Home /News /gujarat /

વડોદરા : હોસ્પિટલ બંધ થઈ ગઈ હોય તો પણ વીમાની રકમ ચૂકવવી પડશે, કોર્ટનો વીમા કંપનીને આદેશ

વડોદરા : હોસ્પિટલ બંધ થઈ ગઈ હોય તો પણ વીમાની રકમ ચૂકવવી પડશે, કોર્ટનો વીમા કંપનીને આદેશ

પ્રતિકાત્મક તસવીર

Vadodara: વીમા કંપનીએ દલીલ કરી હતી કે, પેથોલોજી રિપોર્ટ નકલી છે અને ઉમેર્યુ હતું કે, જ્યારે તેણે 2019માં હોસ્પિટલમાં સારવાર વિશે પૂછપરછ કરી, ત્યારે તે પહેલાથી જ બંધ થઇ ગઇ હતી.

વડોદરા: શહેરમાં (Vadodara news) એક વીમાદાતા સામેના કેસની સુનાવણી (Health Policy)જેણે વર્ષ 2017માં એક દર્દીના રૂ. 1.56 લાખાના દાવાને તેમ કહીને ફગાવી દીધો (Customer's Claim Rejected) હતો કે હોસ્પિટલ બંધ થઇ ગઇ છે. આ અંગે વડોદરા કન્ઝ્યુમર ડીસ્પ્યુટ રીડ્રેસલ કમિશન (એડિશનલ)ના આઇ સી શાહે ચુકાદો આપ્યો છે કે, વીમા હોસ્પિટલના હાલના અસ્તિત્વને ધ્યાનમાં લીધા વિના તેણે વીમાની રકમ ચૂકવવાની રહેશે.

શું છે સમગ્ર મામલો?

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, ગ્રાહક ફોરમ દ્વારા વડોદરાના ગોત્રી રોડના રહેવાસી જુગલ મહેતાના કેસની સુનાવણી શરૂ કરી હતી, જેણે વર્ષ 2017માં તેના દાવાને નકારી કાઢવામાં આવતા નેશનલ ઇન્શ્યોરન્સ કંપની લિમિટેડ પર દાવો કર્યો હતો.

પોતાની અરજીમાં મહેતાએ જણાવ્યું હતું કે, તેણે મે, 2006માં એક વર્ષ માટે NICL પાસેથી હેલ્થ પોલિસી ખરીદી હતી. બાદમાં તેમને એટેલેક્ટેસિસ સાથે મલ્ટિપલ સેપ્ટેશન સાથે પ્લ્યુરલ ઇફ્યુઝન હોવાનું સામે આવ્યું હતું અને ઓક્ટોબર 2016માં તેમને નવ દિવસ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ તેણે NICL પાસેથી તબીબી સારવારના ખર્ચ માટે રૂ. 1.56 લાખનો દાવો કર્યો હતો.

વીમા પેઢીએ 2017માં મહેતાના આ ક્લેમને તેમ કહીને ફગાવી દીધી કે, મહેતાએ જે હોસ્પિટલમાં સારવાર લેવાનો દાવો કર્યો હતો તે બંધ થઇ ગઇ હતી અને ફરીયાદીએ કોઇ સારવાર કરાવી કે, બિલ ચૂકવ્યા હોવાના પુરાવા નથી.

આ પણ વાંચો: વડોદરામાં ખેલાયો ખૂની ખેલ: ભાઇએ સગી બહેન અને માતાને જ માર્યા છરીના ઘા

મહેતાએ જણાવ્યું હતું કે, તેમણે સારવારના જરૂરી દસ્તાવેજો અને ડોક્ટર દ્વારા હસ્તાક્ષર કરાયેલા ડિસ્ચાર્જ સમરી સાથેના પુરાવા જમા કરાવ્યા હતા. તેમણે દલીલ કરી હતી કે, વીમા પેઢીને સારવાર અંગે ડોક્ટર તરફથી કોઇ એફિડેવિટ કે નિવેદન મળ્યું નથી. મહેતાએ ડાયગ્નોસ્ટિક સેન્ટરમાંથી તેની સ્થિતિનો મેડિકલ રિપોર્ટ પણ તૈયાર કર્યો છે.

આ પણ વાંચો: યોગ દિવસે જ રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ થયા કોરોના સંક્રમિત

પરંતુ વીમા કંપનીએ દલીલ કરી હતી કે, પેથોલોજી રિપોર્ટ નકલી છે અને ઉમેર્યુ હતું કે, જ્યારે તેણે 2019માં હોસ્પિટલમાં સારવાર વિશે પૂછપરછ કરી, ત્યારે તે  પહેલાથી જ બંધ થઇ ગઇ હતી. મહેતાએ કહ્યું કે, હોસ્પિટલ અન્ય કોઇ ડોક્ટરને આપવામાં આવી હતી અને જો હોસ્પિટલ બંધ થઈ ગઇ હોય તો પણ તેનો અર્થ એ નથી કે ત્યાં તેની સારવાર કરવામાં આવી નથી.

કોર્ટે મહેતાની દલીલો સ્વીકારી હતી અને ગ્રાહક ફોરમમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે દિવસથી તેમને નવ ટકાના વ્યાજ સાથે રૂ. 1.56 લાખ ચૂકવવા વીમા પેઢીને આદેશ આપ્યો હતો. પેઢીને માનસિક વેદના માટે રૂ. 5000 અને મહેતાને ખર્ચ પેટે રૂ. 5000 ચૂકવવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે.
Published by:Kaushal Pancholi
First published:

Tags: ગુજરાત, ગુજરાત હાઇકોર્ટ, વડોદરા સમાચાર

આગામી સમાચાર