Home /News /gujarat /અમદાવાદમાં વેલેન્ટાઇન ડેઃ એક તરફ 'આક્રમણ', બીજી તરફ આશીર્વાદ!

અમદાવાદમાં વેલેન્ટાઇન ડેઃ એક તરફ 'આક્રમણ', બીજી તરફ આશીર્વાદ!

અમદાવાદ શહેરમાં જ એક એવું મંદિર આવેલું છે જે આ દિવસે પ્રેમી જોડાઓના લગ્ન કરાવે છે!

અમદાવાદ શહેરમાં જ એક એવું મંદિર આવેલું છે જે આ દિવસે પ્રેમી જોડાઓના લગ્ન કરાવે છે!

    14મી ફેબ્રુઆરી એટલે વેલેન્ટાઇન ડે. આ દિવસે યુવક-યુવતીઓ પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરતા હોય છે. દુનિયભારમાં આ દિવસ ઉજવવામાં આવે છે. જોકે, દેશમાં ઘણા સંગઠનો તેને દેશની સંસ્કૃતિ પર પશ્ચિમનું આક્રમણ ગણીને તેનો વિરોધ કરતા હોય છે. અમદાવાદ ખાતે આજે બજરંગદળ અને વીએચપીના કાર્યકરોએ વિવિધ જગ્યાએ પ્રેમી પંખીડાઓને નિશાન બનાવ્યા હતા. બીજી તરફ તમને જાણીને નવાઈ લાગશે કે, અમદાવાદ શહેરમાં જ એક એવું મંદિર આવેલું છે જે આ દિવસે પ્રેમી જોડાઓના લગ્ન કરાવે છે!

    વીએચપી-બજરંગદળના કાર્યકરો ત્રાટક્યા

    વેલેન્ટાઇન ડે હોવાથી આજે અનેક પ્રેમી જોડાઓ રિવરફ્રન્ટ તેમજ અન્ય બાગ-બગીચાઓમાં એકઠા થયા હતા. બુધવારે વહેલી સવારે સાબરમતીના કાંઠે પોતાના પ્રેમની અભિવ્યક્તિ કરવા માટે આવી પહોંચેલા યુગલોને વીએચપી અને બજરંગદળના કાર્યક્રોએ ભગાડી મૂક્યા હતા. યુગલો વાતોમાં મશગૂલ હતા ત્યારે જ બજરંગદળના કાર્યકરો હાથમાં લાકડીઓ સાથે 'પોતાની નૈતિક ફરજ બજાવવા' અહીં આવી પહોંચ્યા હતા. કાર્યકરોએ રિવરફ્રન્ટ પર બેઠેલા તમામ પ્રેમી પંખીડાઓને ભગાડી મૂક્યા હતા.

    પહેરા વચ્ચે પ્રેમ

    બજરંગદળે આજે વેલેન્ટાઇન ડેના વિરોધની જાહેરાત કરી છે. જેના પગલે પોલીસે શહેરના રિવરફ્રન્ટ ખાતે સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે. એટલું જ નહીં પોલીસે સ્કૂલ અને કોલેજોની બહાર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી છે. રિવરફ્રન્ટ ખાતે પ્રેમી યુગલોને હેરાન કરવાના કેસમાં પોલીસ બજરંગદળના 20 જેટલા કાર્યકરોની અટકાયત પણ કરી છે.

    લગનીયા હનુમાન મંદિર


    એક મંદિર આવું પણ!

    તમે અનેક જગ્યાએ વેલેન્ટાઇન ડેની ઉજવણી થતી જોઈ હશે પરંતુ ક્યારેય મંદિરમાં વેલેન્ટાઇન ડેની ઉજવણી થતી હોય તેવું સાંભળ્યું છે? અમદાવાદના મેઘાણીનગર વિસ્તારમાં આવેલા હનુમાનજીના મંદિરમાં પ્રેમીપંખીડાઓના લગ્ન કરાવવામાં આવે છે. આ દિવસે અહીં પ્રેમીપંખીડાઓ ધસારો જોવા મળે છે. બાળબ્રહ્મચારી તરીકે ઓખળાતા હનુમાનજી આ પ્રેમીપંખીડાઓ માટે 'સંકટમોચન'ના સ્વરૂપમાં જોવા મળે છે.

    મંદિરમાં કરાય છે શણગાર

    મેધાણીનગરમાં આવેલા આ હનુમાનજીના મંદિરમાં હંમેશા માટે પ્રેમી યુગલોને આવકારવામાં આવે છે. પ્રેમી યુગલોને આવકારવા માટે વેલેન્ટાઇનના દિવસે આ મંદિરમાં ખાસ શણગાર કરવામાં આવે છે. આ મંદિર 'લગનીયા હનુમાનજી'ના મંદિર તરીકે પ્રસિદ્ધ છે. વેલેન્ટાઇન ડેના દિવસે આ મંદિરમાં ખાસ તૈયારીઓ સાથે પ્રેમીયુગલોના લગ્ન કરાવવામાં આવે છે.

    મંદિરમાં અત્યાર સુધી 10 હજાર જેટલા યુગલોના લગ્ન!

    લગનીયા હનુમાનજીના આ મંદિરમાં અત્યારસુધીમાં 10 હજાર જેટલા યુગલોના લગ્ન કરાવવામાં આવ્યાનો દાવો કરાયો છે. વર્ષ 2003થી આ મંદિરમાં મહંત દ્વારા લગ્ન કરાવવામાં આવે છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Valentine Day, VHP

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन