Home /News /gujarat /

મોદીના નકશે કદમ પર રૂપાણી, 26મી જૂનથી 6 દિવસના ઇઝરાયેલ પ્રવાસે જશે

મોદીના નકશે કદમ પર રૂપાણી, 26મી જૂનથી 6 દિવસના ઇઝરાયેલ પ્રવાસે જશે

મોદી ઇઝરાયેલના પીએમ બેન્ઝામિન નેતન્યાહૂ સાથે, બીજી તસવીરમાં સીએમ રૂપાણી

    ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી 26મી જૂનથી ઇઝરાયેલના પ્રવાસે જઈ રહ્યા છે. રૂપાણી છ દિવસના ઇઝરાયેલના પ્રવાસે જઈ રહ્યા છે. આ પ્રવાસ દરમિયાન ટેક્નોલોજીને લઇને ઇઝરાયેલ અને ગુજરાત સરકાર વચ્ચે અનેક કરારો થશે. રૂપાણી સાથે સરકારી અને બિઝનેસ ડેલિગેશનને પણ ઇઝરાયેલના પ્રવાસે જઈ રહ્યાં છે.

    વાઇબ્રન્ટ પ્રવાસને લઇને પ્રવાસ

    મળતી માહિતી પ્રમાણે અનેક ઇઝરાયેલની કંપની ગુજરાતમાં રોકાણ કરવા માટે ઉત્સુક છે, તેમજ આ વખતે વાઇબ્રન્ટ સમિટમાં ઇઝરાયેલ પાર્ટનર પણ છે. આ કારણે જ રૂપાણી ઇઝરાયેલનો પ્રવાસ કરી રહ્યા છે.

    ઇઝરાયેલના પીએમ લઇ ચુક્યા છે ગુજરાતની મુલાકાત

    નોંધનીય છે કે 17મી જાન્યુઆરીના રોજ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂ ગુજરાતની મુલાકાત લઈ ચુક્યા છે. ભારતના પ્રવાસે આવેલા ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહૂ પીએમ મોદી સાથે ગુજરાતના એક દિવસના પ્રવાસે આવી પહોંચ્યા હતા. અહીં તેમણે આશ્રમની મુલાકાત લીધા હતી. બાદમાં બાવળા ખાતે iCreate સેન્ટરમાં હાજરી આપી હતી.

    નેતન્યાહૂએ ગુજરાતને ગિફ્ટ કરી હતી ખાસ જીપ

    14થી 18મી જાન્યુઆરી સુધીના ભારત પ્રવાસ દરમિયાન ગુજરાતના પ્રવાસે આવી પહોંચેલા ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂએ રાજ્યને એક ખાસ ગિફ્ટ આપી હતી. મોદી-નેતન્યાહૂએ વીડિયો લિંક દ્વારા બનાસકાંઠાના સુઈગામને દરિયાના ખારા પાણીને મીઠા પાણીમાં ફેરવતી ખાસ જીપ ગિફ્ટમાં આપી હતી. આ જીપનું નામ ગૈલ મોબાઈલ વોટર ડીસેલિનિસેશન એન્ડ પ્યૂરિફિકેશન જીપ છે. આ જીપ સી વોટર પ્યોરિફિકેશન ટેક્નોલોજીથી સજ્જ છે. આ જીપ સમુદ્રના પાણીને પીવાલાયક બનાવે છે.

    સેન્ટર ફોર એક્સલન્સ ફોર વેજિટેબલની લીધી હતી મુલાકાત

    ઇઝરાયેલના પીએમ નેતન્યાહૂએ ગુજરાત પ્રવાસ દરમિયાન સાબરકાંઠાના વદરાડની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સેન્ટર ફોર એક્સલન્સ ફોર વેજિટેબલની મુલાકાત કરી હતી. આ સેન્ટર ભારત અને ઇઝરાયેલના કૃષિ ક્ષેત્રના પરસ્પર સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આ સેન્ટર 2000 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે તેમજ તેનાથી આધુનિક ખેતીની જાણકારી મળે છે. આ સેન્ટરનું 12 કરોડના ખર્ચે નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને બાગાયત ખાતાએ નિર્માણ કર્યું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Benjamin Netanyahu, Israel, Vijay Rupani, પીએમ, સીએમ

    આગામી સમાચાર