Home /News /gujarat /

વડોદરા: રાતના અંધારામાં ચપળતાથી દીપડાએ કર્યો સસલાનો શિકાર, Video viral

વડોદરા: રાતના અંધારામાં ચપળતાથી દીપડાએ કર્યો સસલાનો શિકાર, Video viral

વાયરલ વીડિયો

Vadodara Viral video: દીપડો રાતના અંધારામાં રસ્તા પર ચાલી રહ્યો હતો. તેને દૂરથી આવતું સસલું દેખાયું. તેની સાથે જ તે રસ્તા પર નીચે બેસી ગયો.

    વડોદરા: શહેરના (Vadodara viral video) સોશિયલ મીડિયામાં દીપડાનો (leopard viral video) એક વીડિયો ઘણો જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક દીપડો (leopard hunting video) સસલાનો શિકાર કરતો દેખાઇ રહ્યો છે. રાહદારીએ મોબાઈલમાં દીપડાનો વીડિયો રેકોર્ડ કર્યો છે. શિકારની શોધમાં આવેલા દીપડીએ ચપળતાથી સસલાનો શિકાર કર્યો હોવાના દ્રશ્યો હાલ સોશિયલ મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની રહ્યા છે.

    આ વાયરલ વીડિયોમાં દેખાઇ રહ્યુ છે કે, દીપડો રાતના અંધારામાં રસ્તા પર ચાલી રહ્યો હતો. તેને દૂરથી આવતું સસલું દેખાયું. તેની સાથે જ તે રસ્તા પર નીચે બેસી ગયો. જેમ સસલું નજીક આવ્યું કે તરત જ તે દીપડાએ તેની પર હુમલો કરીને દબોચી લીધો.



    નોંધનીય છે કે, થોડા થોડા દિવસે અમરેલી જિલ્લામાં સિંહના અનેક વીડિયો સામે આવે છે. અમરેલી જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી સિંહની સંખ્યામાં વધારો થયો છે. જેના કારણે સિંહ રક્ષિત વિસ્તાર સિવાયના વિસ્તારમાં પણ જોવા મળે છે. આગાઉ અમરેલી જિલ્લાના રસ્તા પરથી પસાર થઈ રહેલા 17 સિંહના ટોળાનો એક વીડિયો વાઈરલ થયો છે. સાથે જ પીપાવાવ પોર્ટની જેટીના રસ્તા પર સિંહ-સિંહણની જોડી દેખાઈ હતી. ત્યારે હવે પીપાવાવ BMS પુલ પર પ્રથમ વખત દીપડો પસાર થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Viral videos, ગુજરાત, વડોદરા સમાચાર

    આગામી સમાચાર