Home /News /gujarat /

Gujarat Monsoon 2022: ગુજરાતમાં ક્યારે બેસશે અને કેવું રહેશે ચોમાસું, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

Gujarat Monsoon 2022: ગુજરાતમાં ક્યારે બેસશે અને કેવું રહેશે ચોમાસું, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી

ચોમાસુ શરૂઆતમાં સારું રહેશે

Ambalal Patel Forecast: 11 થી 17મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે.શરૂઆતનું ચોમાસુ સારું રહેશે

અમદાવાદ : રાજ્યમાં કાળઝાળ ગરમી (heatwave in Gujarat) સાથે વારંવાર વાતાવરણમાં પલટો પણ જોવા મળી રહ્યો છે. ભારે પવન અને સામાન્ય વરસાદ થાય છે તેના કારણે ખેડૂતોની (Gujarat farmer) ચિંતા વધી છે પરંતુ જેમ-જેમ ઉનાળો પસાર થતો જાય છે તેમ ચોમાસુ (Monsoon 2022 prediction) ક્યારે શરૂ થશે અને કેવું રહેશે તેની જગતનો તાત રાહ જોઈ રહ્યો છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે (Ambalal Patel Forecast) આગાહી કરી છે કે, ચોમાસુ શરૂઆતમાં સારું રહેશે. 11 મેથી 17 મે વચ્ચે આંધીનું પ્રમાણ વધશે. સાથે જ સૌરાષ્ટ્રના ભાગો ઉત્તર ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો અને દરિયા કિનારાના કેટલાક ભાગોમાં વરસાદ પડશે.જેને પ્રી મોન્સૂન એક્ટિવિટી ગણી શકાય.

18 મેથી 5 જૂન વચ્ચે અરબી સમુદ્રમાં હવામાનમાં પલટો આવશે. સાથે જ વાવાઝોડું પણ સક્રિય થવાનું અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ચક્રવાત હળવા પ્રકારનું હોય શકે છે. પરંતુ ચક્રવાતના કારણે મે મહિનામાં કેટલાક ભાગોમાં મધ્યમ વરસાદ શકે છે. 15 જૂન આસપાસ કેટલાક ભાગોમાં વરસાદ થવાની શકયતા છે. કેટલાક ભાગોમાં સારો વરસાદ પણ થઈ શકે છે.

આ પણ વાંચો - ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી, જાણો ક્યાં પડશે માવઠું અને ક્યાં પડશે કાળઝાળ ગરમી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, ચોમાસું વહેલું આવે અથવા તો ક્યારેક મોડું પણ આવતું હોય છે. જેની ચોમાસા ઉપર વિપરીત અસર પડતી હોય છે પરંતુ આ વર્ષનું ચોમાસુ 15 જૂનની આસપાસ શરૂ થવાનું અનુમાન છે. શરૂઆતનું ચોમાસુ સારું રહેશે. પરંતુ મેં મહિનામાં આંધીનું પ્રમાણ વધુ રહેશે. જેના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શકયતા છે.

આ પણ વાંચો - કેવડિયા: સ્વાસ્થ્ય શિબિરમાં ઉપસ્થિત રહ્યા આરોગ્ય મંત્રી માડવિયા, જાણો WHOના રિપોર્ટ વિશે શું થઈ ચર્ચા

ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા કોઈપણ ઋતુ શરૂ થાય તેના પહેલા લાંબા ગાળાની આગાહી કરતા હોય છે. ત્યારે દેશમાં ચોમાસાને લઈ પૂર્વાનુમાન જાહેર કર્યું છે.

દેશમાં જૂનથી સપ્ટેમ્બર વચ્ચે 99 ટકા વરસાદ થવાની સંભાવના છે તેમજ 99 ટકાથી 5 ટકા ઓછો અથવા વધુ વરસાદ થવાની શક્યતા વ્યક્ત કરી છે. એટલે કે દેશમાં ચોમાસુ સામાન્ય રહેશે
Published by:Kaushal Pancholi
First published:

Tags: Gujarat monsoon 2022, Gujarat Weather Forecast, Gujarat weather update, ગુજરાત

આગામી સમાચાર