Home /News /gujarat /

વડોદરા: ગુમ સ્વિટી પટેલનાં દીકરાએ સોશિયલ મીડિયામાં લગાવી ગુહાર, 'મારી મમ્મીને શોધવામાં મદદ કરો'

વડોદરા: ગુમ સ્વિટી પટેલનાં દીકરાએ સોશિયલ મીડિયામાં લગાવી ગુહાર, 'મારી મમ્મીને શોધવામાં મદદ કરો'

જિલ્લા પોલીસ વડાએ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. દેસાઇ પાસેથી એસઓજી, સાઇબર સહિત વિવિધ બ્રાન્ચનો ચાર્જ લઇને લીવ રીઝર્વમાં મૂકી દીધા છે.

જિલ્લા પોલીસ વડાએ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. દેસાઇ પાસેથી એસઓજી, સાઇબર સહિત વિવિધ બ્રાન્ચનો ચાર્જ લઇને લીવ રીઝર્વમાં મૂકી દીધા છે.

  વડોદરા: જિલ્લા પોલીસમાં એસઓજી, સાઇબર સહિત વિવિધ બ્રાન્ચનો ચાર્જ સંભાળતા પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઇના (PI Ajay Desai) પત્ની સ્વિટી પટેલ (Sweety Patel) એક મહિનાથી ગાયબ થઇ ગયા છે. આ સમાચાર સામે આવતા ચકચાર મચી ગઇ છે. આ મામલામાં હવે શંકાની સોય ગાયબ થયેલી યુવતીના પોલીસ અધિકારી પતિ તરફ ચીંધાઇ રહી છે. જિલ્લા પોલીસ વડાએ પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. દેસાઇ પાસેથી એસઓજી, સાઇબર સહિત વિવિધ બ્રાન્ચનો ચાર્જ લઇને લીવ રીઝર્વમાં મૂકી દીધા છે. તેમની સાથે તેમનો પોલીગ્રાફીક તથા નાર્કો ટેસ્ટ કરાવવા માટે અદાલતમાંથી મંજૂરી માટે અરજી પણ કરવામાં આવી છે. આખી તપાસ જિલ્લા પોલીસના ડીવાયએસપી કલ્પેશ સોલંકીને સોંપવામાં આવી છે.

  આ કેસમાં સ્વિટી પટેલનાં પૂર્વ પતિથી તેમને એક 17 વર્ષનો દીકરો રિધમ પંડ્યા (Ridham Pandya) છે તેવી બાબત પણ સપાટી પર આવી છે. ઔસ્ટ્રેલિયામાં રહેતા રિધમે પોતાની મમ્મી ગુમ થતાં સોશિયલ મીડિયામાં એક કેમ્પેઇન પણ શરૂ કર્યું છે. રિધમે લખ્યું છે કે, 'મારી મમ્મી મને અને નાના ભાઇને છોડીને ક્યાંય ન જાય. મને ડર છે કે, મારી મમ્મી સાથે કદાચ કંઇક ખોટું તો નહીં થયું હોય ને. પ્લીઝ હેલ્પ.'

  સ્વિટી પટેલનો ફાઇલ ફોટો


  અહીં ક્લિક કરીને જાણો શું છે સ્વિટી પટેલનો ગુમ થવાનો આખો કેસ.

  દીકરાએ સોશિયલ મીડિયા પર કેમ્પેઇન શરૂ કર્યું

  રિધમે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મૂકી છે. જેમાં તેણે પોતાની વ્યથા જણાવી છે. તેણે લખ્યું છે કે, મારું નામ રીધમ પંડ્યા(ઉ.17) છે. હું મમ્મીને શોધવા પ્રયત્ન કરી રહ્યો છું, જે 4 જૂનના મોડી રાતથી કે 5 જૂન વહેલી સવારથી વડોદરાના કરજણના ઘેરથી ખોવાયેલ છે.

