Home /News /gujarat /

પારૂલ યુનિ.ના વિદેશી છાત્રોએ સોસાયટીમાં પ્રવેશ મુદ્દે ઝઘડી યુવકનું માથું ફોડ્યું

પારૂલ યુનિ.ના વિદેશી છાત્રોએ સોસાયટીમાં પ્રવેશ મુદ્દે ઝઘડી યુવકનું માથું ફોડ્યું

પોલીસે આ ઝઘડામાં ગુનો નોંધી ઝીમ્બાબવેના વિદેશી વિદ્યાર્થીઓની ધરપકડ કરી હતી.

પારૂલ યુનિવર્સિટીના ઝિમ્બાબવેના વિદ્યાર્થીઓએ અણખોલ ગામ પાસેની શ્યામલ ગ્રીન સોસાયટીમાં રજિસ્ટર કરવા બાબતે ઝઘડો કર્યો

    ફરિદ ખાન, વડોદરા : વડોદરાના સીમાડે આવેલી પારૂલ યુનિવર્સિટીમાં અનેક વિદેશી વિદ્યાર્થી અભ્યાસ કરે છે. અવારનવાર આ વિદેશી વિદ્યાર્થીઓના ઝઘડાની ફરિયાદો આવ્યા કરે છે ત્યારે બુધવારે વડોદરા શહેર નજીક આવેલા અમખોલ ગામ પાસે આવેલ શ્યામલ ગ્રીન સોસાયટીના રજિસ્ટરમાં એન્ટ્રી કરવા બાબતે સોસાયટીના ભાડાના મકાનમાં રહેતા ચાર વિદેશી યુવાનોએ એક યુવક સાથે ઝઘડો કરતા ઇજા પહોંચાડી હતી. ઇજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે વાઘોડિયા રોડ સ્થિત ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પોલીસે ચાર વિદેશી વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી.

    આ પણ વાંચો :  કમાટી બાગમાં દીપડાની પજવણી, યુવકો પથ્થર મારતા હોવાનો વીડિયો વાયરલ

    આ બનાવની વિગત એવી છે કે શ્યામલ ગ્રીન સોસાયટીમાં મૂળ ઝીમ્બાબવેના વતની ટમ્પી વેન્ડસે મોન્ટોહરી, તફડઝ્વા જ્યુબેલી સુમ્બા, હોપવેવ ઝોઉ અને વાડીટાઇઝે ભાડે રહે છે અન પારૂલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. સોસયાટીમાં મોડી રાત્રે આવતા લોકો માટે સિક્યોરિટી પાસે રાખવામાં આવેલા રજિસ્ટરમાં આવનજાવન કરતા લોકોની એન્ટ્રી કરવાનો નિયમ છે. દરમિયાન આ વિદેશ વિદ્યાર્થીઓ મોડી રાત્રે સોસાયટીમાં આવ્યા હતા. વિદેશી વિદ્યાર્થીએ સોસાયટીના રજિસ્ટરમાં એન્ટ્રી કરવાની ના પાડતા સોસાયટીના રહીશ તન્મય તંબોલીએ તેમને ઠપકો આપ્યો હતો અને રજિસ્ટરમાં એન્ટ્રી કરવાની ફરજ પાડી હતી.

    આ પણ વાંચો :  વાઘોડિયા : પ્રેમીને ફસાવવા પ્રેમિકાએ પ્રેમીની બીજી પ્રેમિકાની હત્યા કરી

    આ ઘટના બાદ મામલો બીચકતા વિદેશી વિદ્યાર્થીઓએ તન્મય તંબોલીને માર માર્યો હતો. એક વિદેશ યુવાને તન્મયના માથે પથ્થર મારતા તેનું માથું ફૂટી ગયું હતું. લોહીલુહાણ હાલતમાં તંબોલીને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો.

    ઇજાગ્રસ્ત યુવક તન્મય તંબોલી


    આ ઘટના બાદ પોલીસે તન્મય તંબોલીની ફરિયાદના આધારે વડોદરા તાલુકા પોલીસે હુમલો કરનાર ઝીમ્બાબવેના યુવકોની ધરપકડ કરી અને તેમની સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Published by:Jay Mishra
    First published:

    Tags: International students, Parul University, ગુનો, વડોદરા

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन