વડોદરા : દિવાળી પહેલાં SOGએ બોગસ ચલણી નોટોના કૌભાંડનો પર્દાફાશ કર્યો

News18 Gujarati
Updated: October 23, 2019, 8:43 PM IST
વડોદરા :  દિવાળી પહેલાં SOGએ બોગસ ચલણી નોટોના કૌભાંડનો પર્દાફાશ કર્યો
પોલીસે આરોપીઓની ધરપકડ કરી તેમની સામે ગુનો નોંધ્યો છે.

SOGએ રૂપિયા 500ની 175 ડુપ્લીકેટ નોટ સાથે બે ઈસમોની ધરપકડ કરી, તહેવાર દરમિયાન બજારમાં નોટ ઘૂસાડવાનું આયોજન હતું.

  • Share this:
ફરીખ ખાન, વડોદરા : તહેવારોમાં (Festival) શહેર વિસ્તારમાં આવેલ બજારો તેમજ ભીડભાડવાળી જગ્યાઓમાં નકલી ચલણી નોટો (Fake currency) વટાવી લઇ આર્થિક ફાયદો મેળવવાના ઇરાદે ફરતા બે આરોપીઓને વડોદરા પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રુપે (SOG) ઝડપી પાડ્યા (Arrested) છે. SOGને બાતમી મળી હતી કે વડોદરા શહેરના અભિષેક સૂર્વે તથા તેનો સાગરીત બન્ને સંગમ ચાર રસ્તાથી ધવલ ચાર રસ્તા પાસે આવેલ HDFC બૅન્કની આજુબાજુમાં ઉભા છે અને તેઓ પાસે ભારતીય બનાવટની બનાવટી ચલણી નોટો છે અને માર્કેટમાં ઘૂસાડવા માટે પ્રયત્નો કરી રહેલ છે. પોલીસે આ બાતમીના આધારે વૉચ ગોઠવી અભિષેક સૂર્વે અને તેનો સાગરીત સુમિત સૂર્વે ને નકલી ચલણી નોટો સાથે ઝડપી લીધા હતા.

અભિષેક વિવેકભાઇ સૂર્વે પુંડલીક ડુપ્લેક્ષ, સીગ્નશ સ્કુલ પાછળ, હરણી રોડ પર મોલ્ડ સ્ટીલ ટ્રેડીંગનું કામ કરે છે. અને એમ.એસ.યુનિ.માં બી.કોમ સુધીનો અભ્યાસ કરેલ છે. જયારે બીજો આરોપી સુમીત મુરલીધર સૂર્વે અવિનાશ સોસાયટી, વિજયનગર પાસે સંગમ પાસે ફ્રીજ, એ.સી. રીપેરીંગનું કામ કરે છે. અને રોઝરી સ્કુલમાં ધોરણ-12 પાસ સુધીનો અભ્યાસ કરેલ છે. એસીપી ડી.કે.રાઠોડે ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવ્યું કે 'પોલીસે આરોપીઓ પાસેથી રૂ.500/-ના દરની બનાવટી ચલણી નોટો કુલ નંગ-152 કિ.રૂ.76.000 તથા યામાહા મોટર સાયકલ નં.જી.જે.6.એસ.4100 કિ.રૂ20,000/- તથા રોકડા રૂ.14,00/- નં.(2) પાસેથી રૂ.500/-ના દરની બનાવટી ચલણી નોટો કુલ નંગ-23 કિ.રૂ.11,500 કબ્જે કરી છે.

આ પણ વાંચો :  સુરતમાં જ હતો કમલેશ તિવારીની હત્યાનો પ્લાન, જાણો - હત્યાના પ્લાનથી લઈ અંજામની પૂરી કહાની

આ મામલે વારસીયા પો.સ્ટેશનમાં આરોપીઓ વિરુદ્ધ ઇ.પી.કો. કલમ 489 (ક),(ખ),(ગ),(ઘ), 120(બી) તથા 114 મુજબ ગુનો રજીસ્ટર કરાવેલ છે.SOGના પોલીસ અધિકારી એચ.એમ.ચૌહાણે કહ્યું કે 'આરોપીની એમ.ઓ એ હતી કે દેશના અર્થતંત્રમાં બનાવટી ચલણી નોટો ઘુસાડી પોતાને આર્થિક ફાયદો મેળવવો અભિષેક વિવેકભાઇ સૂર્વેએ બનાવટી ચલણી નોટો આરોપી સુમીત મુરલીધર નમ્બીયારને આપેલ હતી અને તે બનાવટી નોટોને બજારમાં નાની મોટી ખાણી પીણીની દુકાનો તથા દુકાનોમાં વટાવાનો હતો. આરોપી અભિષેક સૂર્વેને આ બનાવટી ચલણી નોટો રાજકોટ/સુરત ખાતે રહેતો કુલદિપ રાવલ નામનો ઇસમ તેને 10 દિવસ અગાઉ અમીતનગર ખાતે આવીને આપી ગયો હતો.

આમ, આ આરોપીઓ પોતાની કળા બતાવી સામાન્ય માણસોને છેતરે તે પહેલા અને ગંભીર અને ખતરનાક ઈરાદાઓ મોટુ સ્વરૂપ ધારણ કરે તે પહેલા એચ.એમ.ચૌહાણ, ઈન્ચાર્જ પોલીસ ઈન્સપેકટર અને ટીમ એસ.ઓ.જી. દવારા આરોપીઓની ધરપકડ કરી તમામ મુદામાલ કબ્જે કરતા ગુનો શોધાયેલ છે અને સામાન્યઓ પ્રજા મોટા સંકટમાંથી ઉગરી છે.
First published: October 23, 2019
વધુ વાંચો
अगली ख़बर