Home /News /gujarat /અમદાવાદનો ચકચારી કિસ્સો: કપડાના વેપારીના નાક નીચે કર્મચારીએ આ રીતે કરી રૂ.2 લાખની ઠગાઈ

અમદાવાદનો ચકચારી કિસ્સો: કપડાના વેપારીના નાક નીચે કર્મચારીએ આ રીતે કરી રૂ.2 લાખની ઠગાઈ

પ્રતીકાત્મક તસવીર

કંપનીના અધિકારીઓએ પવારની પૂછપરછ કરી તો તેણે કબૂલ કર્યુ કે, તેણે દુકાનમાંથી મહિલાઓના 40 ડ્રેસ વેચ્યા હતા અને બદલામાં કંપનીને તેના પૈસા જમા ન કરીને છેતરપિંડી આચરી હતી

અદાવાદ: શહેરમા કપડાનો વેપાર કરતા એક વેપારી સાથે લાખોની છેતરપિંડીની ઘટના પ્રકાશમાં આવી છે. શહેરમાં એક મોલમાં દુકાન ધરાવતા કપડાના વેપારીએ પોતાના જ એક કર્મચારી સામે 2.03 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરીયાદ નોંધાવી છે, જેને લઈને વેપારી વર્ગમાં ભારે ચકચાર મચી જવા પામી છે. વેપારીએ ફરીયાદમાં લગાવેલા આરોપ અનુસાર, કર્મચારીએ કંપનીની જાણ બહાર જ 40 કપડાની વસ્તુઓ વેચી દઇને કંપની સાથે દગો કર્યો છે.

સમગ્ર ઘટના અંગે મળેલી જાણકારી અનુસાર, અમદાવાદ શહેરના ગોતા વિસ્તારમાં રહેતા કૃપાલસિંહ પવાર વૈદિક અપરેલ્સમાં સેલ્સ હેડ તરીકે કામ કરે છે અને તેઓ અમદાવાદ વન મોલમાં એક દુકાન પણ ધરાવે છે. હાલમાં જ જ્યારે કંપની દ્વારા ઓડિટ હાથ ધરવામાં આવી તો હિસાબ અને કપડામાં કંઈક ગરબડની શંકા ગઈ હતી, જેને લઈને યોગ્ય દિશામાં તપાસ કરવામાં આવી હતી અને પરિણામે કંપનીને 40 કપડાનો કોઇ હિસાબ જ નહોતો મળ્યો.

જ્યારે કંપનીના અધિકારીઓએ પવારની પૂછપરછ કરી તો તેણે કબૂલ કર્યુ કે, તેણે દુકાનમાંથી મહિલાઓના 40 ડ્રેસ વેચ્યા હતા અને બદલામાં કંપનીને તેના પૈસા જમા ન કરીને છેતરપિંડી આચરી હતી. આ ઉપરાંત કંપનીએ લગાવેલા આરોપ અનુસાર તેણે કંપનીના બે લેપટોપ પણ ઉઠાવી લીધા હતા. આમ કપડા અને આ ઉપકરણો બંને મળીને કુલ મુદ્દામાલની કિંમત 2.03 લાખ રૂપિયા થઇ હતી. આમાંથી કોઇ પણ વસ્તુઓ પરત ન કરતા પવાર સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે એફઆઇઆર દાખલ કરવામાં આવી છે.

આ પણ વાંચો - અમદાવાદ: પતિની નફ્ફટાઈ, 'એસીનું બિલ ઓછું આવે એટલે ભાણી સાથે કપડાં વગર સુઈ ગયો હતો'

હાલ આ સમગ્ર મામલે વેપારીની ફરીયાદના આધારે વસ્ત્રાપુર પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરીને કાયદાકીય પગલા લેવામાં આવી રહ્યા છે.
First published:

Tags: Fraud, અમદાવાદ, ગુજરાત

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો