અમદાવાદ મહાનગર પાલિકાએ જમીનમાં પાણીના ભુગર્ભ તળ ઉંચા આવે તે માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ટાઉન પ્લાનિગ કમિટીએ નિર્ણય કર્યો છે કે, શહેરમાં બનેલી બિલ્ડીગ અને સોસાયટીમાં રહેલા વોટર હાર્વેસ્ટિંગ વેલની ચકાસણી દર વર્ષે કરાશે.
એએસમી ટીપી કમિટી ચેરમેન દેવાંગ દાણી જણાવ્યુ હતું કે, મોટી સોસાયટી કે બિલ્ડીગો જીડીસીઆરમા નિયમનું પાલન કરતા નથી તે વસ્તુઓ એએસમી સામે આવી છે . જીડીસીઆરના નિયમ મુજબ નવી ઇમારતોમાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવાનો નિયમ છે . પરંતુ તેનો અમલ યોગ્ય થતો નથી . તેથી હવે એએસમી વોટર વિભાગ ચોમસા પહેલ સોસાયટી અને બિલ્ડીગમા ચેકીંગ હાથ ધરશે . જે સોસાયટી કે બિલ્ડીગમા આ પદ્ધતિ નહી હોય તે એકમ સામે કાર્યવાહી કરાશે.
વધુ ટીપી ચેરમેન દાણીએ જણાવ્યુ હતુ કે, શહેરના પાણીના ભુગર્ભ તળ ઉંચા આવે તે માટે આ જોગવાઇ જીડીસીઆરમા કરવામાં આવી છે. નવી ઇમારતોનાં વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ લાગુ કરવામાં આવે. સોસાયટીમાં એક કુવો બનાવવા પણ આવે જે કુવા મારફતે વરસાદી પાણી જમીનમાં ઉતરે અથવા તો જો વરસાદી પાણી સંગ્રહનો ટાંકો બનાવ્યો હોય તો ત્યા તેની બચત થાય અને તે પાણીનો વર્ષ દરમિયાન સોસાયટી સભ્યો ઉપયોગ કરી શકે છે .
એએમસી ટીપી કમિટીમાં અન્ય વધુ એક નિર્ણય કરાયો હતો . આ અંગે માહિતી આપતા ટિપી કમિટી ચેરમેન દેવાગ દાણી જણાવ્યુ હતુ કે હવે નવા ટીપીના તમામ રોડ ઓછામાં ઓછા ૧૨ મીટર પહોળા રહેશે . રોડ પહોળા થતા બિલ્ડરોને હાઇરાઇઝનો વધુ લાભ મળશે. અમદાવાદમા ભવિષ્યની વસ્તીને ધ્યાનમાં રાખી અને વધા રહેલા વાહનો આધારે હવે રસ્તાઓ પહોળા કરવા જરૂરિ છે . હવે રસ્તા પહોળા થશે તો જીડીસીઆરના નિયમ પ્રમાણે જ્યા ૧૨ મિટરના રસ્તા પર પણ બિલ્ડરને ૧૦ માળની બિલ્ડીગ બનાવવા માટેની મંજૂરી સરળ બનશે
આ સાથે વધુ એક નિર્ણય એએમસી દ્વારા લેવાયો છે . કોરોના પગલે રસી માટે અનામત રખાયેલા ૧૨ થી વધુ હોલ બપોર બાદ ભાડે રાખી શકાશે . સવારે વેકિસન કામગીરી ચાલશે . પરંતુ બપોર બાદ હોલ કે કોમ્યુનિટી હોલ ભાડે મળશે. આ હોલ માટે જાહેર હરાજીના બદલે સ્થાનિક ઝોન કક્ષાએ ફાળવણી કરી શકાશે