વડોદરા: પાંચ માસ પહેલા ભાગેલા યુવતી અને સગીરા ઝડપાયા, સજાતીય સંબંધ હોવાનું કબૂલ્યું

વડોદરા: પાંચ માસ પહેલા ભાગેલા યુવતી અને સગીરા ઝડપાયા, સજાતીય સંબંધ હોવાનું કબૂલ્યું
પ્રતીકાત્મક તસવીર: shutterstock

આ ઉપરાંત પોલીસ તપાસમાં અન્ય એક પણ ચોંકાવનારી વિગત સામે આવી હતી. આ યુવતીએ લૂંટેરી દુલ્હન બની અનેક યુવકોને ઠગ્યા હતા.

 • Share this:
  વડોદરા: શહેરમાં (Vadodara) પાંચ માસ પહેલા 25 વર્ષની યુવતી 17 વર્ષની સગીરાને (minor girl) પ્રેમજાળમાં (love) ફસાવીને ભગાડી ગઇ હતી. જે બંનેને પીસીબીની ટીમે અમદાવાદથી (Ahmedabad) ઝડપી પાડવામાં સફળતા મળી છે. યુવતીએ સગીરા સાથે શારીરિક સંબંધ (homosexual) હોવાનું જણાવ્યું હતુ. જેથી તે બંનેનું મેડિકલ પરીક્ષણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે ચોંકાવનારો ખુલાસો એ પણ થયો છે કે, યુવતી લૂંટેરી દુલ્હન (looteri Dulhan) બનીને અનેક યુવકોને પણ ફસાવ્યા છે. જોકે, આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

  બંને અમદાવાદમાં મજૂરી કરીને સાથે રહેતા હતા  આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરનાં પાણીગેટ વિસ્તારમાં આશરે 5 માસ પહેલા સગીરા ગુમ થઈ હતી. જે બાદ પરિવારે ઘણી જ શોધખોળ હાથ ધરી હતી પરંતુ તેની કોઇ ભાળ ન મળતા પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેથી પોલીસે અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જે બાદ પોલીસને માહિતી મળતાં એન્ટી હ્યૂમન ટ્રાફિકિંગ ટીમને સાથે રાખી અમદાવાદમાં મજૂરી કામ કરી સાથે રહેતી સગીરા અને યુવતીને ઝડપી પાડવામાં આવ્યા છે.

  Explained: ગુજરાતમાં હનીટ્રેપ ગેંગની શું હોય છે મોડસ ઓપરેન્ડી? નિષ્ણાતોના મતે બચવાના ઉપાયો

  સગીરાને સારી જગ્યાએ લગ્ન કરાવવાની લાલચે લઇ ગઇ હતી

  પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું કે, 5 માસ અગાઉ સગીરાના પાડોશમાં એક યુવતી ભાડે રહેવા આવી હતી. તેણીએ સગીરા સાથે પરિચય કેળવ્યો હતો અને બંને વચ્ચે આકર્ષણ વધતા પ્રેમ સંબંધ બંધાયો હતો. જેમાં યુવતીએ સગીરાને લાલચ આપી હતી કે, તે તેના સારી જગ્યાએ લગ્ન કરાવી આપશે જે બાદ બંને ફરાર થઇ ગયા હતા. તેઓ અમદાવાદમાં સાથે રહેતાં હતાં અને મજૂરી કરતાં હતાં. તે બંને વચ્ચે સજાતીય સંબંધ પણ બંધાયો હતો. પાણીગેટ પોલીસે બંનેના મેડિકલ ચેકઅપ કરાવવાની તજવીજ સાથે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

  અમદાવાદ: 'શાકમાં જાણી જોઇને મીઠું ઓછું નાંખ્યું છે' કહી, પતિ અને સાસરિયાઓએ માર્યો ગડદાપાટુ માર  યુવતી લૂંટેરી દુલ્હન નીકળી

  આ ઉપરાંત પોલીસ તપાસમાં અન્ય એક પણ ચોંકાવનારી વિગત સામે આવી હતી. આ યુવતીએ લૂંટેરી દુલ્હન બની અનેક યુવકોને ઠગ્યા હતા. યુવતી લગ્ન કરવા ઇચ્છતા યુવકોને વિશ્વાસમાં લઇ તેમની પાસેથી નાણાં ખંખેરી લેતી હતી. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
  Published by:Kaushal Pancholi
  First published:March 24, 2021, 07:11 am

  ટૉપ ન્યૂઝ