ટ્રસ્ટીઓના વિરોધ વચ્ચે વીએસ હોસ્પિટલનું 201.6 કરોડનું બજેટ મંજૂર

News18 Gujarati
Updated: January 28, 2020, 8:06 PM IST
ટ્રસ્ટીઓના વિરોધ વચ્ચે વીએસ હોસ્પિટલનું 201.6 કરોડનું બજેટ મંજૂર
ટ્રસ્ટીઓના વિરોધ વચ્ચે વીએસ હોસ્પિટલનું 201.6 કરોડનું બજેટ મંજૂર

એએમટીએસનું વર્ષ 2020-21નું 498 કરોડનું બજેટ મંજૂર કર્યુ

  • Share this:
અમદાવાદ : અમદાવાદ સ્થિત શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલનું વર્ષ 2020-21નું 201.6 કરોડનું બજેટ મંજુર કરાયુ છે. હોસ્પિટલની સેવાઓ ઘટી હતી અને બજેટમાં 45 લાખનો વધારો સુચવામાં આવ્યો છે. સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા રજૂ કરાયેલ બજેટમાં સત્તામંડળ તરફથી એસ્ટાબ્લીશન ખર્ચ ઘટતા 20 કરોડા નવા સાધન સામગ્રી ખરીદવા પ્રસ્તાવ મુકાયો છે.

હોસ્પિટલના ચેરમેન અને મેયર બિજલ પટેલે મીડિયા સમક્ષ વાતચીત કરતા કહ્યુ હતું કે 20 એસ્ટાબ્લીશન ખર્ચમાં ઘટાડો થતા 20 કરોડના ખર્ચે નવા સાધન હોસ્પિટલ માટે ખરીદાશે. રૂપિયા 50 લાખના ખર્ચે નવુ ઇકો મશીન અને સોનોગ્રાફી મશીન ખરીદાશે. 7 કરોડના ખર્ચે હોસ્પિટલના હેરિટેજ મકાનનું રીટ્રોફીટીંગ અને સમાર કામ કરાશે. સરકાર તરફથી 20 કરોડની ગ્રાન્ટ અને દર્દીઓ તરફથી 33 કરોડની આવકનો અંદાજ છે. પોસ્ટમોર્ટમ વિભાગ અને કોલ્ડ સ્ટોરેજન અદ્યતન બનાવામાં આવશે.. સિટી સ્કેન મશીન અને મેડિકલ સાધન વસાવામાં આવશે.

આ પણ વાંચો - પૂર્વ મહિલા ક્રિકેટર સંસાર છોડીને સંયમના માર્ગે, અમદાવાદમાં બુધવારે દીક્ષા ગ્રહણ કરશે

હોસ્પિટલના ટ્રસ્ટી રૂપાબહેન ચિનાઇએ ભાજપ સત્તામંડળ સામે પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. ચિનાઇનો ગંભીર આરોપ ભાજપ સત્તામંડળ પર લગાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે આજે વી એસ હોસ્પિટલમાં બજેટ ખોટુ છે. હોસ્પિટલમાં દર્દીઓની સખ્યા ઘટી રહી છે. વોર્ડ બંધ થવાની હાલતમાં છે. 80 થી 90 વર્ષ પહેલા શરૂ થયેલી આ હોસ્પિટલ એક સમયે દર્દીઓથી ઉભરાતી હતી પરંતુ ભાજપના વહીવટના કારણે હોસ્પિટલ આજે ભુત બંગલા જેવી લાગે છે. મોટા ડોક્ટરને નવી એસ વી પી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેથી અહી વોર્ડમાં ડોક્ટરની કમી જોવા મળી છે.ઉલ્લેખનીય છે કે સરદાર વલ્લભાઇ પટેલ દ્વારા આ હોસ્પિટલનો પાયો નાખવામાં આવ્યો હતો પરંતુ આજે આ હોસ્પિટલ સત્તાધીશો અને ટ્રસ્ટીઓ વચ્ચે વિવાદનું એક મોટું પ્લેટફોર્મ બની ગયુ છે.AMTSના ભાડામાં કોઇ વધારો નહીં

અમદાવાદ શહેરની એક સમયની શાન ગણાતી લાલ બસ એટલે કે એએમટીએસનું વર્ષ 2020-21નું સત્તાધીશોએ 498 કરોડનું બજેટ મંજૂર કર્યુ હતું. ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા 498 કરોડના બજેટમાં કેપિટલ ખર્ચમાં 5 કરોડના વધારા સાથે બજેટ રજૂ કરાયુ હતું. એએમટીએસના ભાડામાં કોઇ પણ પ્રકારનો નવો ભાવ વધારો સુચવામાં આવ્યો ન હતો.

એએમટીએસ ચેરમેન અતુલ ભાવસારે પત્રકાર પરિષદમાં માહિતી આપતા કહ્યું હતું કે ચાલુ વર્ષે ભાડામાં કોઇ પણ પ્રકારનો ભાવ વધારો સુચવામાં આવ્યો નથી. પરંતુ એએમટીએસનો સારો વહીવટ ચાલે તે માટે કાયમી ટ્રાન્સપોર્ટ મેનેજરની ભરતી કરવા ઠરાવ અહી કરવામાં આવ્યો હતો. બીઆરટીએસ રુટની સમાન એએમટીએસ બસ ઓછા ભાડામાં પ્રવાસીઓને મળી રહે તે માટે આયોજન બજેટમાં કરાયુ છે.

વર્ષ 1947માં 112 બસો અને 38 રૂટો સાથે શરૂ થયેલી એએમટીએસ સેવા વ્યાપ વધીને આજે 700 બસો અને 150 ઓપરેશનલ રૂટ સુધી પહોચ્યો છે. દરરોજ 5.50 લાખ શહેરીજનો આ સેવાનો લાભ લે છે. હાલ 100 બસ એએમટીએસની અને 700 બસ પ્રાઇવટ દ્વારા રસ્તાઓ પર દોડવામાં આવી રહી છે.
First published: January 28, 2020
વધુ વાંચો
अगली ख़बर