Home /News /gujarat /

હજી બે દિવસ પહેરી રાખવા પડશે ગરમ કપડાં, હવામાન ખાતાની આગાહી

હજી બે દિવસ પહેરી રાખવા પડશે ગરમ કપડાં, હવામાન ખાતાની આગાહી

પ્રતિકાત્મક તસવીર

    વિભુ પટેલ, અમદાવાદ

    રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી લોકોમાં ભારે કુતુહલ જોવા મળી રહ્યું છે, છેલ્લા ત્રણ મહિનાથી ઠંડી પડી રહી છે. એવામાં ફેબ્રુઆરી મહિનો શરૂ થઇ ગયો છે તેમ છતા ઠંડીનું જોર ઘટવાનું નામ નથી લેતી. છેલ્લા કેટલાક દિવસોમાં તો બે દિવસ તિવ્ર ઠંડી પડે છે તો બે દિવસ તડકો પડે છે. તો વચ્ચે એક દિવસ ભારે ઠંડો પવન ફૂંકાય છે.

    દિલ્હીમાં હાડ થીજવતી ઠંડી અને કાશ્મીરમાં હિમવર્ષાની અસર હજારો કિમી દૂર ગુજરાતમાં જોવા મળે છે. રાત્રી અને વહેલી સવારે ફૂલ ગુલાબી ઠંડીની મોજુ ફરી વળે છે. તો કહેવાય છે કે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતથી ઠંડીનું પ્રમાણ ઘટનાનું શરૂ થઇ જાય છે, પરંતુ આ વખતે ફેબ્રુઆરી મહિનો અડધો પતવા આવ્યો પરંતુ ઠંડીનું જોર ઓછું નથી થયું.

    અહીં ક્લિક કરી વાંચોઃ રેગ્યુલર સેક્સ કરવાથી વધે છે મહિલાઓની યાદશક્તિ

    રાજ્યના હવામાન વિભાગે આગાહી કરી છે કે હજુ પણ 48 કલાક કોલ્ડવેવની સ્થિતિ સર્જાઇ શકે છે. આ કોલ્ડવેવની અસર ખાસ કરીને વડોદરા, સુરત, વલસાડ અને રાજકોટમાં ખાસ વર્તાશે. સાથે જ ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગરમાં ઠંડો પવન ફુંકાશે.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Cold Wave, Weather department, Winter, ગુજરાત

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन