Home /News /gujarat /

Pariksha Pe Charcha: 'પરીક્ષા પે ચર્ચા'માં વડોદરાની વિદ્યાર્થીએ વડાપ્રધાનને પૂછ્યો પ્રશ્ન, Videoમાં જુઓ કેવો મળ્યો જવાબ

Pariksha Pe Charcha: 'પરીક્ષા પે ચર્ચા'માં વડોદરાની વિદ્યાર્થીએ વડાપ્રધાનને પૂછ્યો પ્રશ્ન, Videoમાં જુઓ કેવો મળ્યો જવાબ

વડોદરાની વિદ્યાર્થિની

PM Modi in Pariksha Pe Charcha: ગુજરાતમાંથી વડોદરાની કેની પટેલે (Keni Patel, Vadodara) પણ પીએમ મોદીને તણાવ અંગે પ્રશ્ન કર્યો છે.

    વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે નવી દિલ્હીના તાલકટોરા સ્ટેડિયમ ખાતે 'પરીક્ષા પે ચર્ચા' (Pariksha Pe Charcha) કાર્યક્રમની પાંચમી આવૃત્તિમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કરી રહ્યા છે. પ્રધાનમંત્રી આ લાઇવ પ્રોગ્રામમાં તેમની અનોખી રીતે આકર્ષક શૈલીમાં વિદ્યાર્થીઓના પરીક્ષાના તણાવને લગતા પ્રશ્નોના જવાબ આપે છે. જેમાં ગુજરાતમાંથી વડોદરાની કેની પટેલે (Keni Patel, Vadodara) પણ પીએમ મોદીને તણાવ અંગે પ્રશ્ન કર્યો છે. નોંધનીય છે કે, પરીક્ષા પે ચર્ચાનું આયોજન નવી દિલ્હીના તાલકોટરા સ્ટેડિયમ ખાતેથી ટાઉનહોલ ઈન્ટરેક્ટિવ ફોર્મેટમાં થયુ છે. જેનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યુ હતુ.

    કેનીનો પ્રશ્ન

    'પરીક્ષા પે ચર્ચા' કાર્યક્રમમાં વડોદરાની ધો-10 માં ભણતી કેની પટેલની પસંદગી કરાઈ હતી. કેનીએ આજે વડાપ્રધાનને પ્રશ્ન પૂછ્યો હતો. કેની પટેલ દ્વારા વડાપ્રધાનને પ્રશ્ન કરવામાં આવ્યો છે કે, પરીક્ષાના સમયમાં યોગ્ય આરામ સાથે પોતાના માર્ક્સ વધારવા માટે અભ્યાસક્રમને પૂર્ણ કરવાની ચિંતાને કઈ રીતે બેલેન્સ કરી શકાય?

    પીએમ મોદીનો જવાબ

    જે બાદ પીએમ મોદીએ જવાબમાં કહ્યુ કે, એકસાથે તમે એટલા સવાલ પૂછી લીધા છે કે, એવું લાગે છે કે, મારે જ પેનીકમાંથી ગુજરવું પડશે. મારા મનમાં એક પ્રશ્ન છે કે, તમારા મનમાં ભય કેમ હોય છે એ પ્રશ્ન મારા મનમાં છે. શું તમે પહેલીવાર પરપીક્ષા આપવા જાવ છો? તમારામાંથી એવું કોઇ નથી જે પહેલીવાર પરીક્ષા આપવા જતા હોય. હવે તો તમે પરીક્ષાના અંતિમ સફર બાજુ પહોંચી રહ્યા છો.આટલો મોટો સાગર પાર કર્યા પછી કિનારા પર ડૂબવાનો ડર મગજમાં બેસતો નથી. તમે મગજમાં એક વાત નક્કી કરી લો, પરીક્ષા જીવનનો એક ભાગ છે. આપણી વિકાસયાત્રામાં આપણે અનેકવાર આમાંથી પસાર થયા છીએ. આપણે એટલીવાર પરીક્ષા આપી છે કે, એક રીતે આપણે એક્ઝામ પ્રુફ થઇ ગયા છીએ. જ્યારે આ વિશ્વાસ પેદા થઇ જાય છે ત્યારે આ પરીક્ષા જ નહીં આવનાર તમામ પરીક્ષા માટે તે તાકાત બની જાય છે.

    અહીં સાંભળો વડોદરાની કેની પટેલનો સવાલ અને પીએમ મોદીનો જવાબ



    આ સહભાગી પ્રોગ્રામ દરમિયાન, વડાપ્રધાન મોદી બોર્ડની પરીક્ષામાં બેસનારા વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ કર્યો હતો. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ પણ પ્રધાનમંત્રીને પ્રશ્નો પૂછ્યા તેના જવાબ પણ આપ્યા છે. આ તમામને ઓનલાઈન સર્જનાત્મક લેખન સ્પર્ધાના આધારે શોર્ટ-લિસ્ટ કરવામાં આવ્યા છે.



    આ કાર્યક્રમ માટે 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓએ નોંધણી કરાવી હતી. કોવિડ પ્રતિબંધોને કારણે, દિલ્હી, ઉત્તર પ્રદેશઅને હરિયાણાના માત્ર એક હજાર વિદ્યાર્થીઓને તાલકટોરા સ્ટેડિયમ ખાતેના કાર્યક્રમમાં હાજરી આપવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતુ.
    Published by:Kaushal Pancholi
    First published:

    Tags: Pariksha pe charcha 2022, ગુજરાત, પીએમ નરેન્દ્ર મોદી, વડોદરા સમાચાર

    આગામી સમાચાર