મહેંદી પ્રેમાળ સ્વભાવની હતી, અમે સાડા ત્રણ વર્ષ શાંતિથી રહ્યા, માસીના સંપર્કમાં આવ્યા બાદ તેણીએ ઘર છોડ્યું: મહેંદીનો પૂર્વ પતિ

2014માં મહેંદીના લગ્ન આદિલ સાથે થયા હતા.

Mehendi murder case: મહેંદીના પૂર્વ પતિ આદિલનું કહેવું છે કે મહેંદીનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ હતો. તે આઝાદીથી જીવનારી છોકરી હતી.

  • Share this:
    સંજય ટાંક, અમદાવાદ: ગાંધીનગરના પેથાપુર ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ ગૌશાળા (Pethapur swaminarayan gurukul Gaushala)માં 10 મહિનાના બાળકને તરછોડી દેવાના કેસમાં (10 months child abandoned)અનેક વળાંક આવ્યા છે. આ કેસમાં મૃતક યુવતી મહેંદીનો પૂર્વ પતિ (Ex husband of Mehendi) પણ સામે આવ્યો છે. આ ઉપરાંત મહેંદીના પિતા (Father of Mehendi) પણ મીડિયા સામે આવ્યા છે. મહેંદી આરોપી સચિન દિક્ષીત (Sachin Dixit) સાથે વડોદરામાં લીવઇન (Live-In relationship)માં રહેતી હતી. આ પહેલા મહેંદીના લગ્ન અમદાવાદના જુહાપુરા ખાતે આદિલ પંજવાણી (Adil Panjwani) સાથે થયા હતા.

    બંનેના લગ્ન 2014માં થયા હતા. જે બાદમાં મહેંદીએ અચાનક આદિલનું ઘર છોડી દીધું હતું. જેના થોડા દિવસો પછી તેણી આદિલ પાસે પરત ફરી હતી. જોકે, 2019માં તેણી ફરીથી આદિલને છોડીને ક્યાંક ચાલી ગઈ હતી. મહેંદીના પૂર્વ પતિ આદિલનું કહેવું છે કે મહેંદીનો સ્વભાવ ખૂબ જ પ્રેમાળ હતો. તે આઝાદીથી જીવનારી છોકરી હતી. 2019માં છોડીને ગયા બાદ મહેંદી તેના સંપર્કમાં ન હોવાનું પણ આદિલે જણાવ્યું હતું.

    ન્યૂઝ18 ગુજરાતી સાથે વાતચીત કરતા આદિલ પંજવાણીએ જણાવ્યુ હતુ કે, "જે થયું છે તે ખૂબ ખોટું થયું છે. મહેંદીનો સ્વભાવ ખૂબ પ્રેમાળ હતો. સાથે તે આઝાદીથી જીવનારી છોકરી પણ હતી. વર્ષ 2014માં અમારા લગ્ન થયા હતા. અમે સાડા ત્રણ વર્ષ સુધી ખૂબ પ્રેમથી સાથે રહ્યા હતા. જે બાદમાં તેણી ચિત્રાવડ ખાતે રહેતા તેના માસી અને તેના દીકરાના સંપર્કમાં આવી હતી. બાદમાં તેણીએ અચાનક ઘર છોડી દીધું હતું. જોકે, તેણી ફરીથી મારી પાસે આવી હતી. વર્ષ 2019ના માર્ચ મહિનામાં તેણી ફરીથી ઘર છોડીને જતી રહી હતી. ત્યારપછી તેણી સચિન દીક્ષિતને સંપર્કમાં આવી હતી. ઘર છોડીને ગયા બાદ તેની સાથે મારો કોઈ સંપર્ક ન હતો."

    મીડિયા સાથેની વાતચીત દરમિયાન આદિલ ભાવુક પણ થઈ ગયો હતો. આદિલે વધુમાં જણાવ્યું કે, "અમે સારી રીતે અને શાંતિથી રહેતા હતા. ફેમિલી સાથે બધું બરાબર ચાલતું હતું. મહેંદીના છોકરા વિશે મને કોઈ જાણ ન હતી. મીડિયામાં સામે આવ્યું ત્યારે મને ખબર પડી કે મહેંદીનો કોઈ છોકરો પણ છે."

