તીનપત્તિની લતમાં નકલી PSI બનેલો વડોદરાનો આરોપી બેકાર હોવા છતાંય મહિને આ રીતે કમાતો હતો હજારો

તીનપત્તિની લતમાં નકલી PSI બનેલો વડોદરાનો આરોપી બેકાર હોવા છતાંય મહિને આ રીતે કમાતો હતો હજારો
પ્રતીકાત્મક તસવીર

એક યુવકના મિત્રને અજાણી વ્યક્તિએ ફોન કરી પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અને બાદમાં એલસીબી પીએસઆઇ તરીકેની ઓળખ આપી હતી.

  • Share this:
અમદાવાદ: એક યુવકના મિત્રને અજાણી વ્યક્તિએ ફોન કરી પહેલા રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ અને બાદમાં એલસીબી પીએસઆઇ તરીકેની ઓળખ આપી ફેસબુક એકાઉન્ટની માહિતીઓમા તીનપત્તિની સાડા છસ્સો કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી લેવાની ફરિયાદ સાયબર ક્રાઇમમાં નોંધાઈ હતી. જે કેસમાં સાયબર ક્રાઇમબ્રાન્ચે વડોદરામાં રહેતા યુવકની ધરપકડ કરી છે.

આરોપીની પૂછપરછ માં સામે આવ્યું કે તે બેકાર છે અને તીનપત્તિ રમવાનો શોખીન છે. અને તેણે જ્યારે પોતાના માટે પૈસા ખર્ચીને ચિપ્સ ખરીદી તે બાબતને ધ્યાનમાં રાખી આ તરકટ રચ્યું હતું. આરોપી ભલે બેકાર હોય પણ તે ચિપ્સ આ રીતે તરકટ રચી મેળવ્યા બાદ મહિને 20થી 30 હજાર કમાતો હોવાનું સામે આવ્યું છે.સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે વડોદરામાં શ્રીમ ગેલેક્સી ફ્લેટમાં રહેતા 23 વર્ષીય ધાર્મિક પાબરીની ધરપકડ કરી મોબાઈલ કબ્જે કર્યો છે. આરોપીની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, પોતે ધો. 10 ભણેલો અને બેકાર છે. મોબાઈલમાં ઓનલાઇન તીનપત્તી ગેમ રમતો હતો. શરૂઆતમાં બીજા પાસેથી પૈસા મેળવી અને ચિપ્સ મેળવી હતી. બાદમાં આરોપી સાથે કોઈએ છેતરપીંડી કરતા પોતે ફેસબુક આઈડીને હેક કરવા પ્રોફાઇલમાં નંબર હોવાથી પોલીસની ખોટી ઓળખ આપી ફોન કર્યો હતો. ફરિયાદી યુવકએ પાસવર્ડ આપતા ચિપ્સ તેણે ટ્રાન્સફર કરી લીધી હતી.

ગુજરાતમાં રસીકરણ મહાઅભિયાન: 'કીડી કરડે એટલી જ અસર થઇ, રસીથી ડરવાની જરૂર નથી'

સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઇ હતી કે, ઘાટલોડિયામાં રહેતાં અને ખેડા ખાતે આવેલી એક ઇ-કોમર્સ કંપનીમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતા સમીર પટેલ મોબાઈલમાં ફેસબૂકમાં આઈડી ધરાવે છે અને તેનો ઉપયોગ સંબંધીઓના સંપર્કમાં રહેવા તથા મોબાઇલ ફોનમાં રમાતી ગેમોમાં લોગ-ઇન થવા કરે છે. આ આઈડીથી તેઓએ મોબાઇલમાં તીનપત્તી રમવા માટે લોગઇન થયા હતાં. 4 ઓક્ટોબર 2020ના રોજ સાંજે તેઓ સી.જી રોડ ખાતે હાજર હતા ત્યારે તેમના મિત્ર પ્રતિક શાહનો ફોન આવ્યો હતો અને તેઓએ જણાવ્યું કે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચમાંથી કોઇ સાહેબનો ફોન આવ્યો છે અને તારી જોડે વાત કરવી છે.

