વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ વિરમગામમાં થયેલા તોફાનોમાં હાઈકોર્ટે નવ લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખતાં, બે દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી છે અને બાકી સાત આરોપીઓની સજા વધારીને આજીવન કેદ ફટકારી છે.

અમદાવાદ# વર્ષ 2002માં ગોધરાકાંડ બાદ વિરમગામમાં થયેલા તોફાનોમાં હાઈકોર્ટે નવ લોકોને આજીવન કેદની સજા ફટકારી છે. જેમાં હાઈકોર્ટે સેશન્સ કોર્ટના ચુકાદાને યથાવત રાખતાં, બે દોષિતોની આજીવન કેદની સજા યથાવત રાખી છે અને બાકી સાત આરોપીઓની સજા વધારીને આજીવન કેદ ફટકારી છે.
આ ઉપરાંત, એક આરોપી દેવા ભરવાડને નિર્દોષ છોડ્યો છે. હાઈકોર્ટે તમામ સાતેય આરોપીઓને હત્યા અને ગેરકાયદેસર રીતે મંડળી કરવાના ગુન્હામાં દોષિત ઠેરવીને આજીવન કેદ ફટકારી છે.
સુનાવણી દરમિયાન, હાઈકોર્ટમાં અરજદારના વકીલ અને રાજ્ય સરકારની રજૂઆત હતી કે, ઈજા પામનાર મુખ્ય બે સાક્ષીઓની જુબાની અને પુરાવાઓને પણ યોગ્ય રીતે ધ્યાને લેવામાં આવે. કેસની સુનાવણી દરમિયાન, ચાર સાક્ષીઓ હોસ્ટાઈલ થયા છે.
મહત્વનું છે કે, વર્ષ 2011માં નીચલી અદાલતે આ કેસમાં ચુકાદો આપ્યો હતો. જેમાં બે આરોપીઓને નિર્દોષ છોડ્યા હતા, બે આરોપીઓને આજીવન કેદ, એક આરોપીને દસ વર્ષની, ચાર આરોપીઓને પાંચ વર્ષની અને એક આરોપીને ચાર વર્ષની સજા ફટકારી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર