વડોદરામાં આઠ નવજાત બાળકોનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, આરોગ્ય વિભાગ દોડતું થયું

વડોદરામાં આઠ નવજાત બાળકોનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ, આરોગ્ય વિભાગ દોડતું થયું
ફાઇલ તસવીર

બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એસ.એસ.જી હૉસ્પિટલમાં બોળકો માટે અલગ કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.

  • Share this:
    કોરોના મહામારીનો (Corona Pandemic) કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. ત્યારે વડોદરામાંથી (Vadodara) ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યાં છે. શહેરની એસ.એસ.જી હૉસ્પિટલમાં (S.S.G Hospital) આઠ નવજાત બાળકોનો (new born baby) કોરોના રિપોર્ટ પોઝિટિવ (Corona positive) આવ્યો છે. જેના કારણે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. બાળકો માટે એસ.એસ.જી હૉસ્પિટલમાં ખાસ આઇસોલેશન વોર્ડની સુવિધા ઉભી કરવામાં આવી છે. શહેરની ખાનગી હૉસ્પિટલમાં પણ બાળકોના કોરોના પોઝિટિવના કેસ નોંધાયા છે.

    આરોગ્ય વિભાગની ચિંતા વધી



    બાળકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એસ.એસ.જી હૉસ્પિટલમાં બોળકો માટે અલગ કોરોના વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની ચિંતા એટલે પણ વધી છે કે, કોરોના દરમિયાન મોટામાં જે દવાઓનો ઉપયોગ થાય છે તેનો ઉપયોગ નાના બાળકો માટે ન કરી શકે. મળતી માહિતી પ્રમાણે, એસએસજી પિડિયાટ્રીક વિભાગમાં આઠ બાળકો કોરોના સંક્રમિત થયા છે. જેમાંથી પાંચ બાળકોને હોમ ક્વૉરન્ટીન કવામાં આવ્યાં છે અને ત્રણ બાળકોની હૉસ્પિટલમાં કોરોના ગાઇડલાઇન પ્રમાણે સારવાર ચાલી રહી છે.

    લવ જેહાદ પર ગર્જ્યા રાજ્ય ગૃહમંત્રી, 'નવા કાયદામાં માત્ર પીડિત નહીં પરિવાર પણ ફરિયાદ કરી શકશે'

    'માતા પિતા કોરોના પોઝિટિવ હોય તેવા બાળકો પોઝિટિવ થયા છે'

    એચઓડી, ડૉ. શિલા ઐયરના જણાવ્યા પ્રમાણે, આ વખતના કોરોના સ્ટ્રેનમાં સંક્રમણમાં બાળકોના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવી રહ્યાં છે. માતા પિતા કોરોના પોઝિટિવ હોય તેવા બાળકો પોઝિટિવ આવી રહ્યાં છે. તેમના માટે ખાસ આઇસોલેશનની સુવિધા ઉભી કરવામાં આવી છે.

    અમદાવાદમાં સરનામું પૂછતી ગેંગનો આતંક વધ્યો: 75 વર્ષના વૃદ્ધાની સોનાની ચેઇન અને વીંટી ખેંચીને ફરાર

    શહેરમાં પરિસ્થિતિ વિકટ બની રહી છે

    વડોદરા શહેરમાં કોરોનાના કેસોમાં સતત વધારો થતાં ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ભરાવવા લાગી છે. વડોદરાની ખાનગી અને સરકારી કોવિડ હૉસ્પિટલોમાં હાલ 8223 બેડની વ્યવસ્થા છે, જે પૈકી 5356 બેડ કોરોનાના દર્દીઓથી ભરાઇ ગયા છે અને 2814 બેડ ખાલી છે. જેમાં 1367 બેડ ICUની સુવિધાથી સજ્જ છે, જે પૈકી 1059 ICUના બેડ ભરાઇ ગયા છે. જ્યારે હવે માત્ર ICUના માત્ર 308 બેડ જ ખાલી છે. આમ વડોદરા શહેરમાં કોરોનાની સ્થિતિ વિકટ બની રહી છે.
    Published by:Kaushal Pancholi
    First published:April 01, 2021, 12:19 pm

    ટૉપ ન્યૂઝ