Home /News /gujarat /

Video: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી મારતા રોડ પર ઢોળાયેલું તેલ ભરવા લોકોની પડાપડી

Video: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી મારતા રોડ પર ઢોળાયેલું તેલ ભરવા લોકોની પડાપડી

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાધતેલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું ત્યારે પલટી ગયું હતું.

ખાધતેલ ભરેલું ટેન્કર પલ્ટી માર્યુંરોડ પર ઢોળાયેલા તેલ ભરવા લોકોની પડાપડીવલસાડ અને મહારાષ્ટ્ર ની હદ પર તળ ગામ ની ઘટનાઅમદાવાદ મુંબઈ નેશનલ હાઈવે પર પલટી માર્યું ટેન્કરટેન્કર પલ્ટી મારતાં ખાધતેલ ની રસ્તા પર નદી વહીરસ્તા પર વહેતું તેલ ભરવા મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા?

વધુ જુઓ ...
    ભરતસિંહ વાઢેર, વલસાડ: વલસાડ (Valsad) જિલ્લાના મહારાષ્ટ્રની હદ પર આવેલા મહારાષ્ટ્ર (Maharastra)ના તળગામ નજીક ખાદ્યતેલ ભરેલું ટેન્કર પલટી (The oil tanker overturned) માર્યું હતું. ટેન્કર પલટી મારતા જ ટેન્કરમાં ભરેલું ખાદ્ય તેલ રસ્તા પર ઢોળાયું  હતું. જેથી રસ્તા પર જાણે તેલની નદીઓ વહી હોય તેવા દૃશ્યો સામે આવ્યા હતા. બનાવની જાણ થતાં જ આસપાસના લોકો ઉમટી પડ્યા હતા. અને રસ્તા પર વહી રહેલા ખાદ્યતેલને ભરવા લોકોએ પડાપડી થઇ ગઇ હતી. જો કે બનાવની જાણ થતા જ મહારાષ્ટ્ર પોલીસ સ્થળ પર પહોંચી હતી. અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.



    બનાવની વિગત મુજબ વલસાડ જિલ્લા અને મહારાષ્ટ્રની હદ પર આવેલા મહારાષ્ટ્રના તળ ગામ નજીક અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ખાધતેલ ભરેલું ટેન્કર પસાર થઈ રહ્યું હતું. ત્યારે ટેન્કરના ચાલકે અચાનક જ સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા ટેન્કર હાઇવેની સાઇડમાં પલટી મારી ગયું હતું.  પલટી મારતા જ ટેન્કરની અંદર  ભરેલું ખાદ્યતેલ બહાર ઢોળાયું  હતું. ખાદ્યતેલ મોટી માત્રામાં રસ્તા પર ઢોળાતા રસ્તા પર જાણે તેલની નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા.

    આ પણ વાંચો- Himalayan Travel: ભારતમાં પહેલા જૈન મુનિએ 90 દિવસમાં હિમાલયની યત્રા સંપન્ન કરી

    આ બનાવની જાણ થતા જ આસપાસના લોકો સ્થળ પર ઊમટી પડ્યા હતા. અને રસ્તા પર વહી રહેલા તેલને ભરવા લોકોએ રીતસરની પડાપડી કરી હતી. બનાવની જાણ થતા જ મહારાષ્ટ્ર  પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. આમ રસ્તા પર ઢોળાયેલા તેલને ભરવા લોકોએ પડાપડી કરી હોય તેવા દ્રશ્યોનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: Accident video, Ahmedabad news, Gujarati news, Valsad City

    આગામી સમાચાર