બિલ ચૂકવ્યા વગર કોઈ રેસ્ટોરન્ટ જમવાનું આપે ખરી. તમારો પહેલો અને છેલ્લા જવાબ હશે, ના, આવું કેવી રીતે થઈ શકે. પેટ ભરીને જમવાનું પણ અને બિલ પણ નહિં ભરવાનું.
આ રેસ્ટોરન્ટનું નામ છે સેવા કેફે, જે અમદાવાદમાં આવેલું છે. અહીં તમે પેટ ભરીને જમો એ પણ બિલ પેમેન્ટ કર્યા વગર, કારણ કે તમારૂ લંચ અથવા ડિનર એક ભેટ છે. જે અજાણી વ્યક્તિ તરફથી તમને આપવામાં આવી છે.
છેલ્લા 11 વર્ષથી આ સેવા કેફે આ રીતે કામ કરી રહ્યું છે. એક તરફ દુનિયા પૈસા અને ધંધા પાછળ દોડી રહી છે. ત્યારે માનવ સદન, ગ્રામ શ્રી અને સ્વચ્છ સેવા જેવા એનજીઓ મળીને સેવા કેફે ચલાવી રહ્યાં છે. આ સેવા કેફે ગિફ્ટ ઇકોનમીના મોડલ પર કામ કરી રહ્યું છે.
ગિફ્ટ ઇકોનમીનો મતલબ થાય છે કે ગ્રાહક પોતાની ઇચ્છા અનુસાર પે કરે છે. જેથી બીજા અન્ય ગ્રાહકને ફૂડ સર્વ કરવામાં આવે.
કેફેના સંચાલક જણાવે છે કે આ કેફેને વોલંટિયર્સ મળીને ચલાવે છે. અને આવનાર દરેક લોકોને પ્રેમથી જમવાનું ખવડાવે છે. એટલા માટે સેવા કેફેમાં કોઈ પણ પ્રકારનું બિલ આપવામાં આવતું નથી. પરંતુ ગિફ્ટ ઇકોનમીને આગળ વધારવા પર ભાર આપવામાં આવી રહ્યોં છે.
અહીંયાના વોલંટિયર્સ ખુદને 'મૂવ્ડ બોય લવ' વોલંટિયર કહે છે. અને આ વોલંટિયર્સને સેવા બદલ કેફે તરફથી અલગ અલગ ભેટ મળે છે.
સેવા કેફેમાં પહેલીવાર આવતા લોકો આ મોડલને સમજી શકતા નથી. જેથી પેમેન્ટ નહિં કરવાનું અથવા તો ઓછુ પેમેન્ટ કરવાનું મુડ બનાવી લે છે. પરંતુ કેફેનો માહોલ અને વોલંટિયર્સની લગનને જોઈને વધારે જ પૈસા આપીને જાય છે.
કેફેના એક વોલંટિયર જણાવે છે કે જ્યારે તે પહેલીવાર પોતાના મિત્રો સાથે સેવા કાફેમાં આવી હતી. ત્યારે તેને એવુ વિચાર્યુ હતું કે તે ટેબલ પર ખાલી કવર મુકી દેશે. પરંતુ કેફેના સેવા ભાવને જોઈને ખાલી કવર રાખવાના બદલે વધારે પૈસા રાખીને ચાલી ગઈ હતી.
સેવા કેફે ગુરૂવારથી રવિવાર સાંજે 7થી 10 વાગ્યા સુધી ખુલ્લુ રહે છે. જ્યાં સુધી 50 મહેમાનોને અહીં જમે નહિં ત્યા સુધી આ કેફે ખુલ્લુ રાખવામાં આવે છે.