Home /News /gujarat /

31 ઓક્ટોબર સુધી નર્મદા કેનાલમાં પાણી છોડાશે, બાકી ભલે'ને તરસે ગુજરાત !

31 ઓક્ટોબર સુધી નર્મદા કેનાલમાં પાણી છોડાશે, બાકી ભલે'ને તરસે ગુજરાત !

નીતિનભાઈ સાફ વાત કરી હોત તો ગમ્યું હોત કે આ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું ગતકડું આવ્યું છે, એટલે બધું સારું લગાડવા અમે એવું કરી રહ્યા છીએ. આમ ખેડૂતોના ખભે શા માટે બંદૂક મુકો છો ?

નીતિનભાઈ સાફ વાત કરી હોત તો ગમ્યું હોત કે આ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું ગતકડું આવ્યું છે, એટલે બધું સારું લગાડવા અમે એવું કરી રહ્યા છીએ. આમ ખેડૂતોના ખભે શા માટે બંદૂક મુકો છો ?

  ન્યૂઝ18 ગુજરાતી :

  ....આ સાલું જબરું, નહિ? રાજ્યના ડેમો-તળાવો અને નદીઓ ડૂકી ગઈ છે, લગભગ ખાલી છે. એકતરફ સરકાર ખુદ સંખ્યાબંધ સ્થળોને ‘અછતગ્રસ્ત’ જાહેર કરી રહી છે અને બીજી તરફ આ સરકારના જ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ એવી જાહેરાત કરે છે કે, આવતીકાલથી એટલ કે 27 ઓક્ટોબરથી 31ઓક્ટોબર સુધી નર્મદા કેનાલમાં પાણી છોડવામાં આવશે !

  વાહ, આ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' માં બધું સારું-સારું દેખાડવાના ભાગરૂપે જ ને ! નીતિનભાઈ ઉમેરે છે કે, ‘હાલમાં 6000 ક્યુસેક પાણી નર્મદા બંધમાંથી છોડાશે. આવતીકાલથી કુલ 12000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. હાલમાં નર્મદા બંધમાં પાણીનું લેવલ 197.28 મીટર છે અને પાણીની આવક 21000 ક્યુસેક છે. તમામ મુખ્ય અને માઈનોર કેનાલમાં 12000 ક્યુસેક પાણી છોડાશે. વળી, પાંચ  દિવસ સુધી વધુ પાણી આપવામાં આવશે."

  નીતિનભાઈના કહેવા પ્રમાણે આ નિર્ણય ખેડૂતોનો પાક બચાવવા અને ખેડૂતો અને ધારાસભ્યો દ્વારા મળેલી રજુઆતને પગલે લેવામાં આવ્યો છે.

  મૂર્ખ બનાવવાના ધંધા છે, આ બધા ! ખેડૂતોનો શિયાળુ પાક જ્યાં-જ્યાં ‘બચ્યો’ હશે ત્યાં-ત્યાં હવે લણણીની શરૂઆત થઇ ગઈ છે. સાદા શબ્દોમાં ખેતીની આ 'મોસમ' હવે પુરી થઇ જવા આવી છે. એટલે આ પાંચ દિવસમાં ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. હા, સરકાર ખેડૂતોના નામે તેનો 'સ્વાર્થ' સાધી શકે છે.

  નીતિનભાઈ સાફ વાત કરી હોત તો ગમ્યું હોત કે આ 'સ્ટેચ્યુ ઓફ યુનિટી' નું ગતકડું આવ્યું છે, એટલે બધું સારું લગાડવા અમે એવું કરી રહ્યા છીએ. આમ ખેડૂતોના ખભે શા માટે બંદૂક મુકો છો ?

  આ અંગે કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ તીખી પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, " ભાજપ પાણીનો રાજકીય ઉપયોગ ન કરે. વડાપ્રધાનના આગમનના પગલે પાણી છોડાઈ રહ્યું છે. આ પાણી માટે વડાપ્રધાનની પેઢીએ પૈસા નથી આપ્યા.રાજકીય દુરુપયોગનું દુસ્સાહસ ન કરો. હા, જરૂર હોય તો 5 નહીં 10 દિવસ પાણી આપો. આ પૂર્વે  ડેમના ઉદ્ઘાટન વખતે પણ પાણી વેડફવામાં આવ્યું હતું જેની સજા આજે પણ ગુજરાત ભોગવી રહ્યું છે'
  Published by:sanjay kachot
  First published:

  Tags: Narmada, Statue of unity, કેનાલ, ગુજરાત કોંગ્રેસ, પાણી`, પીએમ, મોદી

  આગામી સમાચાર