સમીરભાઇ, પ્રતીકભાઇ સાથે પોલીસની ઓળખ આપનાર પી.એસ.આઈ દિગ્વિજયસિંહ જાડેજા ફોન ઉપર કોન્ફરન્સથી વાત કરી હતી. સમીરભાઇની નામ, નોકરીની જગ્યા સહિતની પૂછપરછ કરી તેને જણાવ્યું કે, તેણે ફેસબૂક આઇડીથી કોઇ છોકરીને ગંદા ફોટા મોકલ્યા હતાં, તેની ફરિયાદ આવી છે તેમ કહી આ તરકટ રચ્યું હતું.

ફોન કરનાર વ્યક્તિએ મેઇલ આઈડી અને ફેસબૂક આઇડી માંગી સમીરભાઇને પૂછ્યું હતું કે તેમણે કોઇ જૂનો ફોન વેચ્યો છે કે કેમ ?સમીરભાઈએ પોતાના ફોનનું મોડલ નંબર, યાહુ આઈડી અને ફેસબૂક આઈડી આ વ્યક્તિને જણાવ્યાં હતાં અને થોડા સમય પછી એક પાસવર્ડ આવશે તેમ કહેતા સમીરભાઇએ આ પાસવર્ડ તે વ્યક્તિને આપ્યો હતો. પોલીસ તરીકેની ઓળખ આપનાર તે વ્યક્તિએ સમીરભાઇને નજીકના પોલીસ સ્ટેશનમાં જવું પડશે તેવુ કહ્યું હતું. બાદમાં અચાનક જ આ વ્યક્તિનો ફોન કપાઈ ગયો હતો. બાદમાં સમીરભાઇએ બીજા ફોનમાં ફેસબૂક આઇડી ચેક કરતાં અચાનક તેમનું આઈડી લોગ આઉટ થઇ ગયું હતું અને તેઓ તીનપત્તી ગેમમાં પણ લોગ ઇન થઇ શક્યા ન હતાં. જેથી ફોન કરનાર વ્યક્તિએ ફેસબૂક તેમજ તીન પત્તી ગેમના એકાઉન્ટ સાથે ચેડા કર્યા હોવાની સમીરભાઇને શંકા ગઇ હતી.

Coronavirus Vaccination Drive: કોરોના વૉરિયર્સને યાદ કરીને ભાવુક થયા પીએમ, કહ્યુ- આપણા સેંકડો સાથી પરત ન ફરી શક્યા

પીએસઆઈની ઓળખ આપનાર વ્યક્તિને ફોન કર્યો અને જણાવ્યું કે, તેમના તીનપત્તિ એકાઉન્ટમાંથી કોઈ પૈસા ટ્રાન્સફર કરી રહ્યું છે જેથી તેઓ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરવા જાય છે. પણ સામે વાળા વ્યક્તિએ કોઈ જવાબ આપ્યો નહોતો. તીનપત્તી ચિપ્સ PARV DEGDA અને EKTA SONI નામના આઈડીમાં વર્ચ્યુઅલ ચિપ્સ ટ્રાન્સફર થઈ રહી હતી જેનો સ્ક્રીન શોટ સમીરભાઈ એ લઈ લીધો હતો.બાદમાં જોયું તો તેમના ફેસબુક એકાઉન્ટ ચાલુ થયા ન હતા અને લોગ ઇન કરવા જતા તેમાં સેકન્ડરી મેલમાં સામે વાળી વ્યક્તિએ પોતાનું આઈડી નાખી દીધું હતું. ફોન કરતાં ફોન ઉપાડવાનું આ વ્યક્તિએ બંધ કરી દીધું હતું. આમ તીનપત્તિના એકાઉન્ટમાંથી કોઈ શખ્શે સાડા છસ્સો કરોડ ચિપ્સ ટ્રાન્સફર કરી દીધી હતી. જેથી સાયબર ક્રાઇમે ટેક્નિકલ સર્વેલન્સના આધારે આ આરોપીની ધરપકડ કરી તપાસ કરતા અનેક લોકો સાથે આ રીતે ઠગાઈ આચરી હોવાનું સામે આવ્યું છે. આટલું જ નહીં આરોપી બેકાર તો હતો પણ ચિપ્સની આ ગોલમાલમાં તે મહિને વીસેક હજાર કમાતો. એકાદ વર્ષથી આ કૌભાંડ આચરનાર નકલી પીએસઆઇને પકડી અસલી પોલીસે જેલ ભેગો કરી દીધો છે.
Published by:Kaushal Pancholi
First published:January 16, 2021, 14:59 pm

ટૉપ ન્યૂઝ