    મહેંદી ભોળા સ્વભાવની હતી: આદિલ

    "અમારી વચ્ચે ક્યારેય સમસ્યા થઈ ન હતી. 10 માસના દીકરા વિશે હું કંઈ ન કહી શકું. મહેંદીનો વીડિયો આવ્યા ત્યારે મને ખબર પડી કે તેના છોકરાને છોડીને કોઈ જતું રહ્યું છે. મહેંદીને સ્વભાવ સારો હતો. મારી સાથે છૂટાછેડાનું કારણ તેના માસીના છોકરાના સંપર્કમાં આવ્યાનું છે. તેણી સ્વભાવે થોડી ભોળી હતી એટલે કોઈની પણ  વાતમાં આવી જતી હતી. જે થયું છે તે ચોક્કસ ખોટું થયું છે. બાળકની કસ્ટડી કોને મળે તે મારો વિષય નથી. મહેંદી સાથે છૂટાછેડા બાદ તેની પ્રોસેસ પૂર્ણ કરવામાં બે વર્ષ નીકળી ગયા હતા. મેં હજુ સુધી લગ્ન નથી કર્યાં."



    આ પણ વાંચો:  'એ લોકો ખૂબ ખતરનાક છે, મહેંદી પાંચ વર્ષની હતી ત્યારે અમારા તલાક થયા': મહેંદીના પિતા

    બીજી તરફ રવિવારે મહેંદીના પિતા પણ રવિવારે મીડિયા સમક્ષ આવ્યા હતા. ન્યૂઝ18 ગુજરાતી સાથેની વાતચીતમાં મહેબૂબભાઈએ જણાવ્યું હતું કે, "છેલ્લા ચાર વર્ષથી મારી દીકરી સામે મારે કોઈ સંપર્ક ન હતો. મારી પત્ની સાથેના છૂટાછેડા બાદ પિયર પક્ષના લોકો તેને સાથે લઈ ગયા હતા. જે બનાવ બન્યો છે તે ખૂબ જ દુઃખદ છે. મારી દીકરીનું જે બાળક નિરાધાર બન્યું છે તેનો કબજો કોઈ સારા વ્યક્તિને સોંપવામાં આવે. મારા દીકરીના માસીને તેનો કબજો ન સોંપવામાં આવે. મારા પહેલા લગ્નથી મહેંદીનો જન્મ થયો હતો. છૂટાછેડા બાદ મેં અને મારી પત્નીએ બીજા લગ્ન કર્યાં હતા. મારી પ્રથમ પત્નીનું છૂટાછેડા બાદ અકસ્માતમાં નિધન થયું હતું. જે બાદમાં મહેંદી તેના માસીને ત્યાં રહેતી હતી."



    મહેબૂબભાઈ વધુમાં જણાવ્યું હતું કે, "ન્યૂઝ જોયા પછી મને ખબર પડી કે મારી દીકરી તેની માસી પાસે હતી. જુહાપુરામાં આદિલ નામના છોકરા સાથે મહેંદીના લગ્ન થયા હતા. આદિલ સાથે હીનાના છૂટાછેડા થયા હતા. મારી સાસુ એટલે કે મહેંદીના નાનીએ મારા છૂટાછેડા કરાવ્યા હતા એ રીતે જ મારી દીકરીના પણ છૂટાછેડા કરાવ્યા હતા. એ લોકોએ મારી અને મારી દીકરીના છૂટેછાડા કરાવીને બંનેની જિંદગી બરબાદ કરી. મારી સરકારને વિંનતી કે મારી દીકરીના દીકરાનો કબજો આ લોકોના સગા-સંબંધીને ન સોંપે." (વાંચો સમગ્ર અહેવાલ...)
    Published by:Vinod Zankhaliya
    First published: