Home /News /gujarat /

MLAની ઓફિસમાં તોડફોડ કેસઃ જજે હાર્દિકની અરજી 'નોટ બીફોર મી' કરી

MLAની ઓફિસમાં તોડફોડ કેસઃ જજે હાર્દિકની અરજી 'નોટ બીફોર મી' કરી

હાર્દિક પટેલ (ફાઇલ તસવીર)

હાર્દિકે અવરોધ વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે કોર્ટમાં અરજી કરી હતી.

    સંજય જોશી, અમદાવાદ : વિસનગર એમએલએની ઓફિસમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલે વિસનગર કોર્ટના આદશ સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી. હાર્દિક આગામી લોકસભાની ચૂંટણી લડવા માંગતો હોવાથી તેણે આ અરજી કરી હતી. વિસનગર કેસમાં હાર્દિક પટેલને બે વર્ષની સજા પડી છે. રિપ્રેઝન્ટેશન ઓફ પીપલ્સ એકટ પ્રમાણે જેલની સજા ભોગવી રહેલા વ્યક્તિને ચૂંટણી લડવામાં કાયદાકીય મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. હાર્દિકે અવરોધ વિના લોકસભાની ચૂંટણી લડી શકે તે માટે કોર્ટમાં અરજી કરી હતી. આથી ચૂંટણી લડવામાં કોઈ વિઘ્ન ન આવે તે માટે હાર્દિકે હાઇકોર્ટમાં અરજી કરી હતી. ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ આર.પી. ઢોલરિયાએ હાર્દિકની આ અરજી નોટ બીફોર મી કરી છે. હવે હાર્દિકની અરજી પર 15મી માર્ચે બીજા જજ સુનાવણી શરૂ કરશે.

    હાર્દિક શરતી જામીન પર મુક્ત

    પાટીદાર અનામત આંદોલન દરમિયાન મહેસાણાના વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસમાં કરવામાં આવેલી તોડફોડ મામલે વિસનગર કોર્ટે હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે.પટેલને આ કેસમાં દોષિત જાહેર કર્યા હતા. આ કેસમાં કોર્ટે ત્રણેય આરોપીઓને બે-બે વર્ષની સજા તેમજ રૂ. 50-50 હજારનો દંડ ફટકાર્યો હતો. સજા બાદ કોર્ટે ત્રણેય આરોપીઓને શરતી જામીન પર મુક્ત કર્યા હતા.

    આ પણ વાંચો : હાર્દિકે કોંગ્રેસનો હાથ પકડ્યો પણ આ પ્રતિકનો કોઈએ હાથ ન પકડ્યો!

    હાર્દિક સામે લાગેલી કલમો

    કલમ 120/B કાવતરૂ કરવું, કલમ 435- આગ લાગાવવી, કલમ 427 - જાહેર સંપત્તિને નુકસાન, કલમ 143, 147, 148- રાયોટિંગનો ગુનો

    શું હતો બનાવ?

    23મી જુલાઈ, 2015ના રોજ અનામત આંદોલનને લઈને વિસનગરમાં પાટીદારોની વિશાળ રેલી નીકળી હતી. બાદમાં અનામત આંદોલનકારીઓ સ્થાનિક ધારાસભ્ય ઋષિકેશ પટેલની ઓફિસે આવેદનપત્ર આપવા માટે ગયા હતા. આ સમયે ટોળાએ ધારાસભ્યની ઓફિસે તોડફોડ કરી હતી. આ ઘટનાનું રિપોર્ટિંગ કરી રહેલા ટીવી ચેનલોના કેમેરા પણ તોડી નાખવામાં આવ્યા હતા.

    આ પણ વાંચો : 'પાટીદાર સમાજના 13 યુવકો મર્યા તેનો કેસ હાર્દિક પર કરો એટલે તેને ભાન થાય'

    વાહનોમાં તોડફોડ

    ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ બાદ એકઠા થયેલા ટોળાને વિખેરવા માટે પોલીસ અહીં ટિયરગેસના શેલ છોડ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો. ટોળાએ ધારાસભ્યની ઓફિસ બહાર પાર્ક કરવામાં આવેલા વાહનોમાં પણતોડફોડ કરી હતી. આ સમયે પોલીસે ટોળાને વિખેરવા માટે છ રાઉન્ડ હવામાં ફાયરિંગ કરવાની પણ ફરજ પડી હતી. આ કેસમાં કોર્ટમાં હાજર ન રહેલા હાર્દિક પટેલ અને લાલજી પટેલ સામે કોર્ટે ધરપકડ વોરંટ પણ ઈશ્યૂ કર્યું હતું.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Visnagar, ગુજરાત હાઇકોર્ટ, ધારાસભ્ય, હાર્દિક પટેલ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन