Home /News /gujarat /વડોદરા: વૃદ્ધ વકીલ પરિણીતાને વીડિયો કોલ કરી કપડાં ઉતારવાનું કરતો હતો દબાણ

વડોદરા: વૃદ્ધ વકીલ પરિણીતાને વીડિયો કોલ કરી કપડાં ઉતારવાનું કરતો હતો દબાણ

પ્રતીકાત્મક તસવીર

પતિએ આ અંગે પરિણીતાને પૂછતા તેણે આખી વાત જણાવી હતી જે બાદ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ પણ નોંધાવી છે.

વડોદરા: આખા શહેરમાં (Vadodara) હાલ એક વૃદ્ધ વકીલની (Advocate) ભારે ચર્ચા થઇ રહી છે. શહેરનાં ગોત્રી વિસ્તારમાં રહેતા 70 વર્ષનાં વકીલનાં એક યુવતી સાથે વાયરલ (viral) થયેલા ન્યૂડ વીડિયોનાં (nude video call) સંદર્ભમાં ગોત્રી પોલીસે વકીલ અને વીડિયો વાયરલ કરનાર પત્ની સામે ગુનો દાખલ કર્યો છે. વકીલની પત્નીએ આ વીડિયો યુવતીનાં પતિને મોકલ્યો જે બાદ આ આખો કેસ સામે આવ્યો છે. પતિએ આ અંગે પરિણીતાને પૂછતા તેણે આખી વાત જણાવી હતી જે બાદ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ પણ નોંધાવી છે.

'હું તને વકીલાત શીખવીશ'

પરિણીતાએ પોલીસને આપેલી માહિતી પ્રમાણે, તેણે વર્ષ 2012માં ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું. આ વૃદ્ધ વકીલનું તેમના ઘરે અવરજવર કરતા હતા. તેમણે પરિણીતાને સલાહ આપી હતી કે, તું હવે એલએલબી કરી લે હું તને વકીલાત શીખવાડીશ. જે બાદ તેણે એલએલબીનો અભ્યાસ શરૂ કર્યો હતો. જેની પ્રેક્ટિસ આ વૃદ્ધ વકીલ પાસે કરતી હતી. તે પરિણીતાના ઘરે અવારનવાર જતા હતા અને ઘરે એકલા હોય ત્યારે બીભત્સ માંગણીઓ પણ કરતા હતા.

અમદાવાદ જગન્નાથ મંદિરની રથયાત્રા કાઢવા માટે નીતિન પટેલે કર્યો ઇશારો, જાણો શું કહ્યું તેમણે

પરિવારનાં સભ્યોને મારી નાંખવાની ધમકી આપતો

મહિલાએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, આ વકીલ તેના પરીવારના સભ્યોને મારી નાંખીશ તેવી ધમકી આપતા હતા. જે બાદ અવાર નવાર વીડિયો કોલિંગ કરીને ન્યુડ થવા મજબૂર કરતાં હતા. ઓ જાતે પણ ન્યુડ થઈને અશ્લીલ હરકતો કરતા હતા. કયારેક ઘરે આવીને શારીરિક અડપલાં પણ કરતા હતા.

ડાંગમાં ફરવા જવાનો પ્લાન છે? તો જાણી લો કયા સ્થળે સેલ્ફી લેવાથી થશે કાર્યવાહી

વકીલ દંપતી હાલ ફરાર છે

આ યુવતીનાં પહેલા એકવાર લગ્ન થયા હતા પરંતુ કોઈ કારણસર તેમના છૂટાછેડા થયા હતા. જે બાદ થોડા સમય પહેલા જ તેમણે બીજા લગ્ન કર્યા હતા. બંનેનું લગ્નજીવન સારી રીતે ચાલતું હતું. ત્યારે જ વૃદ્ધ વકીલની પત્નીનાં મોબાઇલમાંથી 21 તારીખે એક વિડીયો મહિલાના પતિને મોકલ્યો હતો.
" isDesktop="true" id="1108005" >

પોલીસે ગુરુવારે રાતે આ અંગેનો ગુનો નોંધ્યો હતો અને ફરાર વકીલ દંપતીની શોધખોળ શરુ કરી હતી. વકીલના પત્નીએ આ વીડિયો વાયરલ કેમ કર્યો તે રહસ્ય અકબંધ છે. જોકે, આ કેસ સામે આવતા વકીલાત જગતમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે.
First published:

Tags: Vadodara, Video Call, Viral, એડવોકેટ, ગુજરાત