Home /News /gujarat /મિશન યૂપી પહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓને રાહુલ મંત્ર, પીએમ મોદી નિશાને પર
મિશન યૂપી પહેલા કોંગ્રેસ કાર્યકર્તાઓને રાહુલ મંત્ર, પીએમ મોદી નિશાને પર
#મિશન યૂપીમાં જોતરાયેલા રાહુલ ગાંધીએ શુક્રવારે કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. લખનૌમાં રાહુલે કહ્યું કે, કોંગ્રેસ કાર્યકર્તાઓ બીએસપી, એસપી, આરએસએસના કાર્યકર્તાઓની જેમ જુઠની રાજનીતિ નથી કરતા. તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ કાર્યકર્તા એક સાથે ઉભા થઇ જાય તો એમની સામે કોઇ ઉભુ રહી શકે એમ નથી.

લખનૌ #મિશન યૂપીમાં જોતરાયેલા રાહુલ ગાંધીએ શુક્રવારે કોંગ્રેસ કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. લખનૌમાં રાહુલે કહ્યું કે, કોંગ્રેસ કાર્યકર્તાઓ બીએસપી, એસપી, આરએસએસના કાર્યકર્તાઓની જેમ જુઠની રાજનીતિ નથી કરતા. તેમણે કહ્યું કે, જો કોંગ્રેસ કાર્યકર્તા એક સાથે ઉભા થઇ જાય તો એમની સામે કોઇ ઉભુ રહી શકે એમ નથી.
શીલ દિક્ષિતને મુખ્યમંત્રી ઉમેદવાર બનાવવા અંગે રાહુલ ગાંધીએ કહ્યું કે, અમે ઇચ્છીએ છીએ કે વધુને વધુ મહિલાઓ ચૂંટણી લડે અને રાજનીતિમાં આવે એટલા માટે અમે શીલા દિક્ષિતને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર કર્યા છે. તેમણે કહ્યું કે કેટલીક પાર્ટીઓ પૈસાના આધારે ટિકિટ વહેંચે છે. અમે વધુને વધુ યુવાનોને ચૂંટણી લડાવવા ઇચ્છીએ છીએ.
રાહુલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, મોદીજીએ બુલેટ ટ્રેન ચલાવવાનું વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, બુલેટ ટ્રેનમાં ટિકિટની કિંમત 10-15 હજારથી ઓછી નહીં હોય. રાહુલે પુછ્યું કે એમાં કોણ જશે? નરેન્દ્ર મોદી અને એમના શૂટ બૂટવાળા દોસ્ત.
સંસદમાં એક દિવસ પહેલાં મોંઘવારીને લઇને સરકારને ભીંસમાં લેનાર રાહુલ ગાંધીએ કહ્યું કે, મોદીજીએ પહેલા ખેડૂતોથી જમીનો છીનવી અને હવે દાળ રોટી છીનવી રહ્યા છે. દાળના ભાવ ક્યારે ઓછા થશે એ તારીખ તો આપો.