Home /News /gujarat /

સરદાર પટેલના નિધન બાદ તેમના પુત્ર અને પુત્રીનું શું થયું?

સરદાર પટેલના નિધન બાદ તેમના પુત્ર અને પુત્રીનું શું થયું?

ફાઇલ તસવીર

  15 સપ્ટેમ્બર 1950ના સવારે 9.37 વાગે મુંબઇના બિરલા હઉસમાં સરદાર વલ્લભભાઈ પટેલે લાંબી બિમારી બાદ હાર્ટઅટેકના કારણે તેમનું નિધન થયું હતું. તેમના નિધન પછી ભારતીય રાજનીતિમાં તેમના પરિવાર એટલે તેમના પુત્ર અને પુત્રીનું પ્રભામંડળ ઓછું થતું ગયું. તેમને એ મહત્વ ન મળ્યું જે વાસ્તવમાં મળવું જોઇતું હતું. એવું ન્હોતું કે પટેલનો પરિવાર રાજનીતિમાં સક્રિય ન હતો. પરંતુ કહી શકાય કે ખાસો સક્રિય હતો. તેમના મોટા પુત્ર ડાહ્યાભાઇ મુંબઇમાં કોંગ્રેસના અગ્રણી નેતાઓમાં હતા. જ્યારે પુત્રી મણીબને પટેલ સારા સંકલ્પોવાળી રાજનીતિજ્ઞ હતી. માનવામાં આવે છે કે નેહરુ પરિવારે વલ્લભભાઇ પટેલના પુત્ર અને પુત્રીને સાંસદ બનાવી રાખ્યા પરંતુ તેમને એ મહત્વ ન આપ્યું જેના તેઓ હકદાર હતા.

  સરદાર પટેલના પુત્ર અને પુત્રીએપિતાના નામને ખરાબ કરવાની કોશિશ ન કરી. જ્યાં સુધી તેઓ રાજનીતિમાં રહ્યા ત્યાં સુધી તેમની ઓળખ સરદાર પટેલના નામથી જ રહી હતી. 70ના દશકમાં સરદાર પટેલના પુત્ર-પુત્રી બંનેને કોંગ્રેસથી મોહભંગ થઇ ગયો હતો. તેમનું હતું કે, કોંગ્રેસને નેહરુ પરિવારે હડપી લીધું છે. પટેલની પુત્રી મણીબેન પટેલ ખુબજ પ્રખર અને સક્રિય હતી. ખુબ જ ઇમાનદાર, આજીવન અવિવાહિત રહી. વર્ષ 1988માં તેમનું નિધન થયું.

  પટેલની પુત્રીએ નેહરુને શું આપ્યું હતું?

  મણીબેન વિશે અમૂલના સંસ્થાપક કૂરિયર વર્ગીસે વિસ્તાર પુર્વક ઉલ્લેખ કર્યો છે. કુરિયન જ્યારે આણંદમાં હતા ત્યારે મણીબેન સાથે તેમની મુલાકાત થતી હતી. તે સામાજિક કાર્યોમાં સક્રિય રહેતી હતી. તેના પુસ્તકમાં જણાવ્યા પ્રમાણે "મણીબેને તેમને જણાવ્યું કે જ્યારે સરદાર પટેલનું નિધન થયું ત્યારે તેમને એક પુસ્તક અને એક બેગ મળી હતી. ત્યારે તેઓ દિલ્હીમાં જવાહરલાલ નેહરુને મળવા માટે ગયા હતા. મણીબેને આ પુસ્તક અને બેગ નેહરુને આપ્યું હતું. પિતાએ સુચન કર્યું હતું કે, તેમના નિધન પછી તેને માત્ર નેહરુને સોંપવામાં આવે. બેગમાં પાર્ટી ફંડમાં 35 લાખ રૂપિયા હતા. અને બુક પાર્ટીની ખાતાબુક હતી."

  આ માટે નેહરુએ મણીબેનને ધન્યવાદ કહ્યું હતું. અને ત્યાર બાદ તે રાહ જોઇ રહી હતી કે કદાચ નેહરું કંઇક બોલે. જ્યારે આવું ન થયું ત્યારે તે ત્યાંથી ઉઠીને ચાલી ગઇ. કૂરિયનને તેમને પૂછ્યું તને નેહરુ પાસેથી શું સાંભળવાની અપેક્ષા રાખતા હતા. તો તેમણે જવાબમાં કહ્યું કે, મેં વિચાર્યું કે તે મને પૂછશે કે તેઓ કેવી રીતે કામ ચલાવી રહી છે. કે પછી મને કંઇ મદદની જરૂર તો નથી ને. પરંતુ તેમણે મને કંઇ જ ન પૂછ્યું.

  અમદાવાદના રસ્તાઓ ઉપર દેખાઇ જતી હતી

  છેલ્લા વર્ષોમાં મણીબનેનો આંખો ખાસી નબરી થઇ ગઇ હતી. અમદાવાદના રસ્તઓ ઉપર તેઓ ચાલતા નજરે ચડી જતા હતા. આંખો નબળી હોવાના કારણે તેઓ લથડીને ગગડી ગયાના પણ સમાચાર આવ્યા હતા. મણીબેન યુવાવસ્થાથી જ પોતાની જાતને મહાત્મા ગાંધીને સમપ્રિત કરી દીધી હતી. તેઓ લાંબા સમય સુધી અમદાવાદ સ્થિત આશ્રમમાં જ રહ્યા હતા. છેલ્લા વરસોમાં તે પટેલની સાથે દિલ્હીમાં રહેવા લાગી હતી. તેઓ પિતાના રોજીંદા કામોમાં સંભાળતી હતી.
  Published by:ankit patel
  First published:

  Tags: Sardar Patel, Sardar Vallabhbhai Patel, Statue of unity, ગુજરાત

  આગામી સમાચાર