Home /News /gujarat /89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, 19 જિલ્લામાં સરેરાશ 68% મતદાન

89 બેઠક માટે પ્રથમ તબક્કાનું મતદાન પૂર્ણ, 19 જિલ્લામાં સરેરાશ 68% મતદાન

પ્રથમ તબક્કામાં કુલ 977 ઉમેદવારોનું ભાવી ઈવીએમ મશીનમાં બંધ થઈ જશે. 977 ઉમેદવારમાંથી 57 મહિલાઓનો સમાવેશ થાય છે.

પ્રથમ તબક્કામાં કુલ 977 ઉમેદવારોનું ભાવી ઈવીએમ મશીનમાં બંધ થઈ જશે. 977 ઉમેદવારમાંથી 57 મહિલાઓનો સમાવેશ થાય છે.

અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે શનિવારે મતદાન યોજાયું હતું. પ્રાથમિક વિગત પ્રમાણે 19 જિલ્લા પર યોજાયેલા મતદાનમાં સરેરાશ 68%થી વધારે મતદાન થયું હતું. 89 બેઠકો પર મતદારોએ ઉમળકાભેર મતદાન કર્યું. હાલ તો ભાજપ કોંગ્રેસના નેતાઓના ભવિષ્ય ઈવીએમમાં સીલ થઇ ગયા છે. શું પરિણામ આવશે એ તો 18 ડિસેમ્બરે જ ખબર પડશે. જોકે, એ પહેલા જ ભાજપ અને કોંગ્રેસ બંને જીતના દાવા કરી રહ્યા છે.

પ્રથમ તબક્કામાં કુલ 977 ઉમેદવારોનું ભાવી ઈવીએમ મશીનમાં બંધ થઈ ગયું હતું. 977 ઉમેદવારમાંથી 57 મહિલાઓનો પણ સમાવેશ થાય છે. આ માટે કુલ 24,689 પોલંગ સ્ટેશન્સ બનાવવામાં આવ્યા હતા. પ્રથમ તબક્કામાં કુલ 2.12 કરોડ મતદાતાઓ હતા.

વિવિધ જિલ્લાના મતદાનના આંકડા

કચ્છ---------63%
કચ્છ---------63%
પોરબંદર-----60%
અમરેલી-----67%
જામનગર----65%
ભાવનગર----62%
જૂનાગઢ------65%
સુરેન્દ્રનગર---65%
રાજકોટ------70%
ડાંગ --------70%
સુરત--------70%
વલસાડ----- 70%
ભરુચ------- 71%
નવસારી---- 75%
તાપી------- 73%
નર્મદા------ 73%
મોરબી----- 75%
દ્વારકા----- 63%
બોટાદ----- 60%
ગીર સોમનાથ--70%

કયા વર્ગના કેટલા મતદારો?

18થી 25 વર્ષની વયના મતદારો- 35.29 લાખ
26થી 40 વર્ષની વયના મતદારો- 78.69 લાખ
41થી 60 વર્ષની વયના મતદારો- 70.32 લાખ
60 વર્ષની ઉપરના મતદારો- 28.02 લાખ

વિધાનસભા બેઠકોનું જાણવા જેવું

સૌથી મોટી વિધાનસભા- કામરેજ
સૌથી નાની વિધાનસભા - સુરત ઉત્તર
સૌથી વધુ ઉમેદવાર- જામનગર ગ્રામ્ય, 27 ઉમેદવાર
સૌથી ઓછા ઉમેદવાર- ઝઘડિયા અને ગણદેવી, 3-3 ઉમેદવાર
First published:

Tags: Assembly election 2017, Gujarat assembly election 2017, Gujarat assembly polls 2017, Gujarat Election 2017, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2017

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन