'સુજલામ સુફલામ' જળસંચય અભિયાન પંચમહાલમાં સફળ નહિ જ થાય: ભાજપી સાંસદ પ્રભાતસિંહ

News18 Gujarati
Updated: May 31, 2018, 5:30 PM IST
'સુજલામ સુફલામ' જળસંચય અભિયાન પંચમહાલમાં સફળ નહિ જ થાય: ભાજપી સાંસદ પ્રભાતસિંહ

  • Share this:
પંચમહાલ ના સાંસદ પ્રભાત સિંહ ચૌહાણ છેલ્લા કેટલાક સમય થી ભાજપના સાંસદ સભ્ય હોવા છતાં બગાવતી વર્તણુક અને ભાષણો કરી રહ્યા છે. સરકારના કોઈ પણ નિર્ણય કે યોજના ને પ્રોત્સાહિત કરવા જગ્યા એ તેની ટીકાઓ કરવા માંડ્યા છે. આજરોજ તેમણે 'સુજલામ સુફલામ' યોજના હેઠળ સરકાર દ્વારા લાગુ કરાયેલી જળ સંચય યોજનાની સફળતા પર પ્રશ્ન ચિન્હ લગાવ્યું હતું

જળસંચય અભિયાનના સમાપન સમારોહમાં હાલોલના વડા તળાવ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં આજે પ્રભાત સિંહ ચૌહાણએ જળ સંચય અભિયાન પંચમહાલમાં તો સફળ નહિ જ થાય તેવું ખોંખારીને કહ્યું હતું। તેમને ઉમેર્યું હતું કે, જિલ્લાની નદીઓમાં રેતીનું મોટા પાયે ગેરકાયદે ખનન થાય છે જેના થી પાણીના સ્તર નીચે ઉતરી જાય છે. આ પરિસ્થિતિમાં ગમે એટલા ચેક ડેમ બનાવો પણ પાણી ન સ્તર ઉંચા નહિ જ આવે.

આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે, જંગલોમાંથી ગેરકાયદે વૃક્ષછેદન ચાલી રહ્યું છે તેને રોકવા અનેક વાર રજુઆત જિલ્લાના અધિકારીઓને કરી પણ કોઈ અધિકારી કાર્યવાહી કરતા જ નથી. પ્રભાતસિંહે લાકડા અને રેતીની ચોરી મામલે મોડસઓપરેન્ડી પણ જાહેર કરી હતી જેમાં વાહનો નંબર પ્લેટ વગર ના હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.

સત્તાધારી ભાજપના જ સાંસદ હોવા છતાં જિલ્લાના અધિકારીઓ પોતાનું સાંભળતા નથી આ વાત હાલ જિલ્લા માં કેવી સ્થિતિ માં વહીવટી તંત્ર કામ કરી રહ્યું છે એ બતાવે છે. આ સ્થિતિને સાંસદની સંવેદના કહીએ કે રાજકીય બોલ એ તો પ્રભાતસિંહ જ જાણે પણ સામાન્ય માણસની શુ સ્થિતિ હશે તેનો કયાસ તો આ બાબત પરથી લગાવી જ શકાય !

આ મામલે ન્યૂઝ18 ગુજરાતી દ્વારા ગણપત વસાવા, મંત્રીશ્રી વન-પર્યાવરણનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે, આ અભિયાનથી પાણી નો સંગ્રહ થશે અને ભવિષ્યમાં દુષ્કાળ નહિ પડે. જયારે એ.કે.સિંગ નામના ખાણ અને ખનીજ વિભાગના અધિકારીએ જણાવ્યું કે, અમે ટીમો બનાવી કાર્યવાહી કરીશું અને રેતી ખનન કરનાર સામે કડક પગલાં ભરીશું।

મુદ્દે, વાત અહીં પુરી થઇ. પ્રભાતસિંહ ભલભલાની પીપુડી તમારા પક્ષમાં નથી વાગતી તો તમારી તો ક્યાંથી વાગે?
First published: May 31, 2018, 5:30 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading