Video: લોકો ક્યારે સમજશે? મમતા સોનીના ઠુમકા પર નાચી રહ્યાં હતા લોકો, માસ્ક-ડિસ્ટન્સિંગના લીરેલીરા

Video: લોકો ક્યારે સમજશે? મમતા સોનીના ઠુમકા પર નાચી રહ્યાં હતા લોકો, માસ્ક-ડિસ્ટન્સિંગના લીરેલીરા
ફારૂક મલેકની દીકરીના લગ્ન પ્રસંગમાં 400 માણસ ડભાસા રોડ પરના રંગ ફાર્મમાં ભેગા થયા હતા.

ફારૂક મલેકની દીકરીના લગ્ન પ્રસંગમાં 400 માણસ ડભાસા રોડ પરના રંગ ફાર્મમાં ભેગા થયા હતા.

  • Share this:
    રાજ્યમાં (Gujarat) કોરોનાના (coronavirus) વધતા આંકડાએ ચિંતાજનક સ્થિતિ બનાવી છે. એકતરફ સરકાર લોકોને અપીલ કરી રહી છે કે, કામ વગર ઘરની બહાર ન નીકળશો, માસ્ક પહેરો, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરો. ત્યારે બીજી તરફ એવા પણ કેટલાક લોકો છે જેમને કોરોનાના વધતા આંકડાથી, વધતા મૃતઆંકથી કોઇ લેવા દેવા જ નથી. આવો જ એક કિસ્સો વડોદરાના (Vadodara) પાદરામાં (Padra) બન્યો છે. પાદરાના ટાવર રોડ પર રહેતા ફારૂક મલેકની દીકરીના લગ્ન પ્રસંગમાં (marriage function) 400 માણસ ડભાસા રોડ પરના રંગ ફાર્મમાં (rang farm) ભેગા થયા હતા. જ્યાં ગુજરાતી અભિનેત્રી મમતા સોનીનો (Mamta Soni) કાર્યક્ર્મ પણ રાખવામાં આવ્યો હતો. જેમાં લોકોએ ન તો માસ્ક પહેર્યા હતા ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કર્યું હતું. પાદરા પોલીસે સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ ની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

    મમતાના ઠુમકા  પર રુપિયાનો વરસાદ



    સામાન્ય રીતે લગ્નમાં 100 લોકોને જ બોલાવવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ વડોદરાના પાદરામાં લગ્નના દ્રશ્યો જ કાંઇક અલગ હતા. પાદરાના લગ્નમાં ગાઇડલાઇનના લીરે લીરા ઉડ્યા હતા. ફારૂક મલેકની દીકરીના લગ્ન પ્રસંગમાં 400 માણસ ડભાસા રોડ પરના રંગ ફાર્મમાં ભેગા થયા હતા. ગુજરાતી અભિનેત્રી મમતા સોનીએ લગ્નની પાર્ટીમાં જાહેરમાં ડાન્સ કર્યો હતો. તેની પર ચાલુ ડાન્સમાં લોકો રૂપિયાનો વરસાદ પણ કરી રહ્યાં હતા. આ સમયે 400 લોકો ઉપસ્થિત હતા. તેમજ તેમણે કોરોનાના નિયમો પાળ્યા ન હતા. હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ઘણો જ વાયરલ થઇ રહ્યાં છે. જોકે, પાદરા પોલીસે સોશિયલ ડિસ્ટનસિંગનો ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ હેઠળ કાર્યવાહી કરી છે.

    અમદાવાદ: રેલવે સ્ટેશન પર 30 એપ્રિલ સુધી પ્લેટફોર્મ ટિકિટ બંધ, યાત્રીઓ સિવાય અન્યના પ્રવેશ પર પ્રતિબંધ

    ગુનો દાખલ થયો

    પાદરા પોલીસે મ્યુઝિકલ પાર્ટીમાં માસ્ક વગર આવેલા 15 લોકોની પાસેથી નિર્ધારિત થયેલા રૂપિયા 1000 પ્રમાણે 15000 હજારનો દંડ વસૂલ કર્યો હતો. તે સાથે મ્યુઝિકલ પાર્ટીના આયોજક ફારૂકભાઇ મેમણ સામે કોવિડની ગાઈડ લાઈન મુજબ જાહેરનામા ભંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

    અમદાવાદમાં કોરોનાનું વધતું સંક્રમણ: ઇન્ડસ્ટ્રીઝમાં જતા ઓક્સિજનનો જથ્થો બંધ કરી હૉસ્પિટલોને આપવાની માંગ

    શહેરમાં પોઝિટિવનો આંક 31 હજારને પાર

    નોંધનીય છે કે, શુક્રવારે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક 31902 પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક 262 પર પહોંચ્યો છે. ગત રોજ વધુ 227 દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. આમ અત્યાર સુધીમાં કુલ 28270 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ 3370 એક્ટિવ કેસ પૈકી 179 દર્દી ઓક્સિજન ઉપર અને 115 દર્દી વેન્ટિલેટર ઉપર છે અને 3076 દર્દીની હાલત સ્થિર છે.
    Published by:Kaushal Pancholi
    First published:April 10, 2021, 11:42 am

    ટૉપ ન્યૂઝ