Home /News /gujarat /વડોદરા: Covid પોઝિટિવ ગ્રાહક અચાનક ઢળી પડતા દુકાનદારે બચાવ્યો જીવ, Video CCTVમાં કેદ

વડોદરા: Covid પોઝિટિવ ગ્રાહક અચાનક ઢળી પડતા દુકાનદારે બચાવ્યો જીવ, Video CCTVમાં કેદ

'સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઇ શકત.'

'સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઇ શકત.'

અંકિત ગોનસીકર, વડોદરા: વડોદરામાં (vadodara) કોરોનાકાળના (Corona pandemic) કપરા કાળમાં પણ માનવતા મહેકાવતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. વડોદરાની કારેલીબાગ વિસ્તારની જન ઔષધીની (Jan Aushadhi) દવાની દુકાનમાં 50 વર્ષનાં ગ્રાહક ખરીદી કરવા આવ્યા હતા. ત્યારે જ તે અચાનક ઢળી પડ્યા હતા. આ જોતા દુકાનદાર બાલકૃષ્ણ ગજ્જરે તરત જ સીપીઆર પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપતા ગ્રાહકનો જીવ બચાવ્યો હતો. પછીથી જાણ થઇ કે, તે દર્દી કોવિડ પોઝિટિવ છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, શહેરની જન ઔષધીની દુકાનમાં એક 50 વર્ષના દર્દી દવા લેવા માટે આવ્યા હતા. તેઓ દવા લઇને પરત ફરતા હતા ત્યારે તેમની અચાનક તબિયત બગડતા 10થી 15 મિનિટ એક ખુરશીમાં બેસી ગયા હતા. જેથી વેપારી બાલકૃષ્ણભાઇ અને તેમના સહકર્મીની નજર પડતા ગ્રાહકને જોવા ગયા હતા. આ ગ્રાહત અવારનવાર દુકાનમાં આવતા હોવાથી દુકાનદાર તેમને ઓળખતા હતા. ગ્રાહક પાસે જાય છે ત્યાં તો ગ્રાહક અચાનક ઢળી પડ્યા. જે બાદ દુકાનદાર અને તેમના કર્મીએ તેમને સીપીઆર પદ્ધતિથી પ્રાથમિક સારવાર આપતા તેઓ સ્વસ્થ થયા હતા. તેઓ સ્વસ્થ થતાં આ અંગે તેમના પરિવારને જાણ કરવામાં આવી અને તેમનો દીકરો તેમને લઇ ગયો હતો. જે બાદ જાણ થઇ કે આ ગ્રાહકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

નવા ટેરર મોડ્યુલનો પર્દાફાશ: અમદાવાદમાં 20 માર્ચે લાગેલી આગના તાર આતંકીઓ સાથે જોડાયા

જેથી દુકાનદારે પણ કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો તો એમને પણ સંક્રમણ લાગી ગયું હતું. આ અંગે વેપારીએ જણાવ્યું હતું કે, સંક્રમણ તો કાલે મટી જશે, પરંતુ જો ગ્રાહકના જીવને જોખમ સર્જાત તો માનવતા પર લાગેલું સંક્રમણ ક્યારેય ન સાજું થઇ શકત. ભલે મારો રિપોર્ટ પોઝિટિવ આવ્યો, પણ ગ્રાહકનો જીવ બચી ગયાનો અપાર સંતોષ છે.



સામાન્ય રીતે કોરોનાકાળમાં કોઇ કોઇની નજીક જવાનું પસંદ નથી કરતું. આ ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગઇ છે. તો તેમાં પણ દેખાય છે કે જ્યારે ગ્રાહક ઢળી પડે છે ત્યારે આસપાસ ઉભેલા ગ્રાહક તેમની મદદે આવતા નથી પરંતુ દુકાનદાર અને તેમનો કર્મી જ મદદે જાય છે.
First published:

Tags: Coronavirus, Good story, Inspiration, Vadodara, ગુજરાત