શહેરના સોલા સાયન્સ સિટીમાં ચડ્ડી-બનીયાન ધારી ગેંગ સક્રિય થઈ છે. આ ગેંગના સીસીટીવી સામે આવ્યા છે. શહેરના પોષ વિસ્તાર ગણાતા સાયન્સ સિટી રોડ પર એક સોસાયટીમાં ચડ્ડી ગેંગ ચોરીનો પ્રયાસ કર્યો હતો. ગેંગની ચોરનો પ્રયાસ સીસીટીવીમાં કેદ થઇ જતા પોલીસ તપાસ હાથ ધરી છે.
અવાર નવાર પોલીસ ચોપડે ચડી ચૂકેલી ચડ્ડી ગેંગ ફરી એકવાર અમદાવાદમાં સક્રિય થઇ છે. પોતાની ચોરી કરવાની સ્ટાઇલથી જાણીતી ચડ્ડી ગેંગને આ વખતે નિષ્ફળતા મળી હતી, જો કે તેમ છતા તે સીસીટીવીમાં કેદ થઇ ગઇ હતી. જો કે તેણે સીસીટીવીને પણ નુકશાન પહોંચાડવાનો પ્રયાસ કર્યો હતો.
શું છે વીડિયોમાં ?
પોલીસને હાથ લાગેલા સીસીટીવીમાં દેખાઇ રહ્યું છે કે ચડ્ડી-બનિયાન ધારી કેટલાક લોકો ચોરી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, લગભગ એક કલાક કરતા વધુ સમય સુધી સોસાયટીઓમાં બિન્દાસ્ત ફર્યા કરે છે. આ ગેંગે ગત રાત્રિએ આકાશ એલિગન્સ સોસાયટીમાં સિક્યોરીટી ગાર્ડની હાજરીમાં જ આંતક મચાવ્યો હતો.