  થોડા વર્ષો પહેલાં મારા મમ્મી-પપ્પા અલગ થયાં હતાં અને હું અને મારો નાનો ભાઇ પપ્પા સાથે ઓસ્ટ્રેલિયામાં રહીએ છીએ. મારા મમ્મીએ અજય દેસાઇ સાથે લગ્ન કર્યા હતા અને તેમને 2 વર્ષનો દીકરો પણ છે. મારી મમ્મી કોઇને કહ્યા વગર જતી રહી હશે અને થોડા દિવસમાં આવી જશે તેવું વિચારી અજય દેસાઇએ 6 દિવસ સુધી પોલીસમાં જાણ કરી ન હતી, પછી તેમણે મારા મામાને બોલાવીને પોલીસમાં ફરિયાદ લખાવી હતી.

  સાયરાબાનુને 12 વર્ષની ઉંમરમાં પહેલી નજરમાં જ દિલીપ કુમાર સાથે થયો હતો પ્રેમ  મને ભારતની કાનૂની વ્યવસ્થા અને ગુજરાત પોલીસની કામગીરી પર ભરોસો છે. મારી મમ્મી જાતે પાછી આવી જશે એવું વિચારી મેં ઘણી રાહ જોઇ લીધી છે એટલા માટે મેં સોશિયલ મીડિયામાં કેમ્પેઇન ચાલુ કર્યું છે અને તમારી મદદની બહું જરૂર છે. મમ્મી મને કે મારા ભાઇને મૂકી એમ જ જતી રહે નહીં. મને ડર છે કે, મારી મમ્મી સાથે કદાચ કંઇક ખોટું તો નહીં થયું હોય ને. પ્લીઝ હેલ્પ, તમારી પાસે કોઇ જાણકારી હોય તો જણાવશો કે આ પોસ્ટને જેટલા લોકોને મોકલી શકો એટલા લોકોને મોકલો. મારા દાદનો પણ તમે કોન્ટેક્ટ કરી શકો છો. માહિતી આપનારને યોગ્ય વળતર અપાશે. Please help.

  પોલીસ ઇન્સ્પેક્ટર અજય દેસાઇની ફાઇલ તસવીર


  જુનાગઢઃ બેફામ કાર ચલાવી સગીર ચાલકે પેટ્રોલિંગ કરી રહેલા PSI સીંગરખીયાને અડફેટે લીધા, સારવાર દરમિયાન મોત

  સ્વિટીનાં ભાઇએ નોંધાવી હતી જાણવાજોગ

  વડોદરા જિલ્લાના કરજણ ખાતે આવેલી પ્રયોશા સોસાયટીમાં રહેતા જિલ્લા એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. દેસાઇનાં 37 વર્ષનાં પત્ની સ્વિટી મહેન્દ્રભાઇ પટેલ ગત તારીખ 5મી જૂનના રાત્રે ગાયબ થઇ ગયા હતા. આ અંગેની સ્વિટી પટેલના ભાઇ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના પણસોરા ખાતે રહેતા જયદીપ મહેન્દ્રભાઇ પટેલે તારીખ 11મી જૂનના રોજ જાણ કરી હતી. જે મામલે પોલીસે જાણવા જોગ લઇને શોધખોળ શરૂ કરી દીધી હતી.

  સ્વિટીનાં ત્રીજા લગ્ન હતા

  નોંધનીય છે કે, પોલીસ ઇન્સ્પેક્ટર એ.એ. દેસાઇ અને સ્વિટી પટેલે 2015માં પ્રેમલગ્ન કર્યા હતા. સ્વિટી પટેલના આ અગાઉ બે લગ્ન થઇ ચૂક્યા હતા. તેઓએ બે વખત ડિવોર્સ લીધા બાદ આ ત્રીજા લગ્ન હતા. પ્રથમ લગ્ન જેની સાથે થયા હતા તે વ્યક્તિ ઓસ્ટ્રેલિયા શીફ્ટ થઇ ગયા છે. ત્યાર બાદ જેમની સાથે લગ્ન થયા હતા તે બિલકુલ સંપર્કમાં નથી. ત્યાર પછી તેઓને પોલીસ અધિકારી સાથે લગ્ન થયા હતા. જિલ્લા પોલીસ વડાનાં જણાવ્યાં પ્રમાણે, ગુમ થયેલા સ્વિટી પટેલના મામલે પ્રચાર પ્રસાર બહોળો કરવામાં આવતાં કેટલીક વિગતો અમારી પાસે આવી છે. તે બાબતે ચકાસણી કરવાની કાર્યવાહી ચાલુ છે.
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Missing, ગુજરાત, મહિલા, વડોદરા

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन