Home /News /gujarat /Western Railway: ટ્રેનમાં પ્રવાસ કરવાના છો તો જાણી લો પશ્ચિમ રેલવેનો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય
Western Railway: ટ્રેનમાં પ્રવાસ કરવાના છો તો જાણી લો પશ્ચિમ રેલવેનો આ મહત્ત્વપૂર્ણ નિર્ણય
મુસાફરોના આરામ અને સુવિધા માટે રેલવેએ ટ્રેનમાં લિનન, ધાબળા અને પડદાના સપ્લાય પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે.
મુસાફરોના આરામ અને સુવિધા માટે રેલવેએ ટ્રેનમાં લિનન, ધાબળા અને પડદાના સપ્લાય પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે. આ પ્રતિબંધ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અને ટ્રેનોમાં મુસાફરોની અવરજવર માટે COVID-19 સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલને કારણે લાદવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ પાછો ખેંચવાના તાજેતરના નિર્ણયને અમલમાં મૂકતા પશ્ચિમ રેલવેએ 25 જોડી ટ્રેનોમાં લિનનની જોગવાઈ ફરી શરૂ કરી છે.
કોરોના કેસ (Corona Case) ઓછા થતા પશ્ચિમ રેલવે (Western Railway) દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યા છે. 25 જોડી ટ્રેન (Indian Railways)માં ફરી લિનન (Railway Facilities) આપવામાં આવશે. જેના કારણે પ્રવાસીઓ ઘરેથી બેડસીટ કે પીલો લઈને આવવું નહિ પડે. મુસાફરોના આરામ અને સુવિધા માટે રેલવેએ ટ્રેનમાં લિનન, ધાબળા અને પડદાના સપ્લાય પરનો પ્રતિબંધ પાછો ખેંચી લીધો છે. આ પ્રતિબંધ કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને અને ટ્રેનોમાં મુસાફરોની અવરજવર માટે COVID-19 સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોટોકોલને કારણે લાદવામાં આવ્યો હતો. આ પ્રતિબંધ પાછો ખેંચવાના તાજેતરના નિર્ણયને અમલમાં મૂકતા પશ્ચિમ રેલવેએ 25 જોડી ટ્રેનોમાં લિનનની જોગવાઈ ફરી શરૂ કરી છે.
આ 25 જોડી ટ્રેનમાં લિનન આપવામાં આવશે.
ટ્રેન નંબર 12951/12952 મુંબઈ સેન્ટ્રલ - નવી દિલ્હી રાજધાની એક્સપ્રેસ
25 જોડી ટ્રેનમાં લીનનની શરૂઆત કરવામાં આવી છે. એટલે ટ્રેનમાં પડદો લગાવી દેવામાં આવશે સાથે જ બેડશીટ, પીલ્લો, ધાબળો આપવામાં આવશે. અને હવે તબક્કાવાર સુવિધા શરૂ કરાશે. જો કે રેલવે દ્વારા મોટા પ્રમાણમાં ખરીદી કરવામાં આવી રહી છે.