Home /News /gujarat /

એક્સક્લુસિવ: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સગાઇ થઇ નક્કી, ન્યૂ યરના પ્રારંભે કરશે સગાઇ

એક્સક્લુસિવ: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની સગાઇ થઇ નક્કી, ન્યૂ યરના પ્રારંભે કરશે સગાઇ

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એભિનેત્રી અનુષ્કા શર્મા જલ્દીથી પોતાની દોસ્તીને નવું નામ આપવા જઇ રહ્યા છે. નવા વર્ષના પહેલા દિવસે જાણે કે હ્રદયસ્પર્શી ભેટના સ્વરૂપે બંને સગાઇ કરશે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એભિનેત્રી અનુષ્કા શર્મા જલ્દીથી પોતાની દોસ્તીને નવું નામ આપવા જઇ રહ્યા છે. નવા વર્ષના પહેલા દિવસે જાણે કે હ્રદયસ્પર્શી ભેટના સ્વરૂપે બંને સગાઇ કરશે.

  • Pradesh18
  • Last Updated :
ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને બોલીવુડ એભિનેત્રી અનુષ્કા શર્મા જલ્દીથી પોતાની દોસ્તીને નવું નામ આપવા જઇ રહ્યા છે. નવા વર્ષના પહેલા દિવસે જાણે કે હ્રદયસ્પર્શી ભેટના સ્વરૂપે બંને સગાઇ કરશે.

કોહલી અને અનુષ્કાના અંગત સુત્રોએ ઇટીવીને જણાવ્યું કે, બંને વચ્ચે સગાઇને લઇને વાત થઇ ગઇ છે. આ સગાઇ નવા વર્ષે પહેલા દિવસે એટલે કે 1લી જાન્યુઆરીએ ઉત્તરાખંડમાં નરેન્દ્રનગરની હોટલ આનંદામાં થશે.

દિગ્ગજ હસ્તીઓ રહેશે હાજર

આ સગાઇમાં નામચીન હસ્તીઓ હાજર રહેશે અને કેટલાક તો આવવા શરૂ પણ થઇ ગયા છે. બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન, જયા બચ્ચાન, દિગ્ગજ ઉદ્યોગપતિ અનિલ અંબાણી સહિત હસ્તીઓ આ સમારોહમાં ઉપસ્થિત રહેવા માટે દહેરાદૂન આવી પહોંચ્યા છે.

આ ઉપરાંત ઘણા ક્રિકેટરો પણ આ કાર્યક્રમમાં પહોંચવાની સંભાવના છે. અનુષ્કાના પારિવારિક લોકો પહેલેથી જ હોટલમાં હાજર છે. સગાઇ ગુપચુપ રીતે થઇ રહી છે. એવામાં હોટલમાં સગાઇ કાર્યક્રમથી મીડિયાને દુર રાખવામાં આવી રહ્યું છે.

amitabh-bacchanવિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલમાં ઉત્તરાખંડમાં જ છે અહીં રજા માણી રહ્યા છે. વિરાટ કોહલીએ અનુષ્કાને સંતા બની ક્રિસમસની ભેટ આપી હતી. 24 ડિસેમ્બરની સાંજે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા દહેરાદૂનના જૌલીગ્રાન્ટ હવાઇ મથકે આવી પહોંચ્યા હતા અને અહીંથી નરેન્દ્રનગર ચાલ્યા ગયા હતા.

Virat-kohli-anushka-sharma1

અંદાજે દોઢ વર્ષ પહેલા એપ્રિલ 2015માં ચર્ચા ચાલી હતી કે વિરાટ કોહલી ઉત્તરાખંડ પર્યટન વિભાગના એમ્બેસેડર બનશે અને દેશ દુનિયાના પર્યટકોને ઉત્તરાખંડ આવવાનું આમંત્રણ આપશે. ત્યારે એ પણ કહેવાયું હતું કે, પોતાની ગર્લફ્રેન્ડ અનુષ્કા શર્માની ઇચ્છા પુરી કરવા માટે વિરાટે પણ એમ્બેસેડર બનવા માટે હા ભણી હતી.

anushka-sharma

અહીં નોંધનિય છે કે, અનુષ્કાને ઉત્તરાખંડથી ભારે લગાવ છે. જોકે હજુ સુધી એમ્બેસેડરના રૂપમાં વિરાટ કોહલી દેખાયો નથી. એ પછી આ વખતે પહેલી વખત વિરાટ કોહલી ઉત્તરાખંડ આવ્યો છે.
First published:

Tags: અનુષ્કા શર્મા, ગુજરાતી ન્યૂઝ વીડિયો, વિરાટ કોહલી, વિરાટ કોહલી અનુષ્કા શર્મા સગાઇ, સગાઇ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन