Home /News /gujarat /

ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું- અમે લીગલ કાર્યવાહી કરીશું

ભાજપ પર ગંભીર આક્ષેપ કરતા AAP નેતા ઈસુદાન ગઢવીએ કહ્યું- અમે લીગલ કાર્યવાહી કરીશું

AAP નેતા ઈસુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી

AAPના 5 કોર્પોરેટર ભાજપ (BJP)માં સામેલ થતા આપ નેતા ઈસુદાન ગઢવી (Ishudan Gadhvi)એ પત્રકાર પરિષદ યોજીને ભારતીય જનતા પાર્ટી પર ગંભીર આક્ષેપો કર્યા છે.

    શુક્રવારે સવારે સુરત મ્યુ. કોર્પોરેશન (SMC)માં આમ આદમી પાર્ટીના (AAP) કોર્પોરેટરને ભાજપ (BJP)માં જોડવાનો ખેલ શરૂ થયો હતો. દિવસ આથમે એ પહેલા જ સુરતથી ઝાડુછાપ 5 કોર્પોરેટરોને તાબડતોબ ગાંધીનગર (Gandhinagar) સ્થિત ભાજપ હેડ ક્વોર્ટ્સમાં રજૂ કરીને કેસરી ખેસ પહેરાવ્યાનો નવો ઘટનાક્રમ આકાર પામ્યો હતો. આમ સુરતમાં આમ આદમી પાર્ટી(AAP)માં ભંગાણ થયું છે. ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ (Kamalam) ખાતે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા, પ્રશાંત કોરાટની ઉપસ્થિતિમાં પાંચેય કોર્પોરેટર વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા.

    ત્યાં જ આજે AAPના નેતા ઈસુદાન ગઢવી (Ishudan Gadhvi)એ પત્રકાર પરિષદ યોજીને કહ્યું હતું કે, ભાજપ પેપર ફોડે છે, આઉટસોર્સિંગ કરે છે અને લૂંટફાટ જેવી ઘટના બને છે. અગાઉ ત્રણ કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી. કોર્પોરેટર કેટલાક લાલચમાં આવી ગયા હોઈ શકે છે. અમારા પાંચ કોર્પોરેટર ભાજપમાં જોડાયા છે, તેમને શું લાલચ આપી હશે એ ખબર નથી. અમે આ મુદ્દે લીગલ કાર્યવાહી કરીશું. આજે અમારી લીગલ ટીમ સાથે બેઠક કરીશું.

    આ પણ વાંચો- Surat Crime: સુરતનો ચેતવણીરૂપ કિસ્સો: આયાએ આઠ માસના ભૂલકાને હવામાં ઉછાળ્યો, તમાચા માર્યા, પલંગ પર પટક્યો; હાલત ગંભીર

    ઈસુદાને ADR રિપોર્ટને ટાંકતા એવું પણકહ્યું હતું કે ભાજપ 7 વર્ષમાં 5 હજાર કરોડના ફંડ પર પહોંચી ગયું છે. દેશમાં ભાજપ પાસે સૌથી વધુ ફંડ છે. ભાજપ પૈસાની રાજનીતિ કરી રહ્યું છે પણ આગામી સમયમાં ભાજપમાં જ ભડકો થશે. અમે ડરવાના નથી.

    આ પણ વાંચો- Kishan Bharwad Murder case: સુરતમાં ધંધુકા જેવો કિસ્સો, વિધર્મી યુવકોએ આપી જાનથી મારી નાખવાની ધમકી

    જણાવી દઇએ કે, આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઈટાલિયાએ પણ ભાજપ પર ગંભીર આક્ષેપો કરતાં જણાવ્યું હતું કે, પૈસાની લાલચથી કોર્પોરેટરો ભાજપમાં જોડાયાં છે. વિપુલ મોવલિયા ભ્રમિત કરીને કોર્પોરેટરોને ભાજપમાં લઈ ગયો છે. કોર્પોરેટરો પર દબાણ કરવામાં આવતું હતું. ગુજરાત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના બે મળતીયાઓએ આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોને પૈસા આપ્યાં છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: AAP Gujarat, Ishudan Gadhvi, Surat news

    આગામી સમાચાર