Home /News /gujarat /

વડોદરાનો આ વાહન ચોર છે દુબઇ રિટર્ન, આવડે છે 9 ભાષા

વડોદરાનો આ વાહન ચોર છે દુબઇ રિટર્ન, આવડે છે 9 ભાષા

વાહન ચોર

Vadodara News : તેણે કબૂલાત કરતા જણાવ્યું હતુ કે, લોકો ટુ વ્હીલરમાં ચાવી છોડીને જતા રહે છે જેનો ફાયદો આ વ્યક્તિ ઉઠાવીને તે વાહન ઉઠાવી લે છે.

    અંકિત ઘોનસીકર, વડોદરા: શહેરના (Vadodara) સયાજીગંજ વિસ્તારમાંથી થોડા ઘણાં દિવસોથી વાહનો ચોરી થવાની ઘટનાઓ સામે આવી રહી છે. ત્યારે સયાજીગંજ પોલીસને (Sayajigunj Police) વાહન ચોરી અંગેની ફરિયાદો વધતા તંત્ર સફાળુ જાગ્યુ હતુ. પોલીસે બાતમીદારોને સક્રિય કરતા આરોપીને ઝડપી પાડ્યો છે.

    પોલીસે ઝડપાયેલા ચોરનું નામ રાજુ મોતિયાની છે. આ સાતીર ચોરને હિન્દી, અંગ્રેજી, સંધી, ગુજરાતી, અરબી સહિતની 9 ભાષાઓ આવડે છે. આ સાથે આ ગઠિયો દુબઇ જઇને પાછો વડોદરા આવ્યો છે. આ ઝડપાયેલા શખ્સ જૂના એક્ટિવાની જ ચોરી કરતો હતો. તેણે કબૂલાત કરતા જણાવ્યું હતુ કે, લોકો ટુ વ્હીલરમાં ચાવી છોડીને જતા રહે છે જેનો ફાયદો આ વ્યક્તિ ઉઠાવીને તે વાહન ઉઠાવી લે છે. જે બાદ તેનું કામ પતાવીને અન્ય જગ્યાએ મૂકી દે છે.

    આ પણ વાંચો: અમદાવાદમાં વધુ એક લૂંટ, અકસ્માતનું નાટક કરીને બે ગઠિયાઓ બાઇક પર થયા ફરાર, ઘટના CCTV માં કેદ

    આ વાહનો ચોર્યા હતા


    પોલીસે ઝડપેલા ઈસમનું નામ રાજુ મોતિયાની છે. રાજુ પોતે આર્થિક રીતે નબળો અને વાહનો પર ફરવાનો શોખીન હોવાથી તેને વાહન ચોરીનો માર્ગ અપનાવ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસે ઝડપેલા આ ઈસમની પૂછપરછમાં તેને કબૂલાત કરી છે કે તે એક્ટિવા ફેરવવાનો પણ શોખીન છે. જેથી તેને એક બે નહીં પરંતુ 14 જેટલા એક્ટિવાની ચોરી કરી હતી.

    સૌપ્રથમ તો રાજુ ડુપ્લીકેટ ચાવી વડે એક્ટિવાની ચોરી કરતો હતો. આમતેમ ફરતો અને બાદમાં ડિક્કીમાંથી જે કાંઈ પણ મળે તે લઈને અવાવરું જગ્યા પર એક્ટિવા પાર્ક કરી ફરાર થઈ જતો અને વધુ એક વાહન ચોરીની ઘટનાને અંજામ આપતો હતો. બે દિવસ અગાઉ જેતલપુર બ્રિજ પાસે ચોરી કરેલી એક્ટિવા પાર્ક કરતી વખતે જ પોલીસ પહોંચી જતા રાજુની કરતૂતનો ભાંડો ફૂટી ગયો હતો.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: ગુજરાત, ચોરી, વડોદરા સમાચાર

    આગામી સમાચાર