Home /News /gujarat /

PGમાં રહેતી છોકરીઓ ચેતી જજો, કેમેરો તમને જોઈ તો નથી રહ્યો ને?

PGમાં રહેતી છોકરીઓ ચેતી જજો, કેમેરો તમને જોઈ તો નથી રહ્યો ને?

    જો તમે યુવતી છો અને પીજીમાં રહી રહ્યાં છો, તો ચેતી જજો. ક્યાંક મકાન માલિક જ તમારું ચરિત્ર હરણ ન કરી નાંખે. જી હા અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં પીજીમાં રહેતી યુવતીને ચેતવતો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ટોરેન્ટ પાવરમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા એક શખ્સએ પીજીમાં રહેતી યુવતીના બાથરૂમમાં સ્પાય કેમરો ગોઠવ્યો. જો કે યુવતીની સર્તકર્તાએ આ શખ્સની પોલને ખુલ્લી પાડી દીધી અને સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોચ્યો.

    શહેરના ચાંદખેડા વિસ્તારમાં લોકોને શરમમાં મુકી દે તેવી કરતુત 56 વર્ષના નરાધમએ કરી છે. ચાંદખેડા વિસ્તારમાં આવેલ અશોક વિહારમાં રહેતા અને ટોરેન્ટ પાવરમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા રમેશ ગોસાઇ મકાન ભાડે રાખીને પીજીમાં યુવક યુવતીઓને આપતો હતો. જો કે રમેશ ગોસાઇની કરતુતોએ પોલીસને પણ ચોંકાવી દીધી છે. આરોપી રમેશ ગોસાઇએ પીજીમાં રહેતી બે યુવતીના બાથરૂમમાં સ્યાપ કેમેરો ગોઠવ્યો, અને યુવતીઓના અશ્લિલ વીડિયો જોવાના સપના જોયા. જો કે યુવતીની સતર્કતાએ નરાધમ રમેશ ગોસાઇના સપના પર પાણી ફેરવી દીધું. યુવતી જ્યારે તેના બાથરૂમમાં હાથ પગ ધોવા માટે જાય છે, ત્યારે તેની નજર સીધી જ કેમેરા પર પડે છે, અને તરત જ કેમેરો લઇને પહોંચી ગઇ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં.



    ચાંદખેડા પો.સ્ટે. પીઆઇ એ.સી.પટેલે જણાવ્યું કે, યુવતી જ્યારે સવારમાં બાથરૂમમાં હાથપગ ધોવા માટે ગઇ તે સમયે તેણે આ સ્પાય કેમ જોયો અને પોલીસ સ્ટેશન આવતા ફરિયાદ લઇ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસએ સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમા રાખીને આરોપી રમેશ ગોસાઇ વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી છે. પોલીસનું કહેવું છે કે આ રૂમમાં બે યુવતીઓ પીજી તરીકે રહે છે. જોકે બાથરૂમની એક પાઇપમાંથી પાણી લીકેજ થઇ રહ્યું હોવાથી યુવતીઓએ મકાન માલિકને તેની જાણ કરી હતી. જેથી ગઇકાલે સવારે નવા વાગ્યાની આસપાસ મકાન માલિક યુવતીઓના ઘરે આવ્યા હતાં, અને તે દરમિયાન જ તેણે આ કેમેરો લગાવ્યા હોય તેવી આશંકા રહેલી છે.

    રમેશ ગોસાઇ છેલ્લા કેટલાય વર્ષથી અહી રહે છે, અને તેના જ મકાનની આસપાસમાં ચાર જેટલા મકાનો ભાડે રાખીને તે યુવક યુવતીઓને પીજી માટે આપે છે. પોલીસને આ કેમેરામાંથી એક ચીપ્સ પણ મળી આવી છે, પરંતુ આ ચીપ્સમાંથી કાંઇ વાંધાજનક ન મળ્યું હોવાનું પોલીસનું કહેવુ છે. હાલમાં પોલીસએ આરોપી રમેશ ગોસાઇની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Does not, Girls, PG, Watch, કેમેરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन