Home /News /gujarat /

સીરિયા અંગે એલાન કરીને પુતિને દુનિયાને ચોંકાવ્યા

સીરિયા અંગે એલાન કરીને પુતિને દુનિયાને ચોંકાવ્યા

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે એક એલાન કર્યું કે, રશિયાના સૈનિકો ના 'મુખ્ય ભાગ' ને સીરિયા થી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પુતિને પોતાના આ પગલાથી દુનિયાને ચોંકાવી દીધું છે. પુતિને પોતાના ડિપ્લોમેટ્સ ને યૂએનની મધ્યસ્થતા વારી વાતચીતની પ્રક્રિયાને ફરી શરૂ કરવા માટે કહ્યું છે.

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે એક એલાન કર્યું કે, રશિયાના સૈનિકો ના 'મુખ્ય ભાગ' ને સીરિયા થી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પુતિને પોતાના આ પગલાથી દુનિયાને ચોંકાવી દીધું છે. પુતિને પોતાના ડિપ્લોમેટ્સ ને યૂએનની મધ્યસ્થતા વારી વાતચીતની પ્રક્રિયાને ફરી શરૂ કરવા માટે કહ્યું છે.

વધુ જુઓ ...
  • IBN7
  • Last Updated :
વોશિંગટન# રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને સોમવારે એક એલાન કર્યું કે, રશિયાના સૈનિકો ના 'મુખ્ય ભાગ' ને સીરિયા થી હટાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. પુતિને પોતાના આ પગલાથી દુનિયાને ચોંકાવી દીધું છે. પુતિને પોતાના ડિપ્લોમેટ્સ ને યૂએનની મધ્યસ્થતા વારી વાતચીતની પ્રક્રિયાને ફરી શરૂ કરવા માટે કહ્યું છે.

સીરિયાએ આ મામલામાં રૂરશિયાની સાથે કોઇપણ પ્રકારના ટકરાવની વાત પર ઇનકાર કર્યો છે. ઉલ્લેખનીય છે કે, રશિયાસીરિયાઇ રાષ્ટ્રપતિ બશર અલ અસદના પ્રમુખ સમર્થક છે. રાષ્ટ્રપતિ અસદ ના કાર્યલયે પણ એક નિવેદન માં કહ્યું કે, રાષ્ટ્રપતિ અસદ પણ રશિયાના આ પગલાથી સહમત છે. કહેવાય છે કે, રાષ્ટ્રપતિ બશર અલ અસદે પુતિન સાથે ફોન પર વાત કરી રશિયાના સૈનિકોની સંખ્યામાં કપાત અંગે સહમતી દર્શાવી છે.

ઉલ્લેખનીય છે કે, સીરિયા માં ગત પાંચ વર્ષોથી ચાલી રહેલ નાગરિક યુદ્ધમાં 26 ફેબ્રુઆરીએ પ્રથમ વાર સંઘર્ષ વિરામ લાગૂ કરવામાં આવ્યો છે. જેના બાદ સંઘર્ષના મુખ્ય વિસ્તારોમાં ગોળીબારો બંધ છે.

તો, અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને પણ સીરિયામાં રશિયાની સેનાને પરત લેવા અંગેના આયોજન પર ચર્ચા કરી છે. વ્હાઇટ હાઉસે એક નિવેદન માં કહ્યું કે, 'તેઓએ સીરિયા માંથી રશિયાના સૈનિકોની આંશિક રિર્ટન અંગેની રાષ્ટ્રપતિ પુતિનની ઘોષણા અને સંઘર્ષ વિરામને સમગ્ર રૂપમાં લાગૂ કરવા માટે આવશ્યક પગલાઓ પર આજે ચર્ચા કરી છે.' જેનાથી પૂર્વ અમેરિકન અધિકારીઓએ 'સીરિયાના અરબ ગણરાજ્ય થી રશિયાના સૈન્ય ટુકડિયોના મુખ્ય ભાગ' પરત આવવાનું શરૂ કરવાના પુતિન ના આદેશના સાવધ પ્રારંભિક મૂલ્યાંકન નો પ્રસ્તાવ મુક્યો હતો.

પશ્ચિમી ડિપ્લોમેટ આશંકા વ્યક્ત કરી રહ્યાં છે કે, પુતિને અસદ પર યુદ્ધના રાજકીય સમાધાનને સ્વીકાર કરવાનું દબાણ કર્યું હશે. સીરિયા ના નાગરિક યુદ્ધમાં અત્યાર સુધી અઢી લાખથી પણ વધુ લોકો માર્યા ગયા છે.

પુતિનનું નિવેદન તે સમયે આવ્યું, જ્યારે જિનેવા માં સીરિયા ના પાંચ વર્ષ લાંબા ગૃહ યુદ્ધને સમાપ્ત કરવા માટે શાંતિ વાર્તા અંગે તાજેતરમાં બેઠક ચાલી રહી છે. તેઓએ એ પણ કહ્યું કે, સીરિયા માં રશિયા હસ્તક્ષેપનો જે હેતું હતો, તેને ઘણી હદ સુધી સિદ્ધ કરી લેવામાં આવ્યું છે.

જોકે, રાષ્ટ્રપતિ પુતિન આ વાતને લઇને સ્પષ્ટ છે કે, સીરિયા માં રશિયાનું એક એર સ્ટેશન અને એક નૌસેનિક સંચાલન કેન્દ્ર રહેશે. જેનો મતલબ એજ છે કે, રશિયાની સેના પુરી રીતે પરત જશે નહીં.

પુતિને સપ્ટેમ્બરમાં એર એટેક શરૂ કરીને અને મોટા સ્તર પર સેનાની તૈનાતી કરી લાંબા અને સેવેજ યુદ્ધમાં હવાની દિશા સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદના તરફ ફેરવી હતી અને તેમની સત્તાને ધ્વંસ કરવાથી બચાવી લેવામાં આવી હતી. હાલમાં શરૂ કરવામાં આવેલ 'સંઘર્ષ વિરામ' નું વારંવાર ઉલ્લંઘન કરવામાં આવ્યું છે, પરંતુ ઓબામા એ કહ્યું કે, આનાથી 'હિંસામાં ઘણો ઘટાડો આવ્યો છે.'
First published:

Tags: અમેરિકા, જાહેરાત, દુનિયા, બરાક ઓબામા, રશિયા, રાષ્ટ્રપતિ, વાતચીત, વ્લાદિમીર પુતિન, સીરિયા, સેના

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन