દીપિકા ખુમાણ, અમદાવાદ : શાકભાજીનાં (Vegetable ભાવમાં વધઘટ વરસાદ પર નિર્ભર છે. જોકે, અમદાવાદમાં (Ahmedabad)શાકભાજીના ભાવનું ગણિત રીટેલ (Retail) માર્કેટ ખોરવી રહી હોવાનું સામે આવી રહ્યું છે. જે શાકભાજી અમદાવાદ માર્કેટિંગ યાર્ડ (APMC)માં 22 રૂ. કિલો વેચાય છે, તે શાકભાજી રીટેલ માર્કેટમાં 100 રૂનું કિલો થઈ જાય છે. APMCમાં શાકભાજીનાં ભાવમાં ઘટાડો હોવા છતાં સાબરમતી નદીના બંને છેડે વહેંચાયેલાં અમદાવાદમાં રીટેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં તોતિંગ ભાવવધારો બોલાય છે.
જોકે, આ મામલે શાકભાજીના ભાવો પર સરકારનું નિયંત્રણ ન હોવાનું સામે આવ્યું છે. લગભગ તમામ શાકભાજી APMC કરતાં બે કે ત્રણ ગણાં ભાવે વેચાય છે. સાબરમતીના બે કાંઠે વસેલાં અમદાવાદ શહેરમાં રીટેલ માર્કેટમાં શાકભાજીના ભાવમાં અંતર છે. શહેરી ચમકદમક ધરાવતાં પશ્ચિમ વિસ્તારમાં શાકભાજીના ભાવમાં તેમજ જૂના અમદાવાદ શહેરના કેટલાક વિસ્તારના ભાવોમાં અંતર છે.
શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલાં એસ જી હાઈવે, સેટેલાઈટ, વેજલપૂર,થલતેજ, નારણપૂરા, ઘાટલોડિયા રાણીપ, પાલડી,સીજી રોડ,ચાંદખેડા, નવા વાડજ, આશ્રમ રોડ સહિતનાં વિસ્તારોમાં શાકભાજીના ભાવ આસમાને છે. જ્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં સરસપૂર, કાલુપુર, દાણીલીમડા,ઘોડાસર, ઈસનપૂર, ઓઢવ, દરિયાપૂર, નરોડા નારાલ, નિકોલ, બહેરામપૂરા, રામોલ, વટવા વસ્ત્રાલમાં શાકભાજીના ભાવમાં APMCના ભાવ કરતાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે.
APMCનાં ભાવ પ્રતિ કિલો
પશ્ચિમ વિસ્તારમાં ભાવ પ્રતિ કિલો
પૂર્વ વિસ્તારમાં ભાવ પ્રતિ કિલો
ગુવાર - 35
90
60
ટામેટા - 22
100
60
કોબીજ - 17
40
30
ફુલાવર - 15
50
40
દૂધી - 6
30
25
તુરિયા - 12
50
45
ગલકાં - 10
40
30
મરચાં - 20
50
40
કોથમીર - 25
100
50
પૂર્વ-પશ્ચિમ વિસ્તારમાં ભાવ નક્કી કરવાના કોઈ ધારાધોરણ નથી
આ મામલે અમદાવાદના જમાલપૂરમાં શાકભાજી એસોસિએશનનાં પ્રતિનિધી અહેમદ પટેલના જણાવ્યા અનુસાર ફૂલાવર, ટામેટા, કેપ્સીકમ, સહિતના શાકભાજી રાજસ્થાન, હિમાચલ પ્રદેશ અને મહારાષ્ટ્રથી આવે છે. જે સમયસર આવી જતાં શાકભાજીના ભાવમાં 50 ટકા ઘટાડો થયો છે પરંતુ અમદાવાદના પૂર્વ અને પશ્વિમ વિસ્તારમાં વેપારીઓ માટે કોઈપણ પ્રકારના ધારાધોરણો નક્કી નથી.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર