વડોદરા: બંધ મકાનમાંથી મળી માતા અને દીકરીની લાશ, દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને કરી જાણ

વડોદરા: બંધ મકાનમાંથી મળી માતા અને દીકરીની લાશ, દુર્ગંધ આવતા પાડોશીએ પોલીસને કરી જાણ
પ્રતીકાત્મક તસવીર

પોલીસે ઘરનો દરવાજો ખોલીને જોયું તો અંદર પંખો અને ટીવી ચાલતા હતા અને માતા તથા પુત્રીનાં મૃતદેહો ડિક્મ્પોઝ હાલતમાં પડ્યા હતા.

 • Share this:
  વડોદરા: શહેરનાં (Vadodara) હરણીરોડ વિસ્તારમાં રહેતા માતા અને દીકરીની લાશ (mother daughter deadbody) તેમના ઘરમાંથી જ રહસ્યમય સંજોગોમાં મળી આવી છે. ઘરમાંથી દુર્ગંધ આવતા પાડોશીઓએ આ અંગેની જાણ પોલીસને કરી હતી. જે બાદ પોલીસે ઘરનો દરવાજો ખોલીને જોયું તો અંદર પંખો અને ટીવી ચાલતા હતા અને માતા તથા પુત્રીનાં મૃતદેહો ડિક્મ્પોઝ હાલતમાં પડ્યા હતા. જે બાદ પોલીસે બંન્ને મૃતદેહને પી.એમ.માટે મોકલી આપ્યા છે. પોલીસને ઘરમમાંથી કોઇ ચિઠ્ઠી કે કાંઇ મળ્યું નથી.

  ઘરમાં જ ચાર પાંચ દિવસ પહેલા મોત થયાનું સામે આવ્યું  આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરનાં વારસિયા પોલીસને હરણી રોડ સવાદ ક્વાટર્સમાં પાર્વતી નગરમાં રહેતા સ્થાનિક રહીશોએ ફોન પર જાણ કરી હતી. તેમના કહ્યાં પ્રમાણે, એક મકાનમાંથી ભારે દુર્ગંધ આવી રહી છે. જેથી,વારસિયા પોલીસ સ્થળ પર પહોંચી ગઇ હતી અને મકાનનો દરવાજો ખોલીને તપાસ આદરી હતી. પોલીસને અંદર બે મહિલાની ડિકમ્પોઝ થયેલી લાશ મળી હતી.પોલીસે ફોરેન્સિકની ટીમને પણ બોલાવી હતી. તેમની તપાસમાં સામે આવ્યું હતું કે, આ બંને મૃતદેહો ચારથી પાંચ દિવસ જૂના છે. આ માતા પુત્રીનું કયા કારણોસર મોત થયું તે અંગે હાલ જાણ થઇ નથી. મોતના કારણની જાણ મૃતદેહોનાં પીએમ રિપોર્ટ આવશે તે પરથી જ થશે.

  અરબી સમુદ્રમાં તૌક્તેનું તાંડવ: 18 મેના ગુજરાતના દરિયા કિનારા નજીક પહોંચશે, જાણો શું છે આગાહી

  તેમનો દીકરો આર્મીમાં ફરજ બજાવે છે

  આ ઘરમાં 74 વર્ષનાં તારામતીબેન બાળાસાહેબ પવાર અને તેમની 50 વર્ષની પુત્રી અરૃણાબેન પવાર રહેતા હતા. તારામતીબેનના પતિ આર્મીમાં ફરજ બજાવતા હતા.અને તેમનુ 10 વર્ષ પહેલા મૃત્યું થયું હતું. ત્યારથી જ આ મા દીકરી એકલા રહેતા હતા. પતિનાં પેન્શન પરજ તે બંનેનું ગુજરાન ચાલતું હતું. તારામતીને એક દીકરો અને બે દીકરી એમ ત્રણ સંતાન હતા. એક દિકરીનું લગ્ન થયું હતું અને તે સાસરે ગઇ હતી. જ્યારે અન્ય દીકરીએ લગ્ન કર્યા ન હતા જેથી તે માતા સાથે જ રહેતી હતી. તેમનો દીકરો પણ આર્મીમાં જ નોકરી કરે છે અને તે અલગ રહે છે. આ માતા અને દીકરીનાં આડોસપાડોસ કે પરિવારનાં અન્ય લોકો સાથે સંબંધ હતો નહીં.

  કોરોનાની રસીના બે ડોઝ અલગ-અલગ કંપનીના લેવાય? આડઅસર થશે કે નહીં? ઓક્સફોર્ડે કર્યું રીસર્ચ

  પોલીસે શંકા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ માતા અને દીકરીનું કોરોનાને કારણે મોત થયું હોવું જોઇએ. પોલીસને ઘરમાંથી એક મોબાઇલ ફોન મળી આવ્યો જોની કોલ ડિટેઇલ્સ જાણીને વધું તપાસ હાથ ધરવામાં આવશે.
  Published by:Kaushal Pancholi
  First published:May 16, 2021, 07:41 am

  ટૉપ ન્યૂઝ