનુયોગ ઘટના હવે પરંપરા બની ગઇ છે.

  ગુજરાતમાં કુલ 26 લોકસભા બેઠકો છે. 2014ની લોકસભા ચૂંટણીમાં ભારતી જનતા પાર્ટીએ આ તમામ બેઠકો પર વિજય મેળવ્યો હતો. આ વિજયરથ આ વખતે પણ ચાલુ રહ્યો.

  આ બેઠકનો ઇતિહાસ જોઇએ તો, અટલ બિહારી વાજપેયીની 1996માં પહેલી વખત સરકાર બની ત્યારે પહેલી વખત ભાજપે આ બેઠક જીતી હતી અને કેન્દ્રમાં વાજપેયીની સરકાર બની હતી. આ પછી અટલ બિહારી વાજપેયી 1998 અને 1999માં વડાપ્રધાન બન્યા ત્યારે પણ આ બેઠક તેમના પક્ષમાં હતી અને ભાજપે જીતી હતી.

  જો કે, 2004માં કોંગ્રેસનાં ઉમેદવાર કિશન પટેલે આ બેઠક જીતી અને કેન્દ્રમાં નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (એન.ડી.એ)ની સરકારને હરાવી કોંગ્રેસનાં નેતૃત્વવાળી યુનાટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ)ની સરકાર બની. 2009ની લોકસભાની ચૂંટણીમાં પણ કોંગ્રેસનાં ઉમેદવાર કિશન પટેલનો વિજય થયો અને કેન્દ્રમાં કોંગ્રેસનાં નેતૃત્વવાળી યુપીએની સરકાર બની હતી.

  પણ ફરી આ ચિત્ર બદલાયુ અને 2014ની લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ આ બેઠક પર વિજય મેળવ્યો અને કેન્દ્રમાં ભાજપની બહુમતિ સાથે સરકાર બની અને નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા.

  મહત્વની વાત એ છે કે, જ્યારે પણ વલસાડ બેઠક પરથી અપક્ષ ઉમેદવાર (એટલે કે ભાજપ પણ નહીં અને કોંગ્રેસ પણ નહીં) જીતે છે ત્યારે કેન્દ્રમાં ભાજપની પણ નહી અને કોંગ્રેસની પણ નહી એવી ગઠબંધનની સરકાર બને છે.

  1997થી આજ સુધીમાં કોંગ્રેસે આ બેઠક પાંચ વખત જીતી છે, ભારતીય જનતા પાર્ટીએ ત્રણ વખત અપક્ષ ઉમેદવારોએ બે વખત જીતી છે.

  વલસાડ બેઠકમાં 15 લાખની આસપાસ મતદારો છે. જેમાં ધોડિયા, કોંકણા, વરલી, કોળી, હળપતિ, માછીમારો, મુસ્લિમો અને ભીલનો સમાવેશ થાય છે.
  Published by:Vijaysinh Parmar
  First published:

  Tags: Lok sabha polls, પીએમ મોદી, ભાજપ

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन