Home /News /gujarat /સાવધાન! રાજ્યમાં બે દિવસ છે હિટવેવની આગાહી

સાવધાન! રાજ્યમાં બે દિવસ છે હિટવેવની આગાહી

પ્રતિકાત્મક તસવીર

રાજ્યમાં પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ, સુરત, વલસાડ, નવસારી જિલ્લામાં સીવીયર હિટવેવની આગાહી છે.

વિભૂ પટેલ, અમદાવાદ: રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો પ્રારંભ થઇ ગયો છે. થોડા દિવસથી પડી રહેલી કાળઝાળ ગરમીથી લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસોમાં હિટવેવની આગાહી છે. રાજ્યમાં પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર, કચ્છ, સુરત, વલસાડ, નવસારી જિલ્લામાં સીવીયર હિટવેવની આગાહી છે. જ્યારે બે દિવસમાં રાજ્યમાં ઉત્તર પશ્ચિમ અને ઉત્તર પૂર્વના ગરમ પવનનો મારો રહેવાની શક્યતાઓને પગલે ગરમીથી રાહત મળવાના કોઈ અણસાર નથી.

દક્ષિણ ગુજરાતના તાપમાનમાં એક જ દિવસમાં સીધો જ 5 ડિગ્રીનો વધારો નોંધાયો છે. દિવસનો પારો 40 ડિગ્રી અને રાતનો પારો 23 ડિગ્રી રહ્યો હતો. હવામાં ભેજનું પ્રમાણ પણ ઘટીને 20 ટકા જેટલુ થઈ ગયું છે. લોકોને પરસેવે રેબઝેબ થવાનો વારો આવી ગયો છે. આમ, ગુજરાતના મોટાભાગના શહેરોનું તાપમાન વધી ગયું છે, જેને કારણે લોકો દિવસે કામ વગર બહાર નીકળવાનું ટાળી રહ્યાં છે.

આ પણ વાંચો: ગુજરાત યુનિ.નાં પ્રોફેસરે વિદ્યાર્થિનીને કહ્યું, 'મેરેજ પહેલા મઝા કરવી જોઇએ'

10 વર્ષનું શહેરનું લઘુત્તમ તાપમાન

અમદાવાદમાં વર્ષ 2009થી માર્ચ 2018 દરમિયાન માર્ચ મહિનાની 3થી 23મી માર્ચ દરમિયાન ગરમીનો પારો 38.3થી 43.0 ડિગ્રી નોંધાયો હતો. પરંતુ, આ વર્ષે 24 માર્ચ સુધીમાં ગરમીનો પારો 38 ડિગ્રીથી પાર ગયો નથી. વર્ષ 2014માં 17 માર્ચે 38.7 અને 2011માં 18 માર્ચે 41 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જેથી 10 વર્ષમાં આ માર્ચ મહિનો પ્રમાણમાં ઠંડો રહ્યો છે.

ગરમીમાં પહેલેથી જ રહો સાવધાન

  • સવારના નાસ્તામાં જ્યુસ અને ગ્રીન વેજિટેબલ્સમાંથી બનેલી ડિશથી દિવસની શરૂઆથ કરો.

  • ઘરમાંથી બહાર નીકળતા પહેલા વધુ માત્રામાં પાણી પીઓ.
    લન્ચ બપોરે 11:30-થી 12:30ની વચ્ચે લેવાનું રાખો. લન્ચમાં ગ્રીન સલાડ અને દહીં સામેલ કરો.

  • સાંજે થોડા ડ્રાયફ્રુટ્સ, ફ્રૂટ ચાટ કે મિલ્ક શેક લો, આનાથી બોડીને એનર્જી મળશે.

  • ચા-કોફીનો ઉપયોગ સવારે જ કરો બાકી દિવસ દરમિયાન જ્યુસને ચા-કોફીના વિકલ્પમાં અપનાવો.

  • ઉંઘવાના ઓછામાં ઓછા 2 કલાક પહેલા રાતનું ભોજન લઇ લેવું. તેમાં વધારે મસાલેદાર ફૂડનો ઉપયોગ કરવાનું ટાળો.

First published:

Tags: Heat wave, અમદાવાદ, ગુજરાત