‘ગુજરાતના ફોક સંગીતને વિશ્વ સાંભળે’ તેવા સપના સાથે સંગીતની દુનિયામાં આગળ વધી રહેલા કીર્તિદાન ગઢવીનુ નામ આજે ગુજરાત સહિત દેશ-વિદેશમાં ગુંજે છે. લોકસંગીત અને ડાયરાના કાર્યક્રમોમાં પોતાના મધુર કંઠ દ્વારા લાખો લોકોના હ્યદયમાં સ્થાન ધરાવતા કીર્તિદાન ગઢવીના ઘરે ત્રીજા સંતાનમાં પુત્રનો જન્મ થયો હતો. કિર્તીદાને ફેસબૂક પર તસવીરો પોસ્ટ કરી આ જાહેરાત કરી હતી.
નવરાત્રિમાં માતાજીના ગરબામાં પોતાના મધુર સૂર લગાવીને ખેલૈયાઓને ઘેલુ લગાવનાર ગુજરાતી લોકગાયક અને ‘મન મોર બની થનગાટ કરે...’ સોંગથી બોલિવૂડમાં ડંકા વગાડનાર ર્કિતીદાન ગઢવીના ઘરે પારણા બંધાયા છે. ર્કિતીદાન ગઢવીના ઘરે ત્રીજા નોરતાના દિવસે જ પુત્ર જન્મ થયો છે. હાલ ર્કિતીદાન નવરાત્રિ પ્રોગ્રામમાં માતાજીના ગરબા ગાઈ રહ્યા છે ત્યારે જાણે માતાજીની આરાધના ફળી હોય તેમ ત્રીજા નોરતે ર્કિતીદાનના ઘરે પુત્રરત્ન અવતર્યો છે.
પુત્ર પ્રાપ્તિનો હરખ ર્કિતીદાન ગઢવીએ પોતાના ફેસબુક પેજ પર શેર કરતા લખ્યુ કે, ‘તું છો તરણ અને તારણ વળી વંશ ને વધારણ, જય માતાજી..જય મોગલ...’ત્રીજા નોરતાના પવિત્ર દિવસે મારા ઘરે પુત્રનો જન્મ થયો છે જેથી અમારા પરિવારમાં ખુશીનો માહોલ છે. આ પોસ્ટ સાથે ર્કિતીદાને સંતાન સાથેના ફોટોઝ પણ અપલોડ કરીને પોતાની ખુશી ફેન સાથે વ્યક્ત કરી છે.
ત્રીજા નોરતે કિર્તીદાનના ઘરે પુત્રનો જન્મ થયો
Published by:Sanjay Vaghela
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર