દિનેશ બાંભણીયા બાદ પૂર્વ કન્વીનર અને ભાજપ નેતા વરુણ પટેલે હાર્દિક પર આકરા પ્રહારો કર્યા છે. સાથે દિનેશ બાંભણીયા પર પણ આક્ષેપ કરતા જણાવ્યું છે કે આ બધા એક માળા ના મણકા છે. ઉલ્લેખનીય છે કે બોટાદ ખાતે આવતીકાલે હાર્દિક પટેલ દ્વારા રાજ્યભરના તાલુકા-જિલ્લા કન્વીનર, સહ કન્વીનર, સમાજના આગેવાનો અને સોશિયલ આર્મી સમાજના પાસ સાથે જોડાયેલા અગ્રણીઓની ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
જોકે, અગાઉ પાસે સાથે જોડાયેલા દિનેશ બાંભણીયા એ વિરોધ નોંધાવ્યો છે. અને પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું હતું કે, હાર્દિક પટેલ જલસા કરી રહ્યો છે. હવે પાટીદારો જાગી ગયા છે. હાર્દિક પટેલ પાટીદારોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ પહેલા એક સમયે હાર્દિકના ખાસ એવા દિનેશ બાંભણિયાએ પત્રકાર પરિષદ કરીને હાર્દિક પટેલ અને પાસના અનામતને લઈને મોટા ખુલાસા કર્યા છે. દિનેશ બાંભણિયાએ એક કથિત યાદી જાહેર કરી છે. જેમાં પાસના 30 લોકોના નામ છે. બાંભણિયાનું કહેવું છે કે હાર્દિક અને તેની મંડણીએ કોંગ્રેસ પાસેથી 30 લોકો માટે ટિકિટની માંગણી કરી હતી. બાંભણિયાએ આક્ષેપ લગાવ્યો હતો કે પાસના નામે ધતિંગ ચાલી રહ્યા છે.
બાંભણિયા વધુમાં જણાવ્યું હતું કે, અનામતના નામે જે ફંડ મળ્યું હતું કે, શહીદોના ઘર સુધી પહોંચ્યું નથી. અનામત આંદોલન હવે રાજકીય દિશા તરફ આગળ વધી રહ્યું છે. હાર્દિકે પોતાની સેક્સ સીડી અંગે પણ ખુલાસા કરવા જોઈએ.
બાંભણિયાએ કહ્યું હતું કે, પાટીદાર અનામત આંદોલન સમિતિ કોઈની જાગીર નથી. મેં હજી તેના સભ્યપદેથી રાજીનામું નથી આપ્યું. હું હજી પાસમાં જ છું.
બાંભણિયાએ જે 30 લોકોની યાદી જાહેર કરી છે તેમાં, ધારી બેઠક પર જે.વી.કાકડીયા, મોરબીની બેઠક પર બ્રિજેશભાઈ મેરજા, રાજકોટ-68 બેઠક પર હિતેશભાઈ મગનભાઈ વોરા, ધોરાજી બેઠક પર લલિતભાઈ વસોયા વગેરેના નામો છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર