અમદાવાદની નવયુગ સ્કૂલ ઑફ સાયન્સના આચાર્ય ધૂણવા લાગ્યા! વીડિયો વાયરલ થતા આવ્યા સામે
અમદાવાદની નવયુગ સ્કૂલ ઑફ સાયન્સના આચાર્ય ધૂણવા લાગ્યા! વીડિયો વાયરલ થતા આવ્યા સામે
વીડિયોમાં આચાર્ય મુકેશભાઇ પોતે એવું કહી રહ્યા છે કે, હું સિકોતરનો ભુવો છું.
હાલમાં નવયુગ સ્કૂલ ઓફ સાયન્સના ધૂણતા આચાર્યની ગેરવર્તુણકનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું કે નવયુગ સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય મુકેશભાઇના માથે માતાજી સવાર થઇ ગયા હતા અને તેઓ આ દરમિયાન વાલીઓ સાથે ઝઘડી પડ્યા હતા. વીડિયોમાં આચાર્ય મુકેશભાઇ પોતે એવું કહી રહ્યા છે કે, હું સિકોતરનો ભુવો છું અને હવે તમારૂં કંઇ સારૂ નહીં થાય. તમે લોકો જે રેકોર્ડિંગ કરવા માંગો છો તે કરો પરંતુ તે રેકોર્ડિંગ ચાલશે નહીં.
અમદાવાદની નવયુગ સ્કૂલ ઓફ સાયન્સ (New Age School of Science) વિવાદમાં સપડાઇ છે. જ્યાં સ્કૂલના આચાર્યનો ધૂણતા હોય તેનો વીડિ્યો વાયરલ (New Age School of Science Video Viral) થયો છે. સાથે જ આ આચાર્યને માતાજી આવી ગયા હાદ તેમણે શાળાના વિદ્યાર્થી (Student)ના વાલીઓને અપશબ્દો કહી અપમાન કર્યું હતું. સાથે જ શાળામાં માર્કશીટ લેવા આવેલા વાલીઓ સાથે મારપીટ પણ કરી હોવાની સાથે જ તેમણે વાલીઓ પાસે ફીસ પેટે થતા 1.15 લાખના બદલામાં સવા લાખ રૂપિયાની માંગણી કરી હતી.
હાલમાં નવયુગ સ્કૂલ ઓફ સાયન્સના ધૂણતા આચાર્યની ગેરવર્તુણકનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું કે નવયુગ સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય મુકેશભાઇના માથે માતાજી સવાર થઇ ગયા હતા અને તેઓ આ દરમિયાન વાલીઓ સાથે ઝઘડી પડ્યા હતા. વીડિયોમાં આચાર્ય મુકેશભાઇ પોતે એવું કહી રહ્યા છે કે, હું સિકોતરનો ભુવો છું અને હવે તમારૂં કંઇ સારૂ નહીં થાય. તમે લોકો જે રેકોર્ડિંગ કરવા માંગો છો તે કરો પરંતુ તે રેકોર્ડિંગ ચાલશે નહીં.
નવયુગ સ્કૂલ ઓફ સાયન્સના આચાર્ય મુકેશભાઇ ધુણતા સમયે એ હદે ગુસ્સે થઇ ગયા હતા કે તેમણે વીડિયો ઉતારી રહેલા લોકો પર પાણી ભરેલો ગ્લાસ ફેંક્યો હતો અને આ દરમિયાન તેમની સાથે ઉભેલ એક મહિલાએ પણ વાલીઓ સાથે તોછડા શબ્દોમાં વાત કરી તેમને બહાર ચાલ્યા જવા માટે કહ્યું હતું.
જોકે ન્યૂઝ 18 ગુજરાતીએ જ્યારે મુકેશભાઇનો સંપર્ક કર્યો ત્યારે તેમણે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું અને તેણે ફીસ ન ભરવા માટે કહ્યું હતું. જે બાદ કજિયો થયો હતો. ત્યાં જ આજરોજ તે વિદ્યાર્થી અને તેના વાલીએ તેમની સાથે ગેરવર્તન કર્યું હતું. ત્યાં જ આચાર્યએ એવું પણ જણાવ્યું હતું કે, હું માતાજીને માનું છું અને તેમાં મારો વિશ્વાસ છે. વિદ્યાર્થીના વાલી દ્વારા શાળા સ્ટાફની મહિલાને થપ્પડ મારવામાં આવ્યો હતો.
મુકેશભાઇ દ્વારા એવો પણ આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે, જે વિદ્યાર્થી દ્વારા વીડિયો ઉતારવામાં આવ્યો છે તેનું વર્તન ખુબ જ ખરાબ હતું અને તેના વાલી દ્વારા પર શાળા સ્ટાફ સાથે ઉદ્ધતાપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હતું તેથી તેઓ ગુસ્સે થઇ ગયા હતા. ત્યાં જ વિડીયો ઉતારનાર વિદ્યાર્થી શાળામાં અવારનવાર ધમકી આપતો હોવાનો આરોપ પણ શાળાના આચાર્ય દ્વારા કરવામાં આવ્યો